________________
શ્રાદ્ધદિનકૃત્ય
(173)
ગુરુવંદનથી થતા લાભો બેસે, વાતો કરે વગેરે થાય. પણ જો પરિચય જ ન કરે તો આનબને. શાસ્ત્રમાં સાધુઓને દિસંવિંન ની એમ કહીને પુરુષનો પણ નકામો પરિચય કરવાનો નિષેધ કર્યો છે. તો પછી સ્ત્રીનો પરિચય કેવી રીતે કરી શકાય? અર્થાત્ ન કરી શકાય. (અહીં ગુરુવંદન અધિકાર પૂર્ણ થયો.)
अह धम्मदेसणत्थं च, तत्थ सूरी समागओ । पुव्वं पच्छाव दायव्वं, विहिणा वंदणं जओ ॥८०॥
દશમા દ્વારમાં ગુરુની પાસે પ્રત્યાખ્યાન કરે એવું વિધાન છે. આલોચના, ક્ષમાપના અને પ્રત્યાખ્યાન વંદનપૂર્વક કરવાનાં હોય છે. આથી પહેલાં ગુરુવંદનનો વિધિ કહેવો, અને ગુરુવંદનના સૂત્રોનું વ્યાખ્યાન કરવું. ગ્રંથકાર પ્રસ્તુત વિષયને કહે છે –
હવે જો આચાર્ય ત્યાં ધર્મદિશના કરવા માટે કે સ્નાત્ર આદિને જોવા આવ્યા હોય તો ધર્મદશનાની પહેલાં કે પછી પૂર્વોક્ત (=ઉલ્મી ગાથા પૂર્ણ થયા પછી ગુરુવંદનના અધિકારમાં કહેલ) વિધિથી આચાર્યને દ્વાદશાવર્ત વંદન કરે. કારણ કે હવે કહેવાશે તે પ્રમાણે ગુરુવંદનથી ઘણા લાભો થાય છે. (૮૦)
नीयागोयं खवे कम्म, उच्चागोयं निबंधए । सिढिलं कम्मगंठिं तु, वंदणेणं नरो करे ॥८१॥ ગુરુવંદનથી થતા લાભને જ કહે છે –
મનુષ્ય ગુરુવંદનથી પૂર્વે બાંધેલ નીચગોત્ર નામકર્મને ખપાવે છે, ઉચ્ચગોત્ર નામકર્મને અતિશય બાંધે છે. જ્ઞાનાવરણીય વગેરે કર્મરૂપ ગાંઠને શિથિલ = ઢીલી કરે છે. (૮૧).
तित्थयरत्तं संमत्त-खाइयं सत्तमीइ तइयाए । आउं वंदणएणं, बद्धं च दसारसीहेण ॥८२॥ ગુરુવંદનના ફળને દષ્ટાંતથી કહે છે –
શ્રીકૃષ્ણ ગુરુવંદનથી તીર્થકર નામકર્મ બાંધ્યું, સાયિક સમ્યક્તપ્રાપ્ત કર્યું, પૂર્વે બંધાયેલા સાતમી નરકના આયુષ્યને ત્રીજી નરકનું કર્યું. (૮૨)
विणओवयार १ माणस्स भंजणा २ पूयणा गुरुजणस्स ३ । तित्थयराण य आणा ४, सुयधम्माराहणा ५ किरिया ६ ॥८३॥ ગુરુવંદનના પૂર્વે કહેલા છ ગુણોને કહે છે –
ગુરુવંદનથી (૧) વિનયરૂપ ભક્તિ થાય છે, (૨) માનનો નાશ થાય છે, (૩) ગુરુજનની પૂજા થાય, (૪) તીર્થકરની આજ્ઞાનું પાલન થાય, (૫) શ્રતધર્મની આરાધના થાય, (૬) સર્વ ક્રિયાઓનો અભાવ થવાથી જલદી મોક્ષ થાય. (૮૩)
જે પૂર્વે સાધુઓ ગામ-નગરની બહાર યક્ષ આદિના મંદિરમાં, ઉદ્યાનમાં કે ગામ-નગરની અંદર ગૃહસ્થના મકાનમાં નિવાસ કરતા હતા. જિનમંદિરની પાસેના સ્થાનમાં ધર્મદેશના આપતા હતા અને દર્શનાદિ માટે જિનમંદિરમાં આવતા હતા. આથી અહીં “ધર્મદેશના કરવા માટે સ્નાત્ર આદિને જોવા માટે આચાર્ય પધાર્યા હોય” ઇત્યાદિ કહ્યું છે.