________________
ધરણંદ્ર-પદ્માવતી સંપૂજિતાય ૩ હીં શ્રીં
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીર સૂરિભ્યો નમ:
ઓં નમ: સિદ્ધાંત સાર સાગર શ્રી દેવેંદ્રસૂરિ વિરચિત શ્રતધર સ્થવિર મહર્ષિ રચિત અવચૂરિ સહિત
શ્રાદ્ધદિનકૃત્ય વિવેચન સહિત ગુજરાતી ભાવાનુવાદ
वीरं नमिऊण तिलोयभाणु, विसुद्धनाणं सुमहानिहाणं ।। वुच्छामि सड्डाण दिणस्स किच्चं, जिणिंदचंदाण य आगमाओ ॥१॥
ત્રિભુવનભાનુ, વિશુદ્ધજ્ઞાની અને સુમહાનિધાન એવા શ્રી વીરને નમીને જિતેંદ્રચંદ્રોના આગમથી શ્રાદ્ધોના દિનકૃત્યોને કહીશ.
ત્રિભુવનભાનુ- શ્રી વીર ભગવાન અસંખ્ય જિજ્ઞાસુઓના સંશયોને એકી સાથે છેડતા હોવાથી ત્રણ લોકમાં રહેલા ધર્માસ્તિકાય આદિ દ્રવ્યસમૂહને એકી સાથે પ્રકાશિત કરનારા છે. જેવી રીતે ભાનુ (સૂર્ય) પદાર્થોને એકી સાથે પ્રકાશિત કરે છે, તેમ શ્રી વીર ભગવાન વણલોમાં રહેલા સર્વ પદાર્થોને એકીસાથે પ્રકાશિત - કરતા હોવાથી ત્રિભુવનના ભાનુ સમાન છે.
- વિશુદ્ધજ્ઞાની - વિશુદ્ધજ્ઞાની એટલે વિશુદ્ધજ્ઞાનવાળા જે જ્ઞાન અજ્ઞાનથી રહિત હોય તે જ્ઞાન વિશુદ્ધ છે. ભગવાનને સર્વજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવલનામનું જ્ઞાન ઉત્પન્ન થયું હોવાથી ભગવાનનું જ્ઞાન અજ્ઞાનથી રહિત છે = અજ્ઞાનથી મિશ્રિત નથી. માટે શ્રી વીરભગવાન વિશુદ્ધજ્ઞાની છે.
સુમહાનિધાન - જેવી રીતે નિધાન દારિયેનો નાશ કરે અને સંપત્તિને આપે તેમ શ્રી વીર ભવ્યજીવોના કષ્ટથી ભરેલી દુર્ગતિનાદુ:ખરૂપદારિત્ર્યનો ઉચ્છેદ કરે છે. અને સુગતિનું સુખ આપે છે. માટે શ્રી વીર મહાનિધારૂપ છે. અન્ય નિધાનો ક્ષય પામે છે, આ નિધાન અક્ષય હોવાથી મણનિધાન છે. આ નિધાન સર્વનિધાનોથી ચઢિયાતું હોવાથી સુ(=સુંદર) મહા નિધાન છે.
શ્રી મહાવીર સુમાનિધાન છે એ વિષયમાં ગુરુપરંપરાથી આવેલો પ્રસંગ આ પ્રમાણે છે- એક વાર શ્વેતાંબાનગરી તરફ જતા શ્રીવીરને ગોવાળોએ એ રસ્તે જવાની ના કહી. છતાં શ્રીવીર ચંડકૌશિક સર્પને પ્રતિબોધ પમાડવા માટે કનકખલ નામના તાપસીના આશ્રમમાં પધાર્યા. આ ચંડકૌશિક સર્ષ પહેલા ભવમાં દેડકીને મારનાર તપસ્વી હતો, બીજા ભવમાં જ્યોતિષ્ક દેવ હતો, ત્રીજા ભવમાં કનકપલ નામના તાપસાશ્રમના કુલપતિનો પુત્ર