________________
શ્રાદ્ધદિનકૃત્ય
(311)
પંદરમું ભોજન દ્વાર
છે. એ આપણા પાચક રસો ઉપર બહુ માઠી અસર કરે છે. કેટલાક લોકોનું કહેવું છે કે આઈસ્ક્રીમમાં ઈડાનો રસ નાંખવામાં આવે છે. આમાં પંચેન્દ્રિય ગર્ભજ જીવોની હત્યાનું પાપ લાગે છે. વળી કેકમાં ઈડાનો રસ તથા પાકા રંગને ભૂંસવા માટે વપરાતો ડીથીલ લૂકોઝનો પણ ઉપયોગ કરે છે. તેથી લોહીના કણોમાં ખૂબ નુકશાનકારક અસર થાય છે.
પ્લાસ્ટીક અને રબરમાં એલ.ડી.હાઈડ સી ૧૭ નામનું રસાયણ જે વપરાય છે તે આઈસ્ક્રીમમાં સ્વાદ લાવવા માટે વપરાય છે. આંતરડામાં અને પેટમાં ફોલ્લા પાડે તેવો આ પદાર્થ હોય છે.
ઈથીલએસીટ - આચામડાઅનેકાપડને સાફ કરવામિલોમાં વપરાતો પદાર્થ છે. ત્યાં કામ કરનારાના ફેફસાં, હૃદય અને લીવરને આથી નુકશાન થયું છે. આ પદાર્થ આઈસ્ક્રીમમાં અનાનસનો સ્વાદ લાવવા માટે વપરાય
કાજૂ, બદામ કે પીસ્તાનો સ્વાદ લાવવા તેની એક બે કતરી નાખ્યા પછી બુદ્રાલહેડ નામનું રસાયણ આઈસ્ક્રીમમાં નાંખે છે, જે પદાર્થ રબર, સીમેન્ટ બનાવવાના ઉપયોગમાં લેવાય તેવો અશુદ્ધ હલકો છે.
પીપરોહાલનામનું એક જાતનું અસરકારકઝેર છે. જે અનેક જંતુઓનુંનાશક છે. તેવેનીલા આઈસ્ક્રીમમાં ઉપયોગમાં લેવાય છે. જે પેટમાં જતાં જ આંતરડાને નુકશાન કરે છે. (અહીં ૨૨૪મી ગાથા પૂર્ણ થઈ.) (૨૨૪)