________________
શ્રાદ્ધદિનકૃત્ય
મંગલાચરણ
‘‘સમ્યગ્દર્શન અને પાંચ અણુવ્રત વગેરેને પામેલો જે દરરોજ સાધુઓની પાસે સાધુ–શ્રાવકની સામાચારીને (=આચારોને) સાંભળે તેને જ તીર્થંકરો અને ગણધરો શ્રાવક કહે છે.’’
3
અહીં બંને પ્રકારના શ્રાવકોનો અધિકાર છે. તે શ્રાવકોનાં અહોરાત્રમાં કરવાનાં ‘‘નવકાર ગણતાં ઉઠવું’’ ઈત્યાદિ કર્તવ્યોને કહીશ.
આ શ્લોકમાં ભગવાનના ચાર અતિશયો જણાવ્યા છે. તે આ પ્રમાણે - વીર પદથી અપાયાપગમ અતિશય, ત્રિતોમાનુ પદથી વચનાતિશય, વિશુદ્ધજ્ઞાન એ પદથી જ્ઞાનાતિશય, મુમહાનિધાન એ પદથી પૂજાતિશય જણાવ્યો છે. (ચાર અતિશયોનો અર્થ ૮મા પેજમાં જણાવવામાં આવશે.)
મંગલ ચતુષ્ટય
(ગ્રંથના પ્રારંભમાં મંગલ, સંબંધ, અભિધેય અને પ્રયોજન એ ચારનો નિર્દેશ કરવો જોઇએ. પ્રસ્તુતમાં એ ચારનો નિર્દેશ આ પ્રમાણે છે– વિઘ્નના વિનાશ માટે ઇષ્ટદેવ નમસ્કારરૂપ ભાવ મંગલ કરવું જોઇએ. શ્રોતાઓ આ ગ્રંથનું વાંચન કરે એ માટે સંબંધ, અભિધેય અને પ્રયોજન એ ત્રણનો નિર્દેશ કરવો જોઈએ.)
મંગલ - ‘‘શ્રીવીરને નમીને’’ એ પદોથી મંગલ કરવામાં આવ્યું છે.
અભિધેય - ‘‘શ્રાદ્ધોનાં દિનકૃત્યોને કહીશ’' આ ક્શનથી અભિધેય (=આ ગ્રંથમાં શું કહેવાનું છે તે) જણાવ્યું છે.
=
સંબંધ - અહીં ઉપાય-ઉપેયરૂપ સંબંધ છે. તે આ પ્રમાણે– પ્રસ્તુત આ શાસ્ત્ર જ ઉપાય છે – સાધન છે. તેના અર્થનું વિશિષ્ટજ્ઞાન એ ઉપેય = સાધ્ય છે.
પ્રયોજન - વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા પુરુષોની પ્રવૃત્તિના સામર્થ્યથી પ્રયોજન જાણી શકાય છે, અર્થાત્ વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા પુરુષો જે કારણથી જેમાં પ્રવૃત્તિ કરે તે કારણ તેનું પ્રયોજન છે, એમ સમજી શકાય છે. પ્રસ્તુતમાં કર્તાનું અનંતર અને પરંપર તથા શ્રોતાનું અનંતર અને પરંપર એમ ચારે પ્રકારનું પ્રયોજન કહેવું. તે આ પ્રમાણે જીવો ઉપર અનુગ્રહ કરવો એ કર્તાનું અનંતર પ્રયોજન, મોક્ષની પ્રાપ્તિ એ કર્તાનું પરંપર પ્રયોજન છે. કહ્યું છે કે– ‘“જે દુ:ખોથી તપેલા જીવો ઉપર સર્વજ્ઞે કહેલા ઉપદેશ વડે ઉપકાર કરે છે તે જલદી મોક્ષે જાય છે.’’
પોતાનાં કર્તવ્યોનો બોધ એ શ્રોતાનું અનંતર પ્રયોજન છે, અને મોક્ષપ્રાપ્તિ એ શ્રોતાનું પરંપર પ્રયોજન છે. વાચક મુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે કે- ‘‘શ્રાવક વિધિથી મૃત્યુ પામીને સૌધર્મ આદિ ઇન્દ્ર, સામાનિકદેવ કે અન્ય કોઈ વિશિષ્ટ દેવ બને છે. ત્યાં પોતાના સ્થાનને અનુરૂપ સુખનો અનુભવ કરીને દેવ સ્થિતિનો ક્ષય થતાં મનુષ્યલોકમાં જન્મે છે. ત્યાં પુનઃ દુર્લભ એવી સર્વગુણોની સંપત્તિને મેળવીને સકલ કર્મોના કલંકથી મુક્ત બને છે, અને સિદ્ધિને પ્રાપ્ત કરે છે. આવો જીવ વધારેમાં વધારે આઠ ભવોની અંદર નિયમા મોક્ષે જાય છે.’’ (પ્રશમરતિ ગા. ૩૦૭–૩૦૮)
વિવેચન
તીર્થંકરો અતિશયના કારણે અસંખ્ય જિજ્ઞાસુઓના સંશયોને એકી સાથે છેદે છે એ વિષે કેટલાંક દૃષ્ટાંતો આ પ્રમાણે છે –