________________
ગુરુવંદન અધિકાર
(172)
શ્રાદ્ધદિનકૃત્ય અવગ્રહ પુરુષ કરતાં વધારે જણાવ્યો છે. ગુરુની રજા વિના પ્રવેશનકરી શકાય તેટલી ગુરુની ચારે બાજુની ભૂમિને અવગ્રહ કહેવામાં આવે છે. પુરુષને આશ્રયીને ગુરુનો અવગ્રહ ૩ હાથ છે. અને સ્ત્રીઓને આશ્રયીને ગુનો અવગ્રહ ૧૩ હાથ છે. આ અવગ્રમાં ગુરુની રજા વિના ન જઈ શકાય. આ અવગ્રહથી મર્યાદાનું પાલન વગેરે અનેક લાભો થાય છે. પુરુષોએ ગુરુથી યા હાથ દૂર રહેવું જોઈએ. જો વા હાથથી નજીક જવું હોય તો ગુરુની રજા લેવી જોઈએ. સ્ત્રીઓએ ગુરથી ૧૩ હાથ દૂર રહેવું જોઈએ. ૧૩ હાથથી નજીક જવું હોય તો ગુરુની રજા લેવી જોઈએ. આનાથી એ સિદ્ધ થાય છે કે ખાસ કારણ વિના સ્ત્રીઓથી સાધુઓની બહુ નજીક ન અવાય. એટલે સ્ત્રીઓએ સાધુઓને દૂર રહી વંદન કરવું જોઈએ. આ મર્યાદાનો ભંગ થાય તો નુકશાનની સંભાવના રહે. આ મર્યાદાના ભંગે તો એક ઉત્તમ આત્માની જીવનપર્યતની સાધનાને ખતમ કરી નાખી. બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વભવનો એક પ્રસંગ છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી પૂર્વભવમાં સંભૂતિ નામના મુનિ છે. ચિત્ર અને સંભૂતિ નામના બે બંધુઓએ સાથે દીક્ષા લીધી. ઘણા કાળ સુધી સંયમનું પાલન કર્યા પછી બંનેએ અનશન કર્યું. એકવાર સનસ્કુમાર ચક્રી પોતાના સ્ત્રીરત્ન સુનંદા આદિ પરિવાર સહિત આ તપસ્વી મુનિઓને વંદન કરવા આવ્યો. સુનંદાએ મુનિઓની નજીક જઈને વંદન કર્યું. વંદન કરતાં સંભૂતિ મુનિને સુનંદાના કેશના ચોટલાનો સ્પર્શ થયો. અત્યંત સુકોમળ કેશનો સ્પર્શ થતાં જ મુનિ રોમાંચિત બની ગયા. એ સ્પર્શે એમના અંતરને હલબલાવી નાખ્યું. મુનિ મોહના ઝપાટામાં આવી ગયા. આથી સનમાર ચકીના ગયા પછી તેમણે નિયાણું કર્યું કે “જે મારા આ દુષ્કર તપનું ફળ હોય તો હું ભાવિ જન્મમાં આવા સ્ત્રીરત્નનો પતિ થાઉં.” ચિત્ર મુનિએ આવુંનિયાણું છોડી દેવા ઘણું સમજાવ્યું. પણ સંભૂતિ મુનિએનિયાણું છોડ્યું નહિ. આ નિયાણાથી સંભૂતિ મુનિએ બધી સાધનાનું લીલામ કરી નાખ્યું. નિયાણું એટલે સાધનાનું લીલામ.
સુનંદાનાશનો સ્પર્શન થયો હોત તો આમનબનત. જો રાણીએ મર્યાદાનું પાલન કરવા દૂરથી વંદન કર્યું હોત તો આ ન બનત. માટે સ્ત્રીઓએ સાધુને દૂરથી વંદન કરવું જોઈએ.
સાધુઓ પાસે સ્ત્રીઓએ પાળવાની કેટલીક મર્યાદાઓ સ્ત્રીઓએ સાધુ આગળ આ સિવાય બીજી પણ કેટલીક મર્યાદાઓનું પાલન કરવું જોઈએ. જેમ કે –
(૧) વ્યાખ્યાનના સમય સિવાય સ્ત્રીઓએ સાધુ પાસે ન જવું જોઈએ. આથી જ સુવિશુદ્ધસંયમી અને સિદ્ધાંતમહોદધિ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પોતાના સમુદાયના સાધુઓ માટે વ્યાખ્યાનના સમય સિવાય સ્ત્રીઓ સાધુ પાસે ન આવે એ માટે પ્રયત્ન કર્યો હતો. કદાચ વ્યાખ્યાનના સમય સિવાય સાધુ પાસે જવું પડે તો પણ અકાળે તો ન જ જવું જોઈએ. સવારના સૂર્યોદય પહેલાં, બપોરે બારથી ચાર વાગ્યા સુધી, સાંજના સૂર્યાસ્ત બાદ, આ સમય સામાન્યથી અકાળ છે.
(૨) સ્ત્રીઓએ સાધુઓ પાસે વધારે સમય ન બેસવું જોઈએ. કંઈ પૂછવું હોયકે કહેવું હોય તો જેમ બને તેમ જલદી પતાવવું જોઈએ. બિનજરૂરી વાતો સાધુ પાસે જરાય ન કરવી જોઈએ. સાધુ પાસે બિનજરૂરી વધારે સમય બેસી રહે અને વિવિધ વાતો કરે એવું આજે વધતું જણાય છે. એનાથી સાધુઓને ઘણું નુકશાન થઈ રહ્યું છે. ક્યારેક ગૃહસ્થો પણ આવું જોઈને સાધુ પ્રત્યે અરુચિવાળા બની જાય છે.
(૩) રસ્તામાં સાધુ સાથે વાત ન કરવી જોઈએ, કંઈ પૂછવું ન જોઈએ, પચ્ચખાણ પણ ન લેવું જોઈએ. સાધુઓએ પણ આની પૂર્ણ કાળજી રાખવી જોઈએ.
(૪) સાધુ પાસે એક્લી સ્ત્રીએ જવું ન જોઈએ. (૫) સાધુઓએ સ્ત્રીનો પરિચયન કરવો જોઈએ. સાધુઓ સ્ત્રીનો પરિચય કરે તો સ્ત્રી તેમની પાસે આવે,