________________
શ્રાદ્ધદિનકૃત્ય
(313)
સત્તરમું શ્રવણ દ્વાર
(૧૭) શ્રવણ દ્વાર उस्सग्गेणं तु सड्ढो उ, सचित्ताहारवजओ । इक्कासणगभोई य, बंभयारी तहेव य ॥२२६॥ दारं १७॥ હવે આગમ શ્રવણનાફલરૂપ ઉત્સર્ગવિધિને પ્રગટ કરવાની ઈચ્છાથી ગ્રંથકાર કહે છે-- શ્રાવક ઉત્સર્ગથી તો સચિત્ત આહારનો ત્યાગી હોય, એકવાર ભોજન કરે, તથા બ્રહ્મચારી હોય.
શ્રાવક ઉત્સર્ગથી તો શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે કરનારો હોવાથી સચિત્ત આહારનો ત્યાગી હોય. સચિત્ત આહારનો સર્વથા ત્યાગ કરવા અસમર્થ હોય તો સચિત્ત પરિમાણ પણ કરે. કહ્યું છે કે –
નિરવઘ અને નિર્જીવ આહારથી શરીરને ધારણ કરે = ટકાવે, અથવા (તેમ ન બની શકે તો અનંતકાયનો ત્યાગ કરીને પ્રત્યેક વનસ્પતિકાયવાળા આહારથી શરીરને ધારણ કરે, આવા સુશ્રાવકો હોય છે.”
શ્રાવક ઉત્સથી તો એકવાર ભોજન કરે, અર્થાત્ એકાસણું વગેરે તપ કરે. (૨૨૬) अह न सक्कड़ काउं, जे एकभत्तं जओ गिही। दिवसस्स अट्ठमे भागे, तओ भुंजे सुसावओ ॥२२७॥
જે એકાસણું કરવા અસમર્થ હોય તેની વિધિને કહે છે
હવે જો કોઈ પણ રીતે જે કોઈ પણ સુથાવકએકાસણું કરવા માટે સમર્થન હોયતો દિવસના આઠમા ભાગમાં ભોજન કરે.
દિવસનો આઠમો ભાગ એટલે અંતિમ બે મુહર્ત, અર્થાત્ દિવસની છેલ્લી ચાર ઘડી.
શ્રાવક રાત્રિની શરૂઆત (સૂર્યાસ્ત) થયા પછી ભોજન ન કરે. કારણ કે રાત્રિભોજનથી મહાદોષની પ્રાપ્તિ થાય છે. (૨૨૭)
तजोणियाण जीवाणं, तहा संपाइमाण य । निसिभत्ते वहो दिट्ठो, सव्वदंसीहिं सव्वहा ॥२२८॥ તે જ દોષોને કહે છે
રાત્રિભોજન કરવામાં સાથવો વગેરે અન્નમાં ઉત્પન્ન થયેલા નિગોદ અને ઈયળ વગેરે જીવોનો, ઉડીને અત્રમાં પડનારા કુંથુઆ અને કીડી વગેરે જીવોનો તથા કડી વગેરે ખાવામાં આવી જવાથી બુદ્ધિ આદિનો નાશ થવાના કારણે પોતાનો (=રાત્રિભોજન કરનારનો) સર્વથા નાશ થાય એમ સર્વજ્ઞોએ જોયું છે.
નિશીથભાષ્ય (ગા. ૩૪૧૧-૩૪૧૨)માં કહ્યું છે કે – “જો કે ભાત વગેરે પ્રાસુક (=અચિત્ત)
છે શ્રાદ્ધવિધિમાં નીચે પ્રમાણે પાઠ છે – અન્યમુદત વૈાનિ પતિ “દિવસના છેલ્લા મુહર્ત (Rછેલ્લી બે ઘડી) પહેલાં જ સાંજનું , ભોજનકરે.” આનો અર્થ એ થયો કે શ્રાવક જો સાંજે ભોજન કરે તો ઉત્સર્ગથી છેલ્લી બે ઘડી પહેલાં ભોજનકરે, અને અપવાદથી સૂર્યાસ્ત
પહેલાં ભોજન કરે. પ્રસ્તુતમાં દિવસના આઠમા ભાગે ભોજન કરે ઇત્યાદિ કહીને ઉત્સર્ગ–અપવાદ બંને જણાવી દીધા છે. * કોશમાં રેળા શબ્દ જોવામાં આવ્યો નથી. સંબંધના આધારે પ્રસ્તુતમાં તેનો ઈયળ” અર્થ કર્યો છે. ' .