________________
શ્રાદ્ધદિનકૃત્ય
(355) બાવીશમું ગૃષ્ણમન (પરિવાર ધર્મદેશના) દ્વાર તેઉકાય ચુલા, દીવા વગેરેનું પરિમાણ કરવું. વાયુકાય ? પંખા, હીંડોળા વગેરેનું પરિમાણ કરવું. વનસ્પતિકાય? લીલા શાક વગેરેની સંખ્યાનું પરિમાણ કરવું. અસિઃ સોય, કાતર, સુડી છરી આદિની સંખ્યાનું પરિમાણ કરવું. મસિઃ ફાઉન્ટન પેન, નડીયો, બોલપેન, પેનસીલ વગેરેની સંખ્યાનું પરિમાણ કરવું. કૃષિ : હળ, કુહાડો, પાવડા વગેરેની સંખ્યાનું પરિમાણ કરવું.
નોટઃ સચિત્ત વગેરે નામથી અને પરિમાણથી એમ બંને રીતે ધારવામાં આવે તો વધારે સારું. જેમકે બે સચિત્ત વસ્તુઓથી વધારે ત્યાગ એમ પરિમાણ કર્યું, પણ સાથે સાથે જે બે સચિત્ત વસ્તુઓ વાપરવાની હોય તેના નામ સાથે પરિમાણ કરવું. જેમ કે કેરી અને કાડી સિવાય સચિત્તનો ત્યાગ. ભક્તમાં વજન ધારવા કરતાં અમુક વખતથી વધારે વખત કંઈ પણ ખાવું નહિ એમ ધારવામાં વધારે સારું રહે.
ચૌદ નિયમોમાં સચિત્ત દ્રવ્યોના ત્યાગનો અથવા સંખ્યાનો નિયમ કરવામાં આવે છે. આથી સચિત્તઅચિત્ત-મિશ્ર વસ્તુઓનું સ્વરૂપ શ્રાદ્ધવિધિ ગુજરાતી ભાષાંતરમાંથી અહીં જણાવવામાં આવે છે
સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુઓનું સ્વરૂપ પ્રાય: સર્વ ધાન્ય, ધાણા, જીરું, અજમો, વરીયાળી, સુવા, રાઈ, ખસખસ, આદિ સર્વ જાતિના દાણા, સર્વ જાતિનાં ફળ-પત્રો, બનાવેલા નહિ, કિંતુ ખાણમાં ઉત્પન્ન થયેલા હોય તેવા લૂણ, ખારી (ધુળીઓ ખારો), પાપડખાર, રાતો સિંધવ, સંચળ વગેરે ક્ષારો, માટી, ખડી, રમચી, લીલાં દાતણ એ બધાં વ્યવહારથી સચિત્ત જાણવાં.
'પાણીમાં પલાળેલા ચણા અને ઘઉં વગેરે કણ, તથા મગ, અડદ, ચણા આદિની દાળ પણ જો પાણીમાં પલાળી હોય તો મિશ્ર જાણવાં, કેમકે કેટલીકવાર પલાળેલી દાળ વગેરેમાં થોડા વખત પછી ફણગા ફૂટે છે. તેમજ પહેલાં લૂણ દીધા વિના કે બાફ પ્રમુખ દીધા વિના કે રેતી વગર સેકેલા ચણા-ઘઉં-જુવાર વગેરે ધાન્ય; ખાર વગેરે દીધા વિનાના ફક્ત શેકેલા તલ, ઓળા (પોપટા - લીલા ચણા), પોંક, સેકેલી ફળી, પાપડી, મરચારાઈનો વઘાર વગેરેથી માત્ર સંસ્કારેલાં ચીભડાં વગેરે, તથા સચિત્ત બીજ જેમાં હોય, એવાં સર્વજાતિનાં પાકેલાં ફળ, એ બધાં મિશ્ર જાણવાં.
- જે દિવસે તલપાપડી કરી હોય, તે દિવસે મિશ્ર જાણવી. પણ રોટલી, રોટલા, પુરી વગેરેમાં જો તલપાપડી નાખી હોય, તો તે તલપાપડી બે ઘડી પછી અચિત્ત સમજવી. વળી દક્ષિણ દેશ માળવા વગેરે દેશોમાં ઘણો ગોળ નાંખીને તલપાપડી બનાવે છે તેથી તેને અચિત્ત ગણવાનો વ્યવહાર છે.
વૃક્ષથી તત્કાલ લીધેલા ગુંદ, લાખ, છાલ વગેરે, તથા નાળિયેર, લીંબુ, જાંબુ, આંબા, નારંગી, દાડમ, શેલડીવગેરેનો તત્કાળનો કાઢેલો રસકે પાણી; તત્કાળકાઢેલું તલવગેરેનું તેલ; તત્કાળ ભાંગેલ નાળિયેર, સીંગોડાં, સોપારી વગેરે ફળ; બીજ તત્કાળ કાઢી નાંખેલાં પાકેલાં ફળ, બહુ મસળીને કણીયા રહિત કરેલ જીરું, અજમો વગેરે બે ઘડી વાર સુધી મિશ્ર જાણવાં, ત્યાર પછી અચિત્ત થાય એવો વ્યવહાર છે. બીજા પણ કેટલાક પદાર્થ પ્રબળ અગ્નિના યોગ વિના જે અચિત્ત કરેલા હોય, તે પણ બે ઘડી સુધી મિશ્ર અને ત્યાર પછી અચિત્ત થાય એવો વ્યવહાર છે. જેમકે (સાકર વગેરે નાખીને) અચિત્ત કરેલ પાણી વગેરે. * કેટલાક સ્થળોએ ગામડાંઓમાં પશુઓને શણગારવા જે લાલ માટીનો ઉપયોગ થાય છે તે.