________________ શ્રાદ્ધદિનકૃત્ય (245) પંદરમું ભોજન દ્વાર એક્વાર પુષ્પકરંડકનામના ઉદ્યાનમાં શ્રી વીર ભગવાન સમવસર્યા. સેવકે રાજાનેવધામણી આપી. રાજાએ વધામણી આપનારને સાડાબાર લાખ સોનામહોરનું દાન આપ્યું. પછી રાજા રથ ઉપર બેસીને વંદન કરવા માટે ગયો. સુબાહુકુમાર પણ રથ ઉપર બેસીને વંદન કરવા માટે ગયો. સુબાહુએ ઉપદેશથી પ્રતિબોધ પામીને શ્રાવકધર્મનો સ્વીકારર્યો. શ્રી ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું: સુંદર દેખાવડો આ સુબાહુ ક્યાકર્મથી સર્વલોકને પ્રિય બન્યો છે? ભગવાને કહ્યું: પૂર્વભવમાં હસ્તિનાપુર નગરમાં સૂક્ષ્મ નામનો ધનાઢય વણિક હતો. એકવાર સુદત્ત નામના તપસ્વી મુનિ માસખમણના પારણે સૂક્ષ્મ વણિકના ઘરે ગયા. મુનિને જોઈને અત્યંત હર્ષ પામેલા સૂક્ષ્મ વણિકે વિચાર્યું. આ તપસ્વી માસખમણના પારણે મારા ઘરે પધાર્યા. એથી હું માનું છું કે મને ચિંતામણિરત્ન, કામધેનુ અને કલ્પવૃક્ષની પ્રાપ્તિ થઈ છે. સાત-આઠ પગલા મુનિની સામે ગયો. વંદન વગેરે કરીને અંજલિ જોડીને મુનિને વિનંતી કરી કે હે નાથ! આહાર ગ્રહણ કરીને મારા ઉપર અનુગ્રહ કરો. તમારી કૃપાથી હું પણ જલદી ભવસાગરને તરી જઈશ. મુનિએ વહોરવા માટે પાત્ર ધર્યું એટલે હર્ષનાકારણે સૂક્ષ્મશેઠની રોમરાજી વિકસ્વર બની ગઈ. આંખોમાં ચમક આવી. મુખ વિકસિત બન્યું. આ રીતે પરમભક્તિથી યુક્ત બનીને સૂક્ષ્મ શેઠે મુનિને વહોરાવ્યું. મુનિને વહોરાવીને પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યો. આ રીતે અતિશય હર્ષથી કરેલા સુપાત્રદાનથી તેણે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કર્યો. જિનધર્મને સુલભ બનાવ્યો. મનુષ્ય આયુષ્યનો બંધ કર્યો. સંસારને પરિમિત ર્યો. તે વખતે ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયા. તે આ પ્રમાણે–૧. દેવોએ દુંદુભિનો નાદ કર્યો. 2-3-4. વસ્ત્રોની, સુવર્ણની અને પંચવર્ણા પુષ્પોની વૃષ્ટિ કરી. 5. આકાશમાં અહો સુદાન અહો સુદાન એવી ઘોષણા કરી. તે વખતે ત્યાં રાજા વગેરે ઘણા લોકો ભેગા થયા અને સૂક્ષ્મશેઠની પ્રશંસા કરી. તે ઘણા કાળ સુધી ભોગો ભોગવીને સમાધિથી મરીને આ સૌભાગ્યાદિ ગુણોથી યુક્ત સુબાહુકુમાર થયો છે. પછી ગૌતમસ્વામીએ પૂછ્યું: હે ભગવંત ! આ ચારિત્ર લેશે? ભગવાને કહ્યું: હા, ચારિત્ર લેશે. હવે એક્વાર પૌષધવ્રતમાં અઠ્ઠમતપ પૂર્ણ થતાં મધ્યરાત્રિએ સુબાહુએ વિચાર્યું: જ્યાં ભગવાન વિચરે છે તે ગામ, નગર અને રાજા વગેરે ધન્ય છે. જો ભગવાન અહીં પધારે તો હું તેમની પાસે ચારિત્ર લઉં. તેના આવા ભાવને જાણીને ભગવાન મહાવીરસ્વામી સુબાહુને બોધ પમાડવા માટે ત્યાં પધાર્યા. સુબાહુકુમારે ભગવાનની વાણી સાંભળીને ભગવાનને કહ્યું: હે ભગવંત! હું માતા-પિતાને કહીને આપની પાસે વ્રત લઈશ. પછી સુબાહુએ માતા-પિતાની પાસે દીક્ષાની વાત કરી એટલે માતા-પિતાએ બહુ વિલાપ કર્યો. અને અમારા મૃત્યુ પછી દીક્ષા લેજે એમ કહ્યું. સુબાહુએ કહ્યું: સંસાર અનિત્ય છે. મૃત્ય, બાળ, વૃદ્ધ, યુવાન, નિર્ધન કે ધનવાન કોઈને ય છોડતું નથી. હું તમારા મૃત્યુ પછી મરીશકે પૂર્વે મરીશ તે જાણતો નથી. આ શરીર વિવિધ આધિ અને વ્યાધિઓનું ઘર છે. જીર્ણ થયેલા ઘરની જેમ નાશવંત છે. માટીના વાસણની જેમ દુર્બલ આ શરીર પહેલાં કે પછી અવશ્ય છોડવાનું છે. સ્ત્રીઓ અને ભોગો પહેલાં કે પછી અવશ્ય છોડવાના જ છે. તો પછી હું એ બધું હમણાં જ છોડી દઉં એ જ હિતકર છે. આ પ્રમાણે યુક્તિઓથી માતા-પિતાને સમજાવીને દીક્ષાની રજા મેળવી. છેલ્લે માતા-પિતાએ કહ્યું: તું એક દિવસ રાજ્યને ભોગવ. સુબાહુએ એ માન્ય કર્યું. આથી તેનો રાજ્યાભિષેક કર્યો. પછી તને હું શું આપું? એમ પિતાએ પૂછ્યું: સુબાહુએ કહ્યું: મને રજોહરણ અને પાત્ર આપો. આથી રાજાએ કુત્રિકાપણમાંથી બે લાખ આપીને તે બંને મંગાવ્યા. પછી સુગંધી પાણીથી સ્નાન કરાવ્યું વગેરે વિધિ કરી. જેમાં સો થાંભલા અને પૂતળીઓ હોય, તથા હજાર પુરુષોથી ઉપાડી શકાય તેવી શિબિકામાં બેઠો. તેની આગળના ભાગમાં 108 અધો, હાથીઓ અને રથ વગેરેનો વિસ્તાર હતો. આ રીતે તેણે શ્રીવીરની પાસે જઈને દીક્ષા લીધી. ત્યારબાદ સુબાહુએ છ8-અટ્ટમ વગેરે વિવિધ તપો કર્યા. અગિયાર અંગના જ્ઞાતા બન્યા. મૃત્યુ પામીને સૌધર્મદિવલોમાં ઉત્પન્ન થયો. ત્યાર બાદ