________________
ગુરુવંદન અધિકાર
(140)
શ્રાદ્ધદિનકૃત્ય
હવે “કુશીલ'નું સ્વરૂપ કહે છે. જે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો ઘાત કરનારા દુષ્ટ સ્વભાવ (શીલ) વાળા હોય, તે કુશીલ કહેવાય છે. તેના જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ અને ચારિત્ર કુશીલ-એમ ત્રણ પ્રકારો નીચે પ્રમાણે કહ્યા
कालविणयाइरहिओ, नाणकुसीलो अदंसणे इणमो । निस्संकिआइविजुओ, चरणकुसीलो इमो होइ ॥१॥
कोऊअभूइकम्मे, पसिणापसिणे निमित्तमाजीवी । વ રુ દ્ધqન, ૩વની વિનમ્રતા રા (શ્રી પ્રવ. સ. TI, ૨૨૦-૨૨૩)
ભાવાર્થ– “કાલ, વિનય વિગેરે જ્ઞાનના આઠ આચારોનો વિરાધક તેજ્ઞાનકુશીલ જાણવો અને નિ:શંકિત, નિષ્કાંક્ષિત વિગેરે દર્શનના આઠ આચારોનો વિરાધક તે દર્શનકુશીલ જાણવો. ત્રીજા ચારિત્રકુશીલનું લક્ષણ આ પ્રમાણે છે- કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્નપ્રશ્ન, નિમિત્ત, આજીવક, કલ્કફુરકાદિ લક્ષણ, વિદ્યા તથા મંત્ર વિગેરેના બળથી જે આજીવિકાને (આહારદિને) મેળવનારો હોય તે ચારિત્રકુશીલ કહેવાય છે. તેમાં લોકોમાં પોતાની ખ્યાતિમાન મેળવવા કે સ્ત્રી વિગેરે બીજાઓને પુત્ર આદિની પ્રાપ્તિ કરાવવા માટે જાહેરમાં વિવિધ ઔષધિઓ મેળવીને તેનાં) પાણી આપે, સ્નાન કરાવે કે મૂળીયાં વિગેરે બાંધે, તે કૌતુક સમજવાં, અથવા તો મુખમાં ગોળીઓ નાખીને કાન કે નાકમાંથી કાઢવી, મુખમાંથી અગ્નિકાઢવો વિગેરે આશ્ચર્યકરવાં, તે કૌતુક સમજવાં; તાવવિગેરે બીમારીવાળાની આજુબાજુ ચારેય દિશામાં મંત્રેલી રક્ષા (ભસ્મ) નાખવી, તે ભૂતિકર્મ' કહેવાય; બીજાએ પૂછવાથી કે વિના પૂછ્યું તેના મનમાં રહેલા ભાવોને સ્વપ્નમાં આરાધેલી કોઈ વિદ્યાના કહેવાથી કે કર્ણપિશાચિકા અગર મંત્રથી અભિષેક કરેલી ઘંટડી વિગેરે દ્વારા જાણીને બીજાને કહેવા, તે પ્રશ્નાપ્રશ્ન' કહેવાય; નિમિત્તશાસ્ત્રના બળે ભૂત, ભાવિ અને વર્તમાન ભાવોને કહેવા, તે નિમિત્ત કહેવાય; આજીવક એટલે જાતિ, કુલ, તપ, શ્રત, શીલ્પ, કર્મ અને ગણ–એ સાત વડે દાતાર(ગૃહસ્થ)ની આગળ પોતે પણ તેના જેવો જ છે એમ કહી, જાતિ વિગેરેથી પોતાની સમાનતા બતાવીને, એ રીતિએ દાતારનો પોતાના તરફ આદર વધારીને આહારાદિમેળવે, તે આજીવક કહેવાય. જેમ કે કોઈ બ્રાહ્મણને કહે કે-હું પણ બ્રાહ્મણ છું, તેથી તેને સાધુ ઉપર પ્રીતિ થાય અને આહારાદિ વસ્તુઓ વહોરાવે, તે રીતિએ જાતિની સમાનતાથી આજીવિકા ચલાવનારો જાતિ-આજીવક વિગેરે સ્વયંસમજવું. વળી શઠતાથી બીજાઓને ઠગવા, તે કકુરુકા’ સમજવી. અન્ય આચાર્યો તો, પ્રસૂતિ આદિ રોગોમાં ખારપાતન કરાવવું અથવા પોતાના શરીરે લોધક વિગેરેનું ઉદ્વર્તન કરવું તેને 'કકહેવાય અને સ્નાન કરવું કે સ્ત્રી-પુરુષાદિનાં લક્ષણો કહેવા તે કુરુકા' કહેવાય-એમ જૂદી જૂદો અર્થ કરે છે. જેની અધિષ્ઠાતા દેવી હોય તે વિદ્યા અને જેનો અધિષ્ઠાતા દેવહોયતે મંત્ર,’ અગર સાધના કરવી પડે તે વિદ્યા અને સાધ્યા વિના પાઠ (ઉચ્ચાર) માત્રથી કાર્ય થાય તે મંત્ર'; સામુદ્રિક શાસ્ત્રમાં કહેલાં સ્ત્રી-પુરુષોની રેખાઓ-મસ-તલ વિગેરે લક્ષણો જોઈ ભૂત–ભાવિ ભાવોને કહેવા તે લક્ષણ, એ સિવાય પણ સ્ત્રી-પુરુષને પરસ્પર દ્વેષ કરાવવો કે દ્વેષ હોય તો મેળ કરાવવો, અથવા ગર્ભધારણ કરાવવો કે ગર્ભનાશ કરાવવો, તે મૂલકર્મ જાણવું; તથા ચૂર્ણ–યોગના પ્રયોગ, શરીરશોભા, એ કૌતુક વિગેરે ઉપર જણાવેલાં ચારિત્રને મલિન કરનારાં કાર્યોને કરનારો સાધુ ચરણકુશીલ જાણવો.
હવે ‘સંસક્તનું સ્વરૂપ કહે છે– સંવેગી–અસંવેગી જેવા સાધુ મળે તેની તેની સાથે જે લેવો અને તેના જેવો વર્તાવ કરે) તે સંસક્ત’ જાણવો. કહ્યું છે કે–