________________
મંગલાચરણા
2)
શ્રાદ્ધદિનકૃત્ય કૌશિક નામનો કુલપતિ હતો, ચોથા ભવમાં દષ્ટિવિષચંડકૌશિક સહિતો. તે ચંડકૌશિક સપને (વનમાંદેવમંદિરમાં કાયોત્સર્ગમાં રહેલા) શ્રી વીરસ્વામીના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી (ભગવાનના ઉપદેશથી પ્રતિબોધ પામીને) અનશન કરીને આઠમા દેવલોકમાં ઉત્પન્ન થયો. આ પ્રમાણે કુગતિરૂપ દારિયનો નાશ કરવાથી અને સુખરૂપ સંપત્તિ કરવાથી શ્રીવીર સુમહાનિધિ છે.
શ્રીવીરને નમીને - નમસ્કારના (૧) દ્રવ્યથી થાય, ભાવથી નહિ, (૨) ભાવથી થાય, દ્રવ્યથી નહિ, (૩) ભાવથી નથાય અને દ્રવ્યથી પણ ન થાય, (૪) દ્રવ્યથી થાય અને ભાવથી પણ થાય, એમ ચાર ભેદ છે. તેમાં પાલક વગેરેનો નમસ્કાર દ્રવ્યથી છે, ભાવથી નથી. અનુત્તર દેવલોકના દેવોનો નમસ્કાર ભાવથી હોય, દ્રવ્યથી ન હોય. (કારણ કે તે દેવો સદા શય્યામાં સૂતાં સૂતાં પદાર્થોનું ચિંતન કરતા હોય છે. આથી મસ્તક નમાવવું વગેરે દ્રવ્ય નમસ્કાર ન કરી શકે.) કપિલા વગેરેનો નમસ્કાર દ્રવ્યથી અને ભાવથી રહિત છે. (કપિલા શ્રેણિક રાજાની દાસી હતી. અતિશય ભારેકર્મી જીવોદ્રવ્યથી પણ નમસ્કાર કરે.) જેનું વચન સુસંવરવાળું છે, અર્થાત્ સાવધથી રહિત છે, અને કાયા સુવ્યાપારવાળી છે, અર્થાત્ વિધિપૂર્વક વંદન કરવાના વ્યાપારવાળી છે, તેવો સમ્યગ્દષ્ટિ જીવ ઉપયોગ પૂર્વક જિન વગેરેને નમસ્કાર કરે ત્યારે દ્રવ્યથી અને ભાવથી નમસ્કાર હોય.
નમીને એટલે વિદનસમૂહની શાંતિ માટે એકાંતિક અને અવ્યભિચારી ભાવમંગલરૂપ ચોથા નમસ્કારથી પ્રણામ કરીને. (ભાવમંગલ એકાંતિક અને અવ્યભિચારી હોય. અવ્યભિચારી એટલે અવશ્ય ફળ = નિષ્ફળ ન થાય તેવું. બીજા મંગલોનિષ્ફળ પણ થાય, જ્યારે ભાવમંગલ ક્યારેય નિષ્ફળ ન થાય. એકાંતિક એટલે અસાધારણ. જેના જેવું બીજું ન હોય તે અસાધારણ કહેવાય. ભાવ મંગલ અવ્યભિચારી છે, અને અવ્યભિચારી છે માટે જ એકાંતિક છે.).
જિનેન્દ્રચંદ્ર - જિન એટલે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાની. ઈન્દ્રએટલે પ્રધાન. જિનોમાં પ્રધાન તે જિનેન્દ્ર. સામાન્ય કેવલી નિર્મલકેવલજ્ઞાનરૂપ પરમેશ્વર્યથી યુક્ત હોવાના કારણે જિનોમાં પ્રધાન છે, માટે જિનેન્દ્ર છે. આથી જિનેન્દ્ર એટલે સામાન્ય કેવલી. શ્રીવીર સામાન્ય કેવલીઓમાં પણ ચંદ્ર જેવા છે. જેમ ચંદ્ર આહાદ ઉત્પન્ન કરે છે તેવી રીતે શ્રીવીર સર્વઅતિશયસંપત્તિથી આહ્માદ ઉત્પન્ન કરે છે. (અહીં તાત્પર્ય એ છે કે સામાન્ય કેવલીઓને અતિશય હોતા નથી, જ્યારે તીર્થકરોને અતિશયો હોય છે.).
જિનેન્દ્રચંદ્રોના આગમથી - જિનેન્દ્રચંદ્રોના આગમથી એટલે જિનેન્દ્રચંદ્રોએ રચેલા આવશ્યક, ઉપાશકદશા વગેરે સિદ્ધાંતોમાંથી ઉદ્ધાર કરીને.
ગાથામાં આવેલા શબ્દનો અર્થ આ પ્રમાણે છે– તીર્થકરોના આગમને અનુસરીને અને બહુશ્રુત એવા અશઠ પુરુષોએ આચરેલી આચરણાને અનુસરીને શ્રાદ્ધોના દિનકૃત્યોને કહીશ.
શ્રાદ્ધોનાદિનકૃત્યોને કહીશ- શ્રાદ્ધ એટલે શ્રાવક, શ્રાવકનું સ્વરૂપ આપ્રમાણે છે- (શ્રાવક શબ્દમાં શ્રા, વ, ક એમ ત્રણ અક્ષરો છે. તેમાં શ્રા એટલે મજબૂત કરે, શેને મજબૂત કરે ? શ્રદ્ધાને મજબૂત કરે. વ એટલે વાવે. શું વાવે? ધનને વાવે. ક એટલે કરે. શું કરે? પુણ્યને કરે. આથી શ્રાવક શબ્દનો અર્થ આ પ્રમાણે થાય-) જિનેન્દ્રના શાસન ઉપર શ્રદ્ધાને મજબૂત કરે છે, પાત્રોમાં સતત ધનને વાવે છે, સુસાધુઓની સેવાથી પુણ્ય કરે છે, આથી પણ તેને ઉત્તમ પુરુષો શ્રાવક કહે છે.”
શ્રાવકનું આ લક્ષણ ઋદ્ધિમાન શ્રાવકને આશ્રયીને કહ્યું છે. શ્રાવકનું સર્વ સાધારણ લક્ષણ આ છે