________________
ગુરુવંદન અધિકાર
142 )
શ્રાદ્ધદિનકૃત્ય વધારે શું? તેઓનો સંગ કરનારા બીજા ગુણવંત (સાધુઆચારનું પાલન કરનારા) સાધુઓનેય વન્દન કરવું વ્યાજબી નથી. કહ્યું છે કે
असुइट्ठाणे पडिआ, चंपगमाला न कीरई सीसे । पासत्थाईठाणेसु, वट्टमाणा तह अपुजा ॥१॥ पक्कणकुले वसंतो, सउणीपारो वि गरहिओ होइ । રૂમ ઢિમા સુવિદિના, મલ્ફિ વસંતા સીતાનું અરા (શ્રી માવનિર્યું. TI૨૬૨૬-૨૨૨૨)
ભાવાર્થ-જેમ અશુચિમાં પડેલી ચંપાના પુષ્પોની માળા પણ મસ્તકે ધારણ કરવા લાયક રહેતી નથી, તેમ પાસત્કાદિનો સંસર્ગ કરનારા (તેમની સાથે રહેનારા) ઉત્તમ સાધુઓ પણ પૂજવા લાયક રહેતા નથી. વળી ચાંડાલાદિ નીચ કુલવાળાની સોબતથી જેમ ચૌદ વિદ્યાનો પારગામી પણ નિંદાનું પાત્ર બને છે, તેમ પાસત્યાદિ દુરાચરણવાળાઓની સાથે રહેનારા સુવિહિત સાધુઓ પણ નિન્દાનું પાત્ર બને છે.”
| (આ વિષયમાં શ્રી આવશ્યકનિયુક્તિવન્દન અધ્યયનમાં વિસ્તૃત ચર્ચા છે. શાસનને નુકસાન વિગેરે થાય તેવા વિશિષ્ટ કારણો સિવાય પાસત્થા વગેરેને વન્દન કરી શકાય નહિ. હા, કોઈ વિશિષ્ટ કારણે માત્ર બાહ્ય દેખાવ રૂપેદ્રવ્યવન્દન કરવાનો વિરોધ નથી, પણ તેને સુસાધુ માનીને ભાવપૂર્વક કર્મ નિર્જરાદિના ઉદ્દેશે તો વન્દન કરાય નહિ. તેવા કોઈ વિશિષ્ટ કારણે પણ જો તેવું બાહ્ય દ્રવ્યવન્દન ન કરે તો નુકશાનનું કારણ છે, વગેરે સ્યાદ્વાદ ધર્મને સમજીને કારણે નિષ્કપટી હવું, સુણો સંતાજી; એ આણા છે તંત, ગુણવંતાજી.” એ પૂ. ઉપા. મહારાજના વચનને અનુસરવું એ સાચો માર્ગ છે.)
શ્રી આવશ્યકનિયુક્તિની ચર્ચાનો ભાવાર્થ એ છે કે – જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિગેરેને કારણે કોઇ વાર પાસત્થા વગેરેને પણ વન્દન કરવું તેઓ ચારિત્રથી મલિન છે, છતાં સર્વથા દર્શન (સમતિ)થી ભ્રષ્ટ જ છે, એમ નથી. આમ છતાં જેઓ કારણ વિના પણ, 'પ્રભુનો કહેલો સાધુવેષ ધારણ કરનારા હોય તે સર્વ સાધ જ છે, માટે આપણે તો પૂજ્ય છે' - એમ કહીને વન્દન કરવાનું કહે છે તે અનુચિત છે. જો વેષને વન્દન કરવામાં આવે, તો જમાલી વિગેરે નિહ્નવોને પણ વન્દન કરવાનો પ્રસંગ આવે. અહીં એ પ્રશ્ન થાય છે કે – “જો અપરિચિત સાધુના આચાર-વિચાર જાણ્યા ન હોય તો તેમને વન્દન કરવું કે નહિ? વળી સાધુઓના ભાવને