________________
શ્રાદ્ધદિનકૃત્ય
(393) છવીસમું સ્ત્રીસંગનિવૃત્તિ બહુમાન દ્વાર . (૨૬) સ્ત્રીસંગનિવૃત્ત બહુમાન દ્વાર ता ते सुधन्ना सुकयत्थजम्मा, ते पूयणिजा ससुरासुराणं ।
मुत्तूण गेहं तु दुहाण वासं, बालत्तणे जे उ वयं पवन्ना ॥३१७॥ दारं २६ ॥ હવે “સ્ત્રીસંગથી નિવૃત્ત થયેલાઓ ઉપર બહુમાન” એવા છવીસમા દ્વારનું વિવરણ કરતા સૂત્રકાર કહે
તેથી તે મનુષ્યો સુધન્ય છે, તેઓનો જન્મ સુસફલ છે, તેઓ સુર-અસુર વગેરે દેવોને પૂજ્ય છે, કે જેઓએ દુ:ખનું સ્થાન એવા ઘરને છોડીને બાલ્યાવસ્થામાં દીક્ષાનો સ્વીકાર કર્યો છે. (૩૧૭)
वेरग्गतिक्खखग्गेणं, छिंदिउं मोहबंधणं । निक्खंता जे महासत्ता, अदिपियसंगमा ॥३१८ ॥ ते धन्ना ताण नमों, दासोहं ताण संजमधराणं । अद्धच्छिपिच्छरीओ जाण, न हियए खुडुक्कंति ॥३१९॥ તથા–- .
જે પરાક્રમી મનુષ્યોએ પ્રિયાના સંગને અનુભવ્યા વિના જ વૈરાગ્યરૂપતીક્ષ્ણ તલવારથી મોહના બંધનને છેદીને દીક્ષા લીધી છે, અને તેથી જ વિકૃતદષ્ટિથી જોનારી સ્ત્રીઓ જેમના હૃદયમાં શલ્યની જેમ ખૂંચતી નથી, તે મનુષ્યો ધન્ય છે, સંયમધારી તેમને નમસ્કાર થાઓ, તેમનો હું દાસ છું. (૩૧૮-૩૧૯)
ता किं च तं हुज दिणं मुहुत्तं, जहिं पमुत्तूण गिहत्थभावं । निव्वाणसुक्खाण निहाणभूयं, अणवजपव्वज पवजिमोऽहं ॥३२०॥
આ પ્રમાણે બ્રહ્મચારીઓની સ્તુતિ કરીને પોતાની આશંસા માટે કહે છે –
તેથી તે દિવસ અને તે મુહૂર્ત ક્યારે આવે કે જ્યારે હું ગૃહસ્થાવસ્થાને મૂકીને મોક્ષસુખોનું નિધાનરૂપ નિષ્પાપ દીક્ષાને સ્વીકારું. (૩૨૦)
पुव्वुत्तं सव्वं काऊणं, ठावित्ता चित्तमंदिरे । भयवं परमिट्ठित्ति, तओ निदं तु गच्छई ॥३२१॥ ઉપસંહાર કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે –
પૂર્વોક્ત ચૈત્યવંદન અને ચાર શરણ સ્વીકાર વગેરે બધું કરીને, ચિત્તરૂપમંદિરમાં પરમેષ્ઠી ભગવાનને સ્થાપીને, પછી નિદ્રા કરે, અર્થાત્ નવકાર ગણીને સુવે. (૩૨૧)
-ક8