________________
શ્રાદ્ધદિનકૃત્ય
143 ) 143)
ગુરુવંદન અધિકાર એ પ્રમાણે ગુરુવન્દનનું “પાંચ અવન્દનીય રૂપ આઠમું દ્વાર કહ્યું. હવે પાંચ ઉદાહરણ' નામનું નવમું દ્વાર કહે છે.
પાંચ પ્રકારનાં વન્દનમાં દ્રવ્ય અને ભાવ’ વન્દન કેવી રીતિએ થાય, તે સમજાવવા માટે પાંચ ઉદાહરણો કહ્યાં છે. તેમાં ૧-ગુરુના ગુણોની સ્તુતિ કરવી તે સત્કારવન્દન કહેવાય છે, ૨-દ્રવ્યથી રજોહરણાદિને ધારણ કરવાં-ભાવથી જ્ઞાનાદિ ગુણોને ધારણ કરવા તે ચિતિ (સંચય રૂ૫) વન્દન કહેવાય છે, ૩- વાંદણાનાં આવર્તો વગેરે વિધિથી વન્દન કરવું તે આવર્તવન્દન કહેવાય છે, ૪- મસ્તક નમાવવા વગેરેથી નમસ્કારવન્દન કહેવાય છે, અને ૫-વિનય કરવાથી વિનયવદન કહેવાય છે. ગુરુવન્દનભાષ્યમાં અને શ્રી આવશ્યકનિયુક્તિ વગેરેમાં આ પાંચેય વન્દનોનાં અનુક્રમે ‘વન્દનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજનકર્મ અને વિનયકર્મ-એમ નામો આપ્યાં છે. આ પાંચેયનું દ્રવ્ય અને ભાવથી સ્વરૂપ સમજાવવા માટે અનુક્રમે ૧-શીતલાચાર્યનું, ૨-ફુલ્લકાચાર્યનું ૩-કૃષ્ણજી અને વીરકનું, ૪-બે રાજસેવકોનું, અને પશામ્બ તથા પાલકનું,-એમ પાંચ દષ્ટાન્તો શાસ્ત્રોમાં કહેલાં છે. કહ્યું છે કે –
दव्वे भावे वंदणे-रयहरणाऽऽवत्त-नमण-विणएहिं । લીગત-પુડુચ-ળે, સેવ પાતય-ડાદરણI III
ભાવાર્થ– “૧–વન્દન, ૨-રજોહરણ આદિ સંગ્રહ, ૩-આવર્ત (વાંદણાં), ૪-નમસ્કાર અને ૫વિનય,-એ પાંચ પ્રકારનાં દ્રવ્ય અને ભાવ વન્દનોમાં અનુક્રમે ૧-શીતલ, ૨-શુલ્લક, ૩-કૃષ્ણ, ૪-સેવક અને ૫-પાલકનાં ઉદાહરણો જાણવાં.” તેઓને છોડી દેવામાં આવે તો તે બીચારાઓનું શું થાય ? આંગણે આવેલા ભિખારીને પણ નિરાશ નહિ કરવાનો શ્રાવકનો આચાર છે, તો અનુકંપાબુદ્ધિથી પાસત્યાદિની સેવા કરવામાં શું વાંધો?” એનું સમાધાન એમ સમજવું કે—“એવા પાત્રને તો અનુકંપાના પાત્ર પણ નથી માન્યા. ભિખારીને ટુકડો આપવાથી તો જૈનશાસનને નુકસાન થતું નથી, પણ ઊલટી જૈનોની ઉદારતા, દયા વગેરે ગુણોની પ્રસિદ્ધિ થાય છે,
જ્યારે પાસત્યાદિને સહાય કરવાથી તેઓ દ્વારા સાધુતાની–શાસનની અપકીર્તિ થાય છે, તેઓનાં માયા-કપટ વગેરે દૂષણો પોષાય છે, એમ ઘણું નુક્સાન છે. પૂ. ઉપા. મહારાજ કહે છે કે – “દોષ કુપાત્રે પાત્રમતિ એ, નહિ અનુકંપા મારે ભવિકા.' અર્થાત્ – કુપાત્રમાં પાત્રતાની બુદ્ધિકરવી તે અનુકંપા પણ નથી, પણ તેના દુર્ગુણને પોષણ કરવારૂપદોષછે. અનુકંપાદાનદયાપાત્રને માટે છે, બાકી અવગુણીની ભિક્ષા તો પૌરષદની' કહી છે, આપનારને પણ નુકસાન કરે છે, માટે સર્વત્ર શાસ્ત્રકથિત વચનોમાં વિવેકનો આદર કરવો.
