________________
શ્રાદ્ધદિનકૃત્ય
નવમું વંદન દ્વાર
૭. શ્લેષ્મ ફેકવું, ૮. પેશાબ કરવો, ૯. ઝાડો કરવો અને ૧૦. જુગાર ખેલવો. જિનમંદિરની હદમાં આ દસ આશાતના તજવી.
113
જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાઓ :
દેરાસરજીમાં ૧. નાકનું લીટ નાખે, ૨. જુગાર, ગંજીફો, શેતરંજ, ચોપાટ વગેરે રમતો રમે, ૩. લડાઈ– ઝઘડો કરે, ૪. ધનુષ્ય વગેરેની કળા શીખે, પ. કોગળા કરે, ૬. તંબોલ, પાન, સોપારી વગેરે ખાય, ૭. પાનના ડૂચા, દેરાસરમાં થૂંકે, ૮. ગાળ આપે, ૯. ઝાડો, પેશાબ કરે, ૧૦. હાથ, પગ, શરીર, મોઢું વગેરે વે, ૧૧. વાળ ઓળે, ૧૨. નખ ઉતારે, ૧૩. લોહી પાડે, ૧૪. સુખડી વગેરે ખાય, ૧૫. ગુમડા, ચાંદા, વગેરેની ચામડી ઉતારીને નાંખે, ૧૬. પિત્ત નાંખે, પડે, ૧૭. ઊલટી કરે, ૧૮. દાંત પડે તે દેરાસરમાં નાંખે, ૧૯. આરામ કરે, ૨૦. ગાય, ભેંસ, ઊંટ, બકરી વગેરેનું દમન કરે, (૨૧ થી ૨૮) દાંત-આંખ-નખ-ગાલ-નાક-કાન-માથાનો તથા શરીરનો મેલ નાખે, ૨૯. ભૂત–પ્રેત કાઢવા મંત્ર સાધના કરે, રાજ્ય વગેરેના કામે પંચ ભેગું કરે, ૩૦. વાદ–વિવાદ કરે, ૩૧. પોતાના ઘર–વેપારનાં નામાં લખે, ૩૨. કર અથવા ભાગની વહેંચણી કરે, ૩૩. પોતાનું ધન દેરાસરમાં રાખે, ૩૪. પગ ઉપર પગ ચઢાવીને બેસે, ૩૫. છાણાં થાપે, ૩૬. કપડાં સૂવે, ૩૭. શાક વગેરે ઉગાડે કે મગ, મઠ આદિ સૂવે, ૩૮. પાપડ સૂવે, ૩૯. વડી, ખેરો, શાક, અથાણાં સૂવે, ૪૦. રાજા વગેરેના ભયથી દેરાસરમાં સંતાઈ રહે, ૪૧. સંબંધીનું મૃત્યુ સાંભળી રડે, ૪૨. વિક્થા કરે, ૪૩. શસ્ત્ર-અસ્ત્ર-યંત્ર ઘડે કે સર્જ, ૪૪. ગાય, ભેંસ વગેરે રાખે, ૪પ. તાપણું તપે, ૪૬. પોતાના કામ માટે દેરાસરની જગ્યા રોકે, ૪૭. નાણું પારખે, ૪૮. અવિધિથી નિસીહિ કહ્યા વગર દેરાસરમાં જવું, (૪૯ થી ૫૧) છત્ર, પગરખાં, શત્રુ ચામર વગેરે વસ્તુ દેરાસરમાં લાવવી, ૫૨. મનને એકાગ્ર ન રાખવું, ૫૩. શરીરે તેલ વગેરે ચોળવું–ચોપડવું, ૫૪. ફૂલ વગેરે સચિત્ત દેરાસરની બહાર મૂકીને ન આવવું, ૫૫. રોજના પહેરવાના દાગીના બંગડી વગેરે પહેર્યા વિના (શોભા વિના) આવવું, ૫૬. ભગવંતને જોતાં જ હાથ ન જોડવા, ૫૭. અખંડ વસ્ત્રનો ખેસ પહેર્યા વિના આવવું, ૫૮. મુગટ મસ્તકે પહેરવો, ૫૯. માથા પર પાઘડીમાં કપડું બાંધે, ૬૦. હારતોરા વગેરે શરીર પરથી દૂર ન કરે, ૬૧. શરત હોડ બકવી, ૬૨. લોકો હસે એવી ચેષ્ટાઓ કરવી, ૬૩. મહેમાન વગેરેને પ્રણામ કરવા, ૬૪. ગીલીદંડા રમવા, ૬૫. તિરસ્કારવાળું વચન કહેવું, ૬ ૬. દેવાદારને દેરાસરમાં પકડવો, પૈસા કઢાવવા, ૬૭. યુદ્ધ ખેલવું, ૬૮. ચોટલીના વાળ ઓળવા, ૬૯. પલાંઠી વાળીને બેસવું, ૭૦. પગમાં લાકડાની પાવડી પહેરવી, ૭૧. પગ લાંબા પહોળા કરીને બેસવું, ૭૨. પગચંપી કરાવવી, ૭૩. હાથ–પગ ધોવા, ઘણું પાણી ઢોળી ગંદકી કરવી, ૭૪. દેરાસરમાં પગ કે કપડાંની ધૂળ ઝાટકે, ૭૫. મૈથુન−ક્રીડા કરે, ૭૬. માંકડ, જૂ વગેરે વીણીને દેરાસરમાં નાંખે, ૭૭. જમે, ૭૮. શરીરના ગુપ્તભાગ બરાબર ઢાંક્યા વિના બેસે, દેખાડે, ૭૯. વૈદું કરે, ૮૦. વેપાર, લેવડ-દેવડ કરે, ૮૧. પથારી પાથરે, ખંખેરે, ૮૨. પાણી પીવે અથવા દેરાસરના નેવાનું પાણી લે, ૮૩. દેવી, દેવતાની સ્થાપના કરે. ૮૪. દેરાસરમાં રહે. આ ૮૪ આશાતના ટાળવા ઉદ્યમવંત બનવું.
પ્રભુજીને પુંઠ ન કરવી
જિનમંદિરમાંથી બહાર નીકળતાં પ્રભુજીને પુંઠ ન થાય તેની કાળજી રાખવી. પ્રભુજીને પુંઠ કરવાથી પ્રભુજીની આશાતના થાય.
ગાયકવાડનો પ્રસંગ
આ વિષે એક સત્ય ઘટના છે. બ્રિટિશ સરકારના સમયમાં ઈંગ્લેન્ડથી એક વાઈસરોય ભારતમાં આવ્યા.