________________
શ્રાદ્ધદિનકૃત્ય
139 )
ગુરુવંદન અધિકાર દાતારની પ્રશંસા કરીને સારાં આહારાદિ મેળવે આવા પિંડને વાપરનાર સાધુને દશપાસત્યો જાણવો.
હવે “ઓસન્ન નું સ્વરૂપ કહે છે. શિથિલતાથી મોક્ષમાર્ગમાં થાકેલાની જેમ ક્રિયામાં જે નિરુત્સાહી (કિયાદરિદ્રી) હોય તે ઓસન્ન કહેવાય છે.
ओसन्नो वि अदुविहो, सव्वे देसे य तत्थ सव्वंमि । ૩૩(નવ)વપીઢwત્તો, વિયામોટું મનાયવો II आवस्सयसज्झाए, पडिलेहणझाणभिक्खअभत्तट्टे । आगमणे निग्गमणे, ठाणे अनिसीयण तुअट्टे ॥२॥ आवस्सयाइआइं, न करइ अहवा विहीणमहिआई । ગુરુવાવતા તહા, મળનો પણ૩મોન્નો પાર . (શ્રી પ્રવી' ૨૦૭ થી ૨૦૨)
ભાવાર્થ-“આ ઓસન્ન' ના પણ સર્વ-ઓસન્નો અને દેશ-ઓસન્નો એમ બે પ્રકાર છે. તેમાં જે મવદ્ધપીત્તવ' એટલે સાધુને અંગે ચોમાસાના કાળમાં શયનાદિ માટે એક સળંગ પાટીયું (પાટ) મેળવે અને જો તેવું ન મળે તો અનેક પાટીયાને પણ વાંસડા-દોરડા સાથે બાંધીને તેના ઉપર શયનાદિ કરે તથા દર પખવાડીયે તેને છોડીને પ્રમાજીને પુન: બાંધે,'-એમ જિન-આજ્ઞા છે. તે પ્રમાણે જે પખવાડીયે પણ પડિલેહણન કરે, અગર તો જે વારંવાર ઘણીવખત શયન વિગેરે કરવા માટે સંથારાને સતત પાથરેલો જ રાખે, અથવા તો સંથારો બીલકુલ પાથર્યા વિના જ જે સૂઈ રહે, તે દરેક અવબદ્ધપીઠફલક' કહેવાય. અને કોઈ જગ્યાએ ‘૩૩વદ્ધ પાઠ છે, ત્યાં એમ સમજવું કે-ચોમાસા સિવાયના શેષ આઠ મહિનામાં જે વિના કારણે પાટ-પાટલાદિનો ઉપયોગ કરે તે "ઋતુબદ્ધપીઠફલક' કહેવાય. વળી ગૃહસ્થ વહોરાવવા માટે રાખી મૂકેલો હોય તે સ્થાપનાપિંડ કહેવાય. સાધુને વહોરાવવાના ઉદ્દેશ વહેલી કે મોડી રસોઈ બનાવે કે સાધુના આગમનને ઉદ્દેશીને લગ્નાદિ વહેલા-મોડા કરે (એમ માને કે–તે વખતે કરવાથી સાધુભક્તિનો લાભ મળે.), એ રીતિએ વહેલો-મોડો બનાવેલો પિંડ પ્રાકૃતિકાપિંડ' કહેવાય. આ સ્થાપના કે પ્રાભૂતિકા દોષવાળા પિંડને ગ્રહણ કરનારા સ્થાપિતકભોગી' કહેવાય. જે આવો અવબદ્ધપીઠફલકતથા સ્થાપિતભોગી હોય, તે સર્વથા અવસગ્ન' જાણવો. વળી પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા,’ રહેવા માટે ધર્મશાળાદિ મકાનતે ‘શય્યા,’ વાચનાપૃચ્છાદિક સ્વાધ્યાય,’ તથા વસ્ત્ર–પાત્ર વિગેરેનું પડિલેહણ,’ ધર્મધ્યાનાદિ ધ્યાન,’ આહાર-પાણી લાવવાં તે ભિક્ષા, ભોજન કે માંડલીનાં કાર્યો સાચવવાં તે ભક્તાર્થ,' બહારથી ઉપાશ્રયમાં આવવું તે ‘આગમન,’ બહાર જવું તે નિર્ગમન, કાઉસ્સગ્નાદિ માટે ઊભા રહેવું તે સ્થાન.' બેસવું તે નિષદન,’ તથા શયન કરવું તે ત્વવર્તન; આ આવશ્યક વિગેરે ઉપર જણાવ્યા તે સાધુના આચારો સર્વથા પાળે નહિ કરે નહિ) અથવા ન્યૂનાધિક કરે, એટલે કે-જ્યાં જે વખતે ન કરવાનાં હોય ત્યાં તે વખતે કરે, જેમ-તેમ કરે તથા ગુરુના કહેવા છતાં ન કરે, કરે તો ગુરુને કઠોર શબ્દથી પ્રતિકાર કરીને કરે (વિગેરે વિસ્તૃત વિવેચન શ્રી પ્રવચનસારોદ્ધાર વિગેરેમાંથી જોવું.); એ રીતિએ આવશ્યકાદિ સાધુસામાચારીમાં જે દરિદ્ર-કંગાળ હોય તે દેશ (અવસત્ર) ઓસન્નો જાણવો. (૩)” * આ પાસત્થા વિગેરેનું સ્વરૂપ આ ગ્રંથમાં નથી, છતાં સ્પષ્ટ સમજાય તે માટે શ્રી પ્રવચનસારોદ્ધારની વૃત્તિને આધારે કાંઇક વિસ્તારથી લખ્યું છે. પાસસ્થાને કેટલાક એકાન્ત ચારિત્રરહિત માને છે તે યુક્ત નથી. જો સર્વથા ચારિત્રનો અભાવ હોય તો સર્વપાસત્યો અને દેશપાસત્યો એમ ભેદ જ કેમ ઘટે ? શ્રી નિશીથચૂર્ણિની સાક્ષી આપીને શ્રી પ્રવચનસારોદ્ધારની ટીકામાં પાર્થસ્થને સર્વથા ચારિત્ર વિનાનો નહિ પણ મલિન ચારિત્રવાળો કહ્યો છે.