________________
દશમું પ્રત્યાખ્યાન-બારમું યતિપૃચ્છા દ્વાર (174)
શ્રાદ્ધદિનકૃત્ય (૧૦) પ્રત્યાખ્યાન દ્વાર. (૧૨) યતિપૃચ્છા દ્વાર પāવવાળ તુ કvi, (દા.૨૦) પુછણ (દા.૨૨)
લે વું कायव्वं च मणे काउं तओ, अण्णं करे इमं ॥८४॥ હવે દશમું, બારમું અને તેરમું એ ત્રણ દ્વારોને કહેવાની ઈચ્છાથી સૂત્રકાર કહે છે
ગાથાર્થ– ઘર વગેરે સ્થળે સ્વયં લીધેલું નવકારસી વગેરે પચ્ચશ્માણ ફરી ગુરુ સાક્ષીએ = ગુરુની પાસે કરવું.
અહીં બારમા યતિપૃચ્છા અને તેરમા ઉચિત કરણીય એ બે દ્વારમાં ઓછું કહેવાનું હોવાથી અગિયારમાં શ્રવણદ્વારને છોડીને બારમા અને તેરમા દ્વારને કહે છે–
ગુરુની પાસે પચ્ચખાણ લીધા પછી સાધુઓના ધર્મમાં (=સંયમમાં) કોઇ બાધા છે કે નહીં? શરીરે કોઇ બાધા છે કે નહિ? ઇત્યાદિ બધી વિગત પૂછે. આ રીતે પૂછવું એ મહાનિર્જરાનું કારણ છે. કહ્યું છે કે – “ગુરુની સામે જવાથી, વઇન-નમસ્કાર કરવાથી, સુખસાતા પૂછવાથી કે જરૂરિયાત વગેરે સંબંધી પૂછવાથી લાંબાકાળથી પણ બાંધેલાં ક્ષણવારમાં ખપી જાય છે.”
આ રીતે પૂછયા પછી સાધુને માંદગી આદિના કારણે ઔષધ વગેરે જેની જરૂર હોય તે મનમાં બરોબર ધ્યાનમાં રાખીને એટલેકે સાધુઓ ઘરે પધારશે ત્યારે આ ઔષધ વગેરે આપીશ ઇત્યાદિ બરોબર ધ્યાનમાં રાખીને પછી પોતાની શક્તિ મુજબતે પ્રમાણે બરોબર કાર્યકરે. ત્યાર બાદ હવે જે કહેવાશે તે બીજું કરે.
સાધુભક્તિ સંબંધી વિવેચન
શ્રમણોપાસક શબ્દનો અર્થ શાસ્ત્રમાં શ્રાવકોને શ્રમણોપાસક કહ્યા છે. શ્રમણોપાસક એટલે ભક્તિથી સાધુ-સાધ્વીઓની સેવા કરનાર એટલે જેને ભક્તિથી સાધુસેવા કરવાની ભાવના નથી તે પરમાર્થથી શ્રમણોપાસક નથી. ચર્તુવિધસંઘમાં શ્રાવકશ્રાવિકાને પણ સ્થાન છે. પણ કેવા શ્રાવક-શ્રાવિકાને ચર્તુવિધસંઘમાં સ્થાન છે તે સમજવાની જરૂર છે. સાધુની ભક્તિથી સેવા કરવા દ્વારા સાધુપણું પામવાની ઈચ્છાવાળા શ્રાવક-શ્રાવિકાને ચતુર્વિધ સંઘમાં સ્થાન છે. જેને કોઈ સંસ્થામાં દાખલ થવું હોય તેને તે સંસ્થાએ નક્કી કરેલી ફી ભરવી પડે છે. એ વિના સંસ્થામાં દાખલન થઈ શકે. તેમ અહીં જૈનશાસનરૂપી સંસ્થામાં દાખલ થવા માટે ગૃહસ્થોએ સાધુસેવારૂપફી ભરવી જોઈએ. આથી જેને સાધુસેવા કરવાની ભાવના જ નથી તેને જૈનશાસનમાં સ્થાન નથી. સાધુસેવા પણ વેઠ ઉતારવાની જેમ કરવાની નથી, કિંતુ આદર-બહુમાનથી કરવાની છે.
સાધુને કામ વગેરે માટે પૂછવાથી પણ ઘણો લાભ શ્રાવકે દરરોજ સાધુ-સાધ્વીની સંભાળ રાખવી જોઈએ, અને તેમની દરેક જરૂરિયાતને પૂરી પાડવી જોઈએ. ઈચ્છકાર સૂત્રનો શો ભાવ છે? સાધુ આગળ માત્ર ઈચ્છકાર સૂત્ર બોલી જાય, પણ સાધુની જરૂરિયાત માટે કશું કરે નહિ તો એ પાઠ બોલવાનો શો અર્થ? શ્રાવક માટે દરરોજનો એ વિધિ છે કે-વ્યાખ્યાન સાંભળ્યા પછી કોઈ કામ છે ? ઔષધ વગેરેની જરૂર છે? કોઈ તકલીફ નથી ને?” વગેરે ગુરુને પૂછવું. આ રીતે ભાવથી ગુરુને પૂછવા માત્રથી પૂર્વે (૨૮૪મી ગાથાના ભાવાનુવાદમાં) કહ્યું તેમ ઘણાં કર્મોની નિર્જરા થાય.