________________
શ્રાદ્ધદિનકૃત્ય
ગુરુવંદન અધિકાર
નથી. ધર્મ તો મોક્ષ માટે કરવાનો છે. મોક્ષના ભાવથી ધર્મ કરવાથી મોક્ષ નહિ મળે ત્યાં સુધી દુન્યવી સુખો મળશે, અને આવી પડેલાં દુ:ખો પણ દૂર થશે. તો પછી શા માટે કેવળ આ લોકના કે પરલોકના સુખ માટે અથવા આવી પડેલા કોઈ અમુક દુ:ખને દૂર કરવા માટે જ ધર્મ કરવો ?
165
પ્રશ્ન :- ધર્મ કરવાનું મૂળ ધ્યેય તો દુ:ખ દૂર કરવાનું જ છે. સંસારમાં દુ:ખ છે અને મોક્ષમાં જરાય દુ:ખ નથી. આથી સંસાર જાય અને મોક્ષ મળે એ માટે ધર્મ છે. આમાં દુ:ખને દૂર કરવા જ ધર્મ કરવાનું સૂચિત થાય છે. આથી જ જયવીયરાય સૂત્રમાં ભગવાન પાસે ‘યુવવવવો' એમ કહીને દુ:ખક્ષયની માગણી કરવામાં આવે છે. તથા ‘જુવાનવય મ્મવન્વય નિમિત્તે જાડKમાં હું ?' એમ દુ:ખક્ષયના નિમિત્તે કાઉસગ્ગ કરવામાં આવે છે. તો અહીં દુ:ખ દૂર કરવા ધર્મ ન થાય એમ કેમ કહો છો?
-
ઉત્તર ઃ- ધર્મ દુ:ખને દૂર કરવા કરવાનો છે એ વાત બરોબર છે. પણ તે આવી પડેલા કોઈ અમુક જ દુ:ખને દૂર કરવા નહિ, કિંતુ સામાન્યથી સંસારમાત્રનાં દુ:ખોને દૂર કરવા ધર્મ કરવાનો છે. અર્થાત્ કોઈ અમુક દુ:ખ જાય એમ વિભાગ પાડ્યા વિના સંસારનાં સર્વ પ્રકારનાં દુ:ખોને દૂર કરવા ધર્મ કરવાનો છે. જયવીયરાય સૂત્રમાં ભગવાન પાસે દુ:ખક્ષયની માગણી અને દુ:ખક્ષય નિમિત્તે કાઉસ્સગ્ગ સામાન્યથી સંસારનાં સર્વદુ:ખોને દૂર કરવાના ઉદ્દેશથી કરવામાં આવે છે, નહિ કે આવી પડેલા કોઈ અમુક દુ: ખને દૂર કરવા. બીજી વાત–ભગવાન પાસે દુ:ખક્ષયની માગણી અને દુ:ખક્ષય માટે કાઉસ્સગ્ગ વર્તમાનકાલીન દુ:ખ દૂર કરવા માટે પણ થાય. પણ તે કેવાં દુ:ખો ? ધર્મમાં અંતરાય કરે, અસમાધિ ઊભી કરે, ધર્મમાં વિક્ષેપ પડે તેવી અશાંતિ ઊભી કરે તેવા વર્તમાનકાલીન વિશેષ દુ:ખો દૂર કરવા ભગવાન પાસે દુ:ખક્ષયની માગણી અને દુ:ખક્ષય માટે કાઉસ્સગ્ગ થઈ શકે. તેવાં દુ:ખો દૂર કરવા મહાપુરુષોએ જ્યારે જરૂર પડી ત્યારે સ્તોત્રોની રચના આદિથી યથાયોગ્ય પ્રયત્ન પણ કર્યો છે. પણ એનો ભાવ તો અસમાધિ દૂર કરવાનો કે ધર્મ કરવાનો જ છે. એથી દુ:ખ આવે ત્યારે પણ અસમાધિ ન થાય એ માટે ધર્મ કરવાનો છે. એટલે સામાન્યથી તો આવી પડેલા કોઈ અમુક દુ:ખને દૂર કરવા ધર્મ કરવાનો નથી એમ જ માનવું જોઈએ, અને કહેવું જોઈએ. આથી જ શ્રી નેમનાથ ભગવાને કૃષ્ણ મહારાજાને કહ્યું કે, તમે હવે જે વંદન કરશો તે દ્રવ્યવંદન થશે, અને ફળ તો ભાવવંદનથી મલે. કોઈ અમુક દુ:ખને દૂર કરવા ધર્મ થઈ શકતો હોત તો શ્રી નેમનાથ ભગવાન નરકના દુ:ખને દૂર કરવા ધર્મ કરવાની ઈચ્છાથી થતા વંદનને દ્રવ્યનંદન કહેત જ નહિ.
પ્રશ્ન :- શ્રીપાળ મહરાજાનો કોઢનો રોગ દૂર કરવા આચાર્ય મહારાજે નવપદમય શ્રી સિદ્ધચક્રની આરાધના કરવાનું કેમ કહ્યું ? એ આરાધના આવી પડેલા વર્તમાનકાલીન દુ:ખ દૂર કરવા માટે જ હતી ને ?
ઉત્તર ઃ- એ આરાધના આવી પડેલા વર્તમાનકાલીન દુ:ખ દૂર કરવા માટે ન હતી, પણ શાસનની અપભ્રાજના દૂર કરવા માટે હતી. જો એ દુ:ખ દૂર થાય તો જ અજ્ઞાન લોકોથી થતી શાસનની નિંદા દૂર થાય. એટલે એ આરાધનાનું મુખ્ય ધ્યેય તો શાસનની નિંદા-અ ૫–અપભ્રાજના અટકાવવાનું હતું.
દરરોજ બધા સાધુને વંદન કરવું જોઈએ
આ દષ્ટાંત ઉપરથી ત્રીજો બોધપાઠ એ મળે છે કે સાધુવંદન ઉત્તમ ધર્મ છે. તેનાથી મહાન કર્મનિર્જરા થાય છે. શ્રાવકે સાધુનો યોગ હોય તો દરરોજ સાધુવંદન કરવું જોઈએ. જેમ શ્રાવકથી જિનદર્શન-પૂજન વિના મોઢામાં પાણી પણ ન નંખાય, તેમ સાધુવંદન વિના મોઢામાં પાણી પણ ન નખાય. આથી જ શ્રાવક જ્યાં જિનમંદિર ન હોય અને સાધુનો યોગ ન મળે તેવા સ્થાનમાં રહેવાનું પસંદ ન કરે. હવે તમે તમારા માટે વિચારો કે સાધુઓનો યોગ હોય તો વંદન કર્યા વિના મોઢામાં પાણી ન નાખવું એવો નિર્ણય છે ? કદાચ આટલું ન બની શકે તો આખા દિવસમાં