કોણ જાણી શકે? સાધુ જેવી પ્રવૃત્તિ કરનારા છતાં વિનયરત્નની જેમ અભવ્યો પણ હોય અને બહારથી શિથિલ દેખાતાં છતાં સાધુતાના રાગી ઉત્તમ પણ હોય.” એનું સમાધાન એ છે કે – “પૂર્વે નહિ જોયેલા કે નહિ જાણેલા અપરિચિત સાધુને પણ પ્રથમ સત્કાર-સન્માન કરવાનો વિરોધ નથી. એમ કરવાથી તો સત્કાર કરનારનો વિનયગુણ જોઇને તે સાધુને શિથિલતામાંથી સન્માર્ગે આવી જવાનો સંભવ છે. પરન્તુ ગુરવન્દનાદિ વિશિષ્ટ વ્યવહાર તો તેમની ઉત્તમતાને જાણ્યા પછી જ કરવો. પરિચિત સાધુ માટે તો, જો તે ઉધતવિહારી હોય તો અભ્યત્યાન વન્દન વિગેરે સઘળો વ્યવહાર કરવો અને શિથિલવિહારી હોય તો સકારાદિ પણ ન કરવું. કોઇ ગાઢ કારણે તેમનો પર્યાય-બ્રહ્મચર્ય-સમાજમાં તેમનું મહત્ત્વ–પીઠબળ-ક્ષેત્રબળ-કાળબળને તેમના આગમબળનો વિચાર કરીને, ગુલાઘવતા (લાભ-હાનિનો વિચાર કરતાં જેમ ઓછું નુકશાન અને વધુ લાભ થાય તેમ સત્કાર, સન્માન વન્દન પણ કરવું.” કોઇ પ્રશ્ન કરે કે – “તીર્થંકરની પ્રતિમા નિર્ગુણી છે, છતાં તેમાં ગુણોનો આરોપ કરીને તેને પૂજન કરાય છે, તેમ ગુરુને માટે પણ તેઓને ગુણવાન માનીને વન્દનાદિ કરવું એમાં શું વાંધો છે?” તેના સમાધાનમાં જણાવવાનું કે –“તે પ્રશ્ન વ્યાજબી નથી, કારણકેતીર્થકરની મૂર્તિમાં ગુણારોપણ કરીને પૂજવા છતાં તેમાં અવગુણ નહિ હોવાથી અવગુણનું પોષણ થતું નથી, જ્યારે શિથિલાચારીઓમાં તો અવગુણો પ્રત્યક્ષ હોવાથી અવગુણનું પોષણ થાય છે, જેથી તેને તથા વન્દનાદિ કરનારને દુર્ગુણનું પોષણ કરવા-કરાવવા રૂપ અહિત થાય છે. હા, અપરિચિત પાસસ્થાદિને પણ નિષ્પક્ષપાતપણે ચકાસી જોવા છતાંય છદ્મસ્થપણાને લીધે તેમનાં દૂષણો જાણવામાં ન આવે અને તેથી સુસાધુ રૂપે માનીને તેઓની ઉપાસના કરે તો ઉપાસના કરનારને લાભ થાય છે, પણ દૂષણો જાણવા-જોવા છતાંય ઉપાસના કરે તો ભલે ભાવ શુદ્ધ હોય, પણ બન્નેનું અહિત થાય જ છે, માટે જ અભવ્ય ગુરુઓથી પણ, તેઓને અજાણપણાથી શુદ્ધ માનીને ઉપાસના કરનારાઓ તરી ગયાનાં અને જાણ થતાં જ પોતાના ઉપકારી હોય - ગુરુ હોય- શિષ્ય હોય- સ્વજનસંબંધી હોય કે ગચ્છના આચાર્ય હોય, તેવાને પણ ત્યજી દીધાનાં દષ્ટાંતો શાસ્ત્રમાં મળે છે.” અહીં એમ પ્રશ્ન થાય કે – “જે અવન્દનીય પાસત્થા વિગેરે છે તેઓનું જીવન તો સમાજ ઉપર જ છે, જો