________________
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (35)
શ્રાદ્ધદિનકૃત્ય ખલી*, આભૂષણ, વિલેપન, સુગંધી પદાર્થ, પુષ્પમાળા-પુષ્પ, વસ્ત્ર, અશન, વિગઈ, સચિત્ત-અચિત્ત દ્રવ્યો, શયન, યાન, વાહન વગેરે વસ્તુઓનું પરિમાણ કરવું. અહીં વિસ્તારથી વ્યાખ્યા સ્વયં જાણી લેવી.
વિવેચન અહીં પરિમાણનું જે વર્ણન કર્યું છે તે લગભગ બધું પરિમાણ ચૌદ નિયમો ધારવાથી આવી જાય છે. તે ચૌદ નિયમો આ પ્રમાણે છે
ચૌદ નિયમની વિગત ક્ષત્તિ-દ્રવ્ય-વિડુિં-વળદ-તવોત-વત્થ-વસુકેતુ |
વાર-સયા-વિસેવા-વંમ-તિસિ--મત્તેI? | (૧) સચિનઃ સચિત્ત દ્રવ્યોની સંખ્યાનો નિયમ. (૨) દ્રવ્યઃ જુદા જુદા નામવાળી અને સ્વાદવાળી ચીજોની સંખ્યાનો નિયમ. (૩) વિગઈ ઘી, ગોળ, દૂધ, દહીં, તેલ અને કડા એ છ વિગઈઓમાંથી અમુક વિગઈઓનો (મૂળથી કે
કાચીનો) ત્યાગ. ઓછામાં ઓછી એક વિગઈનો (મૂળથી કે કાચીનો) ત્યાગ કરવો જોઈએ. (૪) ઉપનિહ: જોડા, ચંપલ, મોજા, પાવડી વગેરે (પગમાં પહેરવાનાં સાધનો)ની સંખ્યા ધારવી. (૫) તાંબૂલઃ સોપારી, વરિયાળી વગેરે મુખવાસના માપ (અમુક ગ્રામથી વધારે નહિવાપરવા)નો કે સંખ્યાનો
નિયમ કરવો. (૬) વસ્ત્રો વાપરવાનાં વસ્ત્રોની સંખ્યા નક્કી કરવી. (૭) કુસુમ તેલ, અત્તર, ફૂલની વેણી, ફૂલનો હાર વગેરે સુંઘવાની વસ્તુઓના માપનો કે સંખ્યાનો નિયમ
કરવો. (૮) વાહનઃ બેસવાના વાહનોની સંખ્યાનો નિયમ કરવો. (૯) શયન: ગાદી, તકિયા, ખુરશી, ટેબલ, પલંગ, પથારી વગેરે બેસવા-સૂવાના સાધનોની સંખ્યાનો નિયમ.
સ્મરણ ન રહે એ માટે કે ઔચિત્યભંગ ન થાય વગેરે કારણે ઘરની બહાર છૂટ રાખી શકાય. (૧૦) વિલેપન : સાબુ, તેલ, અળતો, મેંદી, પાઉડર વગેરે શરીરે લગાડવાની વસ્તુઓના માપનો કે સંખ્યાનો
નિયમ. (૧૧) અબ્રહ્મ અબ્રહ્મનો દિવસે સર્વથા ત્યાગ ને રાત્રિએ સર્વથા કે અમુક વખતથી વધારે ત્યાગ. (૧૨) દિક્ષરિમાણ દશે દિશામાં જવાની મર્યાદા કરવી. (૧૩) સ્નાન ઃ સ્નાનની સંખ્યાનો નિયમ. ધર્મકાર્યમાં તથા અસ્પૃશ્યનો સ્પર્શ થાય કે સ્મશાને જવું પડે વગેરે
કારણે છૂટ રાખી શકાય. (૧૪) ભક્તઃ વાપરવાના આહાર – પાણીનું વજન ધારવું.
પૃથ્વીકાય? માટી, ખારો, ચાક આદિનું પરિમાણ કરવું.
અષ્કાયઃ પીવાના તથા વાપરવાના પાણીનું વજન ધારવું. * શરીરમાં તેલ વગેરેની ચિકાશ દૂર કરવા માટે ઘસવામાં આવતા તેવા ચૂણે ખલી કહેવાય છે.