________________
| 310 )
શ્રાદ્ધદિનકૃત્ય,
પંદરમું ભોજન દ્વારા
(10) પ્રશ્ન:-ચુનો કેટલો નાંખવો?
ઉત્તર :- છાશની ઉપરની આશના જેવો પાણીના કલરનો દેખાવ થાય તેટલો ચૂનો નાંખવો જોઈએ, તેનાથી ઓછું નાખે તો ન ચાલે.
સાકરનું કે ત્રિફલા વગેરેનું પાણી - સચિત્ત પાણીમાં સાકર, ત્રિફલા કે ચુનો વગેરે નાખ્યા પછી બે ઘડી બાદ અચિત્ત થાય અને તેનો અચિત્ત રહેવાનો કાળ દરેક ઋતુમાં ત્રણ ઉકાળાથી ઉકાળેલા પાણીની જેમ સમજવો.
(૨૧) તુચ્છ ફળો:- તુચ્છ એટલે અસાર. જેનાથી ભૂખ ભાંગે નહિ અને શક્તિ આવે નહિ તેવાં ફળો અભક્ષ્ય છે. ચણીબોર, ગુંદી, મહુડાં, જાંબુ, ટિંબરુ, પીલુડાં, કરમદા, ગુંદા, પીચફળ, બોરસલી વગેરે ફળો તથા મગ વગેરેની કોમળ શીંગો વગેરે તુચ્છ ફળ છે. આવા પદાર્થોમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું ઘણું હોવાથી સુધા શમે નહિ અને જીવહિંસા વધારે થાય.
(૨૨) કાચું ગોરસ - કાચા દૂધ-દહીં-છાશ અને શીખંડ વગેરે ગોરસને ગરમ કર્યા વિના તેની સાથે દ્વિદલ (કઠોળ) ભળવાથી કેવલીગમ્ય અતિસૂક્ષ્મ ત્રસ (બેઇંદ્રિય) જીવોની ઉત્પતિ થાય છે. માટે તે અભક્ષ્ય છે. દ્વિદલનું લક્ષણ આ પ્રમાણે છે
બેફાડથાય તેવાજે ધાન્યને પીલવાથી તેલનીકળેનહિતેને દ્વિદલ કહેવામાં આવે છે. આ વિષે મહાભારતમાં પણ કહ્યું છે કે
गोरसं माषमध्ये तु, मुद्गादिषु तथैव च । भुज्यमानं भवेन्नूनं, मांसतुल्यं युधिष्ठिर ! ॥
ભાવાર્થ:- “હે યુધિષ્ઠિર ! કાચા ગોરસને અડદમાં તથા મગ વગેરેમાં મેળવીને ખાવું તે નિશ્ચયથી માંસ બરોબર છે.”
આઈસ્કીમ અભક્ષ્ય આઈસ્ક્રીમ બનાવવામાં બરફ અને મીઠાનો ઉપયોગ થાય છે. (૧) બરફમાં પાણીના અસંખ્ય જીવો અને (૨) મીઠાના અસંખ્ય જીવો નાશ પામે છે. ઉપરાંત (૩) જીલેટીન-હાડકાના પાવડરનો ઉપયોગ થાય છે. (૪) કેક તથાઈડાનો રસ વપરાય છે. (૫) સ્વાદ માટે રસાયણ-કેમીક્લવપરાય છે. (૬) વાસી દૂધમાં બેક્ટરિયાના જંતુ હોય છે. સાથે બીજા અનેક ત્રસજીવો ઉત્પન્ન થાય છે. (૭) આઈસક્રીમ જઠરાગ્નિનો પાચનશક્તિનો નાશ કરે
આઈસ્ક્રીમથી ગળાનાકાડા, સ્વરનળી, અન્નનળીમાં સોજો આવે છે. એથી કફ, ખાંસી, શરદી અને તાવ આવે છે. માટે વૈદ્યો પણ આઈસ્ક્રીમ, આઈસ્કૂટ, બરફના ગોળા તેમ જ વાસી સરબતનો ત્યાગ કરવાનું કહે છે.
સરબતની બોટલો અનેક રોગિષ્ટ માનવીઓએ મોંએ માડેલી–એંઠી હોય છે. એમાં વારંવાર સંમૂર્છાિમ જીવો અને ત્રસ જીવો પણ ઉત્પન્ન થાય છે. એથી રોગના જંતુઓનો ચેપ લાગે છે. આંતરડા અને અન્નનળીમાં સડો થાય છે. સાથે અલ્સર અને કેન્સર જેવા રોગો થાય છે.
આઈસ્ક્રીમમાં સ્ટ્રોબેરી ફુટનો સ્વાદ લાવવા માટે તેમાં બેઝિલ એસટેટ નામનું રસાયણ તથા નાઇટ્રેડ જેવા તીવ્ર તેજાબના સોલવંટ તરીકે વપરાય છે. તે હોજરી ઉપર ખૂબ ખરાબ અસર કરે છે. વળી આઈસ્કીમમાં કેળા જેવો સ્વાદ લાવવા માટે એમિલ એસટેટનો ઉપયોગ થાય છે. જે ઓઈલ પેઈન્ટ પાતળો બનાવવા વપરાય