________________
ગુરુવંદન અધિકાર
શ્રાદ્ધદિનકૃત્ય
જોઈએ. કારણ કે ધર્મક્રિયા ચાલુ હશે તો કોઈક દિવસ તીવ્ર ઉલ્લાસ આવી જશે. ધર્મક્રિયાઓને ઝવેરાતના વેપારીના વેપારની સાથે ઘટાવી શકાય, ઝવેરાતની દુકાનમાં દરરોજ ઘરાક આવે જ એવો નિયમ નથી. છતાં ઝવેરી દરરોજ દુકાન ખુલી રાખે છે. કારણ કે જ્યારે ઘરાક આવશે ત્યારે મોટો વેપાર થશે અને એથી દરરોજનું સાટું વળી જશે. આ જ ઘટના ધર્મક્રિયામાં ઘટે છે. ધર્મક્રિયામાં અતિશય ઉલ્લાસ પ્રાય: દરરોજ ન આવે, ક્યારેક જ આવે. આમ છતાં ક્યારેક આવેલા તીવ્ર ઉલ્લાસથી એવો લાભ થઈ જાય કે જેથી જીવન સફલ થઈ જાય.
164
પ્રસ્તુતમાં કૃષ્ણ મહારાજાએ સાધુ વંદન અત્યારે પહેલી જ વાર નથી કર્યું, પહેલાં પણ અનેકવાર સાધુવંદન કર્યું છે. છતાં આવો ઉલ્લાસ ન આવ્યો. આ વખતે જ વંદન કરતાં કરતાં આવો ઉલ્લાસ આવી ગયો અને તેમનો બેડો પાર થઈ ગયો. રાવણને યાદ કરો. રાવણ રાજાએ અષ્ટાપદ પર્વત ઉપર અનેકવાર જિનભક્તિ કરી છે. પણ તેમાં દરેક વખતે વિશિષ્ટ ઉલ્લાસ ન આવ્યો. એકવાર વિશિષ્ટ ઉલ્લાસ આવી ગયો અને તીર્થંકર નામ કર્મ બંધાઈ ગયું. અઈમુત્તા મુનિવરે અનેકવાર ઈરિયાવહી કરી. પણ દરેક વખતે તીવ્ર પશ્ચાત્તાપ ન થયો. પણ એકવાર ઈરિયાવહી કરતાં તીવ્ર પશ્ચાત્તાપ થયો. એથી શુભધ્યાનમાં ચઢીને કેવલજ્ઞાન મેળવી લીધું. આપણો પણ અનુભવ છે કે દેવદર્શન આદિમાં દરેક વખતે ઉલ્લાસ નથી હોતો. પણ ક્યારેક ક્યારેક ખૂબ ઉલ્લાસ આવી જાય છે. ક્યારેક ક્યારેક આવતાં ઉલ્લાસથી ઘણો લાભ થઈ જાય છે. માટે ઉલ્લાસ ઓછો હોય કે તદ્દન ન હોય તો પણ ધર્મક્રિયા ચાલુ રાખવી જોઈએ.
આ સાંભળી શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું: હે ભગવંત! ફરીથી અઢાર હજાર સાધુઓને વંદન કરું, જેથી બાકી રહેલું ત્રણ નરકનું આયુષ્ય પણ ખપી જાય. ભગવાને કહ્યું: હે ધર્મશીલ ! રાઈના ભાવ રાતે ગયા. હવે તેટલો લાભ નહિ થાય. કારણ કે તેવો ભાવ નહિ આવે. હવે ગમે તેવા ઉલ્લાસથી તમે વંદન કરશો તો પણ બાકીનું નરકનું આયુષ્ય નહિ ખપે. કારણ કે હવે જે વંદન કરશો તે દ્રવ્યવંદન થશે, અને ફળ તો ભાવવંદનથી મળે.
આ વિષે ઉપદેશમાલાની રામવિજયજી ગણિની ટીકામાં કહ્યું છે કે – ‘‘હવે તમને તેઓ ભાવ નહીં આવે. કારણ કે તમોએ લોભમાં પ્રવેશ કર્યો છે.’’ શ્રી રત્નપ્રભસૂરિ કૃત ટીકામાં કહ્યું છે કે ‘‘ફરી પણ પાપક્ષય માટે તમે વંદન કરો તો પણ તે વંદન સમ્યક્ વંદન ન થાય. કારણકે આશાવાળું સદનુષ્ઠાન કર્મનિર્જરા કરતું નથી.’’
પછી કૃષ્ણ મહારાજાએ ભગવાનને પૂછ્યું: મને સાધુવંદનથી આટલો બધો લાભ થયો, તો મારા અનુયાયી વીરા સાળવીને કેટલો લાભ થયો છે ? ભગવાને કહ્યું – એને તો માત્ર કાયક્લેશ થયો છે. કારણ કે તેણે તો માત્ર તમારી અનુવૃત્તિથી જ વંદન કર્યું છે. આથી તેનું વંદન દ્રવ્ય વંદન છે.
શ્રીકૃષ્ણના દૃષ્ટાંતથી ત્રણ બોધપાઠ
શ્રી કૃષ્ણ મહારાજાનું દષ્ટાંત આપણને ત્રણ બોધપાઠ આપે છે. ૧. ધર્મક્રિયા ભાવપૂર્વક કરવામાં આવે તો જ લાભ થાય. ૨. ધર્મક્રિયા મોક્ષના આશયથી કરવી જોઈએ. ૩. સાધુવંદન અતિશય કર્મનિર્જરાનું કારણ છે. ધર્મક્રિયા ગતાનુગતિકપણું, દેખાદેખી, ભય, લોભ વગેરે કારણોથી કરવામાં આવે તો તેનાથી યથાર્થ લાભ થતો નથી. આથી ધર્મક્રિયા ભાવથી કરવી જોઈએ. હવે પ્રશ્ન થાય કે ક્યા ભાવથી કરવી જોઈએ ? આનો ઉત્તર એ છે કે મોક્ષના ભાવથી (=મોક્ષ મેળવવાના આશયથી) ધર્મક્રિયા કરવી જોઈએ.
મુખ્યતયા તો ધર્મ અમુક દુ:ખને દૂર કરવા, કરવાનો નથી. તાવ આવે કે બીજી બિમારી આવે ત્યારે નવકાર પણ આવી પડેલા રોગના દુ:ખને દૂર કરવા ગણવાના નથી, કિંતુ સમાધિ માટે ગણવાના છે. ધર્મ કરવાથી દુન્યવી સુખો મળે અને આવી પડેલાં દુ:ખો જતા રહે એ વાત ચોક્કસ છે. પણ મુખ્યતયા ધર્મ એટલા માટે કરવાનો