________________
સોળમું સંવરણ દ્વાર
312
(૧૬) સંવરણ દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
देवे गुरुं च वंदित्ता, काउं संवरणं तहा ।
મંતિયે સાધૂમાડ્ળ, પ્ના સાાયમુત્તમં ॥૨૨॥ વાર ?૬ ॥
જેમાં ગૃહસ્થધર્મનો વિસ્તાર છે તેવી શ્રાદ્ધદિનનૃત્યની વૃત્તિમાં આ પ્રમાણે સુસંપ્રદાયને અનુસરીને મધ્યાહ્ન કર્તવ્યસંબંધી સદ્વિધેય પ્રસ્તાવનું વિસ્તારથી વર્ણન કર્યું. હવે સોળમા ‘સંવરણ’ દ્વારનું વિવરણ કરતા સૂત્રકાર કહે છે—
શ્રાવક ભોજન કર્યા પછી ચૈત્યવંદનથી દેવને અને ગુરુવંદનથી ગુરુને વંદન કરીને દિવસચરિમ કે ગ્રંથિસહિત વગેરે પચ્ચક્ ખાણ કરે. ત્યાર બાદ ગીતાર્થ સાધુઓ, પ્રવચનકુશલ શ્રાવક, સિદ્ધપુત્ર વગેરેની પાસે ઉત્તમ સ્વાધ્યાય કરે. (દીક્ષા છોડીને માથે ચોટલી રાખે અને સ્ત્રીની સાથે રહે તે સિદ્ધપુત્ર.)
સ્વાધ્યાયના વાચના, પૃચ્છના, પરાવર્તના, ધર્મકથા અને અનુપ્રેક્ષા એમ પાંચ પ્રકાર છે. તેમાં નિર્જરા માટે યથાયોગ્ય સૂત્રાદિ આપવું કે લેવું તે વાચના. સૂત્રાદિમાં શંકા પડતાં ગુરુને પૂછવું તે પૃચ્છના. પૂર્વે ભણેલા સૂત્રાદિ ભૂલી ન જવાય વગેરે માટે અભ્યાસ (=આવૃત્તિ) કરવો તે પરાવર્તના. જંબૂસ્વામી વગેરે સ્થવિર ભગવંતોનું ચરિત્ર સાંભળવું કે કહેવું તે ધર્મકથા. મનથી જ સૂત્રાદિનું સ્મરણ કરવું તે અનુપ્રેક્ષા. પાંચે ય પ્રકારનો આ સ્વાધ્યાય નવતત્ત્વ આદિના સૂક્ષ્મ બોધ માટે છે.
શ્રાવકના ત્રણ પ્રકાર
વળી બીજું – સ્થૂલહિંસાદિથી અનિવૃત્ત, મદ્ય-માંસ આદિનો ત્યાગી અને નમસ્કાર મંત્રને ધારણ કરનાર જઘન્ય શ્રાવક છે. ધર્મયોગ્ય ગુણોથી યુક્ત અને બાર વ્રતધારી ઉત્કૃષ્ટ શ્રાવક છે. સદાચારી ગૃહસ્થ મધ્યમ શ્રાવક છે. (૨૨૫)