________________
નવમું વંદન દ્વારા
(102)
શ્રાદ્ધદિનકૃત્ય પણ દ્રવ્ય છે કે નહિ? ગાયો ચરાવનાર નોકરે કહ્યું: ગુરુદેવ! મારી પાસે માત્ર પચીસ કોડી જ છે. ગુરુમહારાજ બોલ્યા:સ્વશક્તિને ગોપવ્યા વિના શુદ્ધભાવપૂર્વકથોડા પણ દ્રવ્યથી કરેલી પૂજાથી બહુલાભથાય. આ સાંભળીને તેને આનંદ થયો. પછી ત્યાંથી ઉઠીને પચીસ કોડીનાં પુષ્પો લઈને ઉલ્લાસથી જિનપૂજા કરી. જ્યારે બીજો નોકર ત્યાં જ ગુરુ મહારાજ પાસે બેસી રહ્યો. તેનું મન દ્રવ્યના અભાવે સ્વદ્રવ્યથી પૂજા ન થવાથી ઉદ્વિગ્ન હતું. તેટલામાં એક માણસને ગુરુમહારાજ પાસે પચ્ચખાણ લેતો જોયો. નોકરે ગુરુમહારાજને પૂછ્યું: ગુરુદેવ! આ માણસે શું કર્યું? ગુરુએ કહ્યું: ભદ્ર ! તેણે તપનું પચ્ચખાણ લીધું છે. આમ કહીને તેમણે તપની સમજણ આપીને તપનો મહિમા બતાવ્યો. પૈસા નથી તો પૈસા વિના પણ થઇ શકે એવો આ ઉત્તમ ધર્મ છે, એમ વિચારીને તે નોકરે ઉપવાસ ક્ય. પછી ધર્મકરવા સંબંધી હર્ષ અનુભવતા તે બંને નોકર શેઠની સાથે ઘરે ગયા. ભોજનના સમયે બંનેને તેમનાં ભાણાં મળી ગયાં.
ઘરકામ કરનારે ઉપવાસ કર્યો હતો, છતાં તેનું ભાણું પીરસાયું. એણે વિચાર કર્યો કે આ ભોજન મારા કામના બદલામાં મળે છે, એટલે આ ભોજન મારા હક્કનું છે. આ ભોજન મારી કમાણી છે. આથી મારા પુણ્યયોગે જો કોઇ મુનિરાજ અત્યારે અહીં આવી જાય તો હું તેમને મારું આ ભોજન વહોરાવી દઉં. એવામાં મુનિરાજનું આગમન થયું. તેને ખૂબ હર્ષથયો. તે વિચારવા લાગ્યોકે ઉત્તમ મુનિનો યોગ અને સ્વદ્રવ્ય એ બેનો યોગ મારા માટે દુર્લભ છે, છતાં આજે યોગ થવાથી જરૂર હું ભાગ્યશાળી છું. તેણે પોતાના ભાણાનું સઘળું ભોજન મુનિરાજને વહોરાવી દીધું.
શેઠને આ જોઈને આનંદ થયો. શેઠે તેના ભાણામાં બીજું ભોજન પીરસાવવા માંડ્યું. કેમકે શેઠને નોકરના ઉપવાસની ખબર નહતી. ગાય-પાલકનોકર સાથે જિનમંદિરમાં ગયા ત્યારે પાછળથી આણે ઉપવાસનું પચ્ચશ્માણ લીધું હતું. પછી તેણે એ વાત શેઠને કે કોઇનેય કરી નહિ. શેઠે ફરીથી ભોજન પીરસવાનું કહ્યું ત્યારે આપણે ના પાડી અને કહ્યુંઆજે મારે ઉપવાસ છે. શેઠે કહ્યું: તો પછી પહેલાં ભોજન શા માટે લીધું હતું ? આમ પૂછવાનું કારણ એ છે કે મુનિરાજને વહોરાવી દીધું એટલા માટે તો ઉપવાસ કરવા ઇચ્છતો નથી ને ? નોકરે કહ્યું: મારા હક્કના ભોજનથી સુપાત્રદાનનો લાભ લેવો હતો. શેઠ અધિક પ્રસન્ન થયા. હવે આ બંને નોકરો સાધર્મિક થવાથી શેઠ અધિક વાત્સલ્ય કરવા લાગ્યા.
સ્વદ્રવ્યોથી પૂજા કરવામાં બે કારણો છે. (૧) ભગવાનની પૂજા દ્રવ્યની મૂછ ઉતારવા કરવાની છે. પારકાના દ્રવ્યથી પૂજા કરવામાં આ હેતુ સિદ્ધ થતો નથી. (૨) સ્વદ્રવ્યથી થતી પૂજા ઉચ્ચભાવનું કારણ છે. પોતાના દ્રવ્યથી પૂજા કરવામાં જે ભાવ આવે તે ભાવ પારકા દ્રવ્યથી પૂજા કરવામાં પ્રાય: ન આવે. પારકા દ્રવ્યથી પૂજા કરવી એ મફતની પૂજા કહેવાય. મફતની પૂજાથી પ્રાય: ઉચ્ચભાવ ન આવે. કુમારપાળ મહારાજા પાંચ કોડિનાં ફૂલોથી પૂજા કરીને અઢાર દેશનું રાજ્ય પામ્યા. એ પ્રભાવ શેનો? જો કેવળ પાંચ કોડિના ફૂલની પૂજાથી અઢાર દેશનું રાજ્ય મળી જાય તો જગતમાં પાંચ કોડિથી પણ અધિક મૂલ્યથી પુષ્પપૂજા કરનારા ઘણા હોય છે. આથી તે બધાને રાજ્ય મળવું જોઇએ.
એટલે આની પાછળ મુખ્ય કારણ શું છે તે વિચારવું જોઇએ. કુમારપાળ મહારાજા પૂર્વ ભવે એક શેઠના નોકર હતા. શેઠે શ્રી મહાવારીસ્વામીનું મંદિર કરાવ્યું હતું. પર્યુષણ પર્વમાં શેઠ પોતાના કુટુંબના માણસો સહિત
છે જે જીવો સ્વદ્રવ્યથી જિનપૂજા કરવી જોઇએ એમ સમજે છે અને શક્તિસંપન્ન પણ છે, છતાં લોભવૃત્તિથી પરદ્રવ્યથી પૂજા કરનારની
અપેક્ષાએ અહીં મફતની પૂજા’ સમજવી.