________________
ત્રેવીસમું વિધિશયન દ્વાર
(384)
શ્રાદ્ધદિનકૃત્ય, (૨૩) વિધિશયન દ્વારા सुमरित्ता भुवणनाहे, गच्छिज्जा चउसरणयं । खामेइ जंतुणो सव्वे, दुक्खे जे के वि ठाविया ॥२९६ ॥ दारं २३॥ ધર્મદશના દ્વાર કહ્યું. હવે ત્રેવીસમા વિધિશયન” દ્વારનું વિવરણ કરતા સૂત્રકાર કહે છે–
[૧] શયન કરવાના સ્થાને જઈને શ્રાવક ચૈત્યવંદન કરે. કહ્યું છે કે – “સાધુઓને અહોરાત્રમાં સાતવાર અને *શ્રાવકોને ત્રણ, પાંચ કે સાતવાર ચૈત્યવંદન કરવાનું હોય છે.' સાધુઓને સાત વાર ચૈત્યવંદન, આ પ્રમાણે છે –
૧. સવારના પ્રતિક્રમણમાં (વિશાલ લોચન). ૨. જિનમંદિરમાં. ૩. ભોજન કર્યા પહેલાં (પચ્ચશ્માણ પારવામાં). ૪. સંવરણમાં = ભોજન પછી. ૫. સાંજના પ્રતિક્રમણમાં (નમોડસ્તુ વર્ધમાનાય). ૬. સૂતાં પહેલાં પોરિસિમાં (ચક્કસાય).
૭. જાગ્યા પછી (જગચિંતામણીથી જયવીયરાય સુધી) એમ સાતવાર સાધુઓને ચૈત્યવંદન કરવાનું હોય છે.
[૨] પછી ચાર શરણનો સ્વીકાર કરે. તે આ પ્રમાણે –
(૧) જેઓનો રાગ-દ્વેષાદિ દુર્ગુણો(દોષો)નો સમૂહનાશ પામ્યો છે, જે સર્વજ્ઞો છે, તેમજ ત્રણેયજગતના જીવોથી જે પૂજાયેલા છે, તથા યથાસ્થિત વસ્તુતત્ત્વને જણાવનારા છે, વળી જેઓ શરણ કