________________
163
શ્રાદ્ધદિનકૃત્ય
ગુરુવંદન અધિકાર દુઃખી મનુષ્યોની અનુકંપા, અને પશુ-પક્ષીઓની દયા વગેરે ધર્મકરવો જોઈએ. ભગવાને આ પ્રમાણે કહ્યું એટલે કૃષ્ણ મહારાજાએ પ્રશ્ન થેંકે હે, ભગવંત!સાધુની સેવા કેવી રીતે કરવી અને તેનાથી કેવો લાભ થાય? ભગવાને કહ્યું. સાધુસેવાના માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ પ્રકાર છે. મનમાં સાધુ પ્રત્યે બહુમાન ભાવ રાખવો, હૃદયમાં પ્રેમ રાખવો ઈત્યાદિ માનસિક સાધુસેવા છે. સાધુના ગુણોની પ્રશંસા કરવી વગેરે વાચિક સાધુ સેવા છે. સાધુને વંદન કરવું, સુપાત્રદાન કરવું, પગ દબાવવા વગેરે કાયિક સેવા છે. આ સર્વેમાં સાધુને વંદન કરવું એ તમારા માટે વિશેષ લાભનું કારણ છે.
ગુરુ વંદનના લાભો સાધુને (ગુરુને) વંદન કરવાથી અશુભ કર્મોની નિર્જરા થાય છે, અને પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. સાધુને વંદન કરનાર નીચગાવકર્મઅપાવે છે અને ઉચ્ચગોત્રકર્મ બાંધે છે. અનાદેયનામકર્મનો ક્ષય કરે છે, અને આદેય નામ કર્મ બાંધે છે.
શ્રી ગૌતમસ્વામીજીએ શ્રી મહાવીર ભગવાનને પ્રશ્ન પૂછ્યો: હે ભગવંત! ગુરુવંદન કરવાથી જીવને શો લાભ થાય ? ભગવાને ઉત્તર આપ્યો: હે ગૌતમ ! ગુરુવંદનથી જીવ જ્ઞાનાવરણીય વગેરે (અશુભ) કર્મો ગાઢ બંધાયેલાં હોય તેને શિથિલ કરે છે, (અશુભ) કર્મોની લાંબી સ્થિતિને ટુંકી કરે છે, તીવ્રરસ મંદ કરે છે, કર્મોના દલિકો પણ ઘટાડી નાખે છે. તથા તે જીવ સંસારમાં લાંબાકાળ સુધી પરિભ્રમણ કરતો નથી.
- ગુરુવંદનથી છ લાભો જણાવ્યા છે. તે આ પ્રમાણે :- ૧. વિનય થાય છે. ૨. અહંકારનો નાશ થાય છે. ૩. ગુરુની પૂજા (=સત્કાર) થાય છે. ૪. તીર્થંકરની આજ્ઞાનું પાલન થાય છે. ૫. શ્રતધર્મની આરાધના થાય છે. (વંદનપૂર્વક જશ્રુત ભણી શકાય, માટે વંદન કરવાથી શ્રુતની પણ આરાધના થાય છે.) ૬. પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શ્રી નેમિનાથ ભગવાનના મુખે સાધુવંદનનું ફળ સાંભળીને શ્રી કૃષ્ણ વિચાર કર્યો કે, વંદન કરવામાં સમય ઓછો લાગે અને લાભ વધારે થાય. આથી સાધુવંદન એટલે ઓછા સમયમાં વધારે નફાનો વેપાર. આમાં તો મૂડી પણ ન રોકવી પડે, વગર મૂડીનો વેપાર. તો પછી હું આ લાભ કેમ ન લઉં? અહીં અઢાર હજાર સાધુઓ બિરાજે છે. આ બધા સાધુઓને હમણાં જ વંદન કરું. આમ વિચારીને કૃષ્ણ મહારાજાએ વીરા સાળવી સાથે અઢાર હજાર સાધુઓને વંદન કર્યું. વંદન કરતાં શરીર ખૂબ શ્રમિત અને પશીનાથી રેબઝેબ થઈ ગયું.
પછી ભગવાન પાસે આવીને શ્રીકૃષ્ણ મહારાજાએ કહ્યું હે ભગવંત!અઢાર હજાર સાધુઓને વંદન કરવાથી હું ઘણો શ્રમિત થઈ ગયો છું. મેં આજ સુધીમાં ત્રણસો સાઠ યુદ્ધો કર્યા છે. પણ તેમાં કોઈ વખત આવો થાક લાગ્યો નથી. ભગવાને કહ્યું અઢાર હજાર સાધુઓને વંદન કરવાથી તમને થાક લાગ્યો છે એ ખરું, પણ તમને લાભ ઘણો થયો છે. વંદનથી તમને ત્રણ મહાન લાભ થયા છે. ૧. વંદનથી તમે અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શનસિક એ સાત મોહરાજાના બલવાન સુભટોનો ખુરદો કાઢી નાખ્યો છે. આથી તમે ક્ષાયિક સમત્વને પામ્યા છો. ૨. તીર્થકર નામ કર્મનો બંધ થયો છે. આથી તમે આવતી ચોવીસીમા અમમ નામના બારમા તીર્થંકર થશો. ૩. તમે સાતમી નારકીનું આયુષ્ય બાંધ્યું હતું. પણ વંદનથી ચાર નારકીનું આયુષ્ય ઘટી જવાથી હવે ત્રીજી નરકનું આયુષ્ય થયું છે.
ઉલ્લાસ વિના પણ ધર્મક્રિયા કરવી - આદષ્ટાંત જેમ ગુરુવંદનની મહત્તાને સમજાવે છે, તેમ ધર્મક્રિયાની મહત્તાને પણ સમજાવે છે. ધર્મક્રિયાનું ફળ ઉલ્લાસને આધારે મળે છે. જેટલો ઉલ્લાસ વધારે તેટલું ફળ વધારે. આમ ધર્મક્રિયામાં ઉલ્લાસનું મહત્ત્વ છે. આથી કિયા ઉલ્લાસપૂર્વક કરવી જોઈએ. આમ છતાં ઉલ્લાસ ઓછો હોય કે તદ્દન ન હોય તો પણ ધર્મક્રિયા કરતા રહેવું