________________
( 141
)
શ્રાદ્ધદિનકૃત્ય
ગુરુવંદન અધિકાર पासत्थाईएसुं, संविगेसुं च जत्थ मिलई उ । तहि तारिसओ होई, पिअधम्मो अहव इयरो अ॥१॥ सो दुविअप्पो भणिओ, जिणेहिं जिअरागदोसमोहेहिं । wો ય સંવિત્તિકો, સંકિતિદ્દો તહી નો પારા (શ્રી પ્રર્વ સી૨૬૮-૨૨૦)
ભાવાર્થ– “ઉપર જણાવ્યા તે પાસત્યાદિની સાથે કે સંવિગ્નોની સાથે જે જ્યાં જ્યાં મળે (જેની સાથે મળે) ત્યાં ત્યાં તેના જેવો પ્રિયધર્મી અથવા અપ્રિયધર્મી તરીકેનો વર્તાવ કરે, તે સંસક્ત કહેવાય. તેના એક “સંક્ષિણ’ અને બીજો ‘અસંક્લિષ્ટ એમ બે ભેદ રાગ, દ્વેષ અને મોહાદિનો વિજય કરનારા શ્રી જિનેશ્વરોએ કહ્યા છે.”
ઉપર જણાવ્યા પ્રમાણે ગુણ અને દોષથી જે મિશ્ર થઈ જાય તે સંસક્ત કહેવાય. જેમ ગાયના ખાણના ટોપલામાં ખોળ, પાસ વિગેરે એઠું–જુઠું અને ચોખ્ખું બધું ભેગું હોય, તેમ સંસક્તમાં અહિંસાવ્રતાદિ મૂલગુણો અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણો હોવા છતાં ઘણા દોષો પણ ભેગા હોય, માટે તેને સંસક્ત જણાવ્યો છે. તેમાં જે ‘પ્રાણાતિપાત, અસત્ય' આદિ પાંચ આશ્રવો (પાપો)માં પ્રવૃત્તિ કરનારો તથા ઋદ્ધિગારવાદિ ત્રણ ગારવામાં આસક્ત, સ્ત્રી પ્રતિસેવી અને ગૃહસ્થનાં ધન-ધાન્ય-ઢોર તેમજ માણસોની સંભાળ રાખનારો, એવિગેરે દોષવાળો હોય તેને સંક્લિષ્ટ સંસક્ત કહ્યો છે, અને ઉપર જણાવ્યું તેમ જે જેની સાથે ભળે–તેના જેવો થઈ જાય તેને અસંક્લિષ્ટ' સંસક્ત જાણવો. “સંક્ષિણ-સંસક્ત’ ધર્મરહિત હોય છે અને અસંક્ષિણ-સંસક્ત ધર્મપ્રિય હોય છે. એ પ્રમાણે સંસક્તનું સ્વરૂપ કહ્યું. " હવે “યથાછંદનું સ્વરૂપ કહે છે. ગુરૂઆશા કે આગમની દરકાર રાખ્યા વિના જે સર્વ કાર્યોમાં પોતાના અભિપ્રાય પ્રમાણે-જેમ ફાવે તેમ વર્તન કરે, તે યથાછંદ જાણવો. કહ્યું છે કે–
उस्सुत्तमणुवइटें, सच्छंदविगप्पिअं अणणुवाई । પત્તિ વૉટ્ટ, તિબેગ રૂમો મહીછો III (શ્રી પ્રવાસી - ૨૨૨)
ભાવાર્થ– “ઉસૂત્ર, જિનેશ્વરોએ નહિ કહેલું, પોતાની બુદ્ધિથી કલ્પેલું અને જે આગમને અનુસરતું ન હોય, એવું (વિરુદ્ધ) આચરણ કરનારો, એવો વિરુદ્ધ ઉપદેશકરનારોવળી ગૃહસ્થોનાં કામો કરનારો, કરાવનારો તથા તેની પ્રશંસા કરનારો અને વારંવાર ગુસ્સે થનારો; આવા સાધુને યથાછંદ જાણવો.”
યથાણંદ સાધુ, ઉત્સવ આચરનારો અને જિનેશ્વરોએ નહિ કહેલું એવું પોતાની ઈચ્છા પ્રમાણે આચરનારો તથા તેવો ઉપદેશ કરનારો હોય છે અને તેથી તે સિદ્ધાન્તને અનુસરતો નથી. વળી તે ગૃહસ્થનાં સાવદ્ય કાર્યો કરવા, કરાવવા અને અનુમોદવાવાળો હોય છે તથા કોઈ સાધુનો સ્વલ્પ પણ અપરાધ થતાં વારંવાર ગુસ્સો કરે છે, તેમજ પોતાની બુદ્ધિથી કલ્પલાં નજીવાં આલંબનો આગળ કરીને એશઆરામી બને છે તથા વિગઈઓ વિગેરે ખાવામાં લોલુપી હોય છે અને રસગારવ વિગેરે ત્રણ ગારોથી યુક્ત હોય છે.
પાસત્થા વગેરેને વંદન કરવાથી લાભ તો ન થાય, બલ્ક નુક્સાન થાય. કહ્યું છે કે– पासत्थाइ वंदमाणस्स, नेव कित्ती न निजरा होइ । कायकिलेसं एमेव, कुणइ तह कम्मबंधं च ॥१॥ (श्री आव०नि० गा० ११०८)
ભાવાર્થ– “પાસત્યા વિગેરેને વન્દન કરવાથી કીર્તિ પણ વધતી નથી અને કર્મનિર્જરા પણ થતી નથી, માત્ર કાયકષ્ટ થાય છે અને વિશેષમાં અશુભ કર્મનો બંધ થવારૂપનુકસાન થાય છે.”