૧. શીતલાચાર્ય- આ નામના એક જૈનાચાર્ય હતા, તેમની બહેનના ચાર પુત્રોએ અન્ય ગુરુ પાસે દીક્ષા લીધી હતી. એક વખત તેઓ પોતાના મામા) શીતલાચાર્યને વન્દન કરવા માટે નીકળ્યા. તેઓ માર્ગમાં ચાલતાં વિલંબ થવાથી શીતલાચાર્યજ્યાં હતાં ત્યાં સાંજે ન પહોંચી શક્યા અને રાત્રિએ ગામની બહાર એક સ્થાનમાં રહ્યા. પછી તેઓએ પોતાના આગમનના સમાચાર શ્રી શીતલાચાર્યને પહોંચાડ્યા. આથી શીતલાચાર્ય ખૂશી થયા અને સવારે હમણાં આવશે-હમણાં આવશે” એમ રાહ જોવા લાગ્યા. અહીં તે ચારેય મુનિઓને તે રાત્રિમાં ગુરુવન્દન કરવાની નિર્મળ ભાવના રૂપ શુભ ધ્યાનને યોગે કેવલજ્ઞાન પ્રગટ થયું, જેથી તેઓ વન્દન કરવા ગયા નહિ. આખરે રાહ જોતાં શીતલાચાર્ય, અભિમાનથી તેઓ આવ્યા નહિ માટે હું તેમની પાસે જાઉં.' – એમ વિચારીને તેમની પાસે ગયા, છતાં કેવલી હોવાથી તેઓએ તેમનો સત્કાર કર્યો નહિ. આથી શીતલાચાર્યે ગુસ્સે થઇને પોતે મોટા છતાં તે સાધુઓને વન્દનછ્યું, ત્યારે કેવલી) મુનિઓએ કહ્યું કે – એ તો દ્રવ્યવન્દન કર્યું. હવે ભાવવન્દન કરો!’ આચાર્યે પૂછ્યું કે – કેવી રીતિએ જાણ્યું?’ મુનિઓ બોલ્યા કે – 'જ્ઞાનથી.’ આચાર્યે પૂછ્યું કે – ‘ક્યા જ્ઞાનથી ?' કેવલી બોલ્યા કે – અપ્રતિપાતિ (કેવલ) જ્ઞાનથી.’ આથી આચાર્યો, અરે, અરે! મેં કેવલીની આશાતના કરી” – એમ પશ્ચાત્તાપ કરીને ખમાવ્યા અને ફરીથી ભાવપૂર્વક તે ચારેયને વન્દન ક્યું. અહીં તે શીતલાચાર્યનું પહેલી વારનું વન્દનતે દ્રવ્યવન્દન’ અને બીજી વારનું વન્દન તે ભાવવન્દન’ જાણવું
* ૨, ક્ષુલ્લકાચાર્ય- ગુણસુંદર નામના એક આચાર્યે નાની ઉંમરના એક ક્ષુલ્લક સાધુને આચાર્યપદવી આપી, પછી સાધુઓને - સંઘને તેમની આજ્ઞામાં સોંપી પોતે કાલધર્મ પામ્યા. સર્વે સંઘ ક્ષુલ્લકાચાર્યની આજ્ઞામાં વર્તવા લાગ્યો અને એ નવા આચાર્ય પોતે પણ ગીતાર્થો પાસે અભ્યાસ કરવા લાગ્યા. કર્મના જોરે એક વખત તેઓને ચારિત્ર છોડવાની ઇચ્છા થઇ, તેથી અંડિલને નિમિત્તે તેઓ ચાલ્યા અને સાથેના સાધુને અમુક સ્થાને રોકી પોતે આગળ ચાલી ગયા. ત્યાં માર્ગમાં એક ખીજડાના વૃક્ષની ચારેય બાજુ પીઠિકા (ઓટલી) બાંધેલી જોઈ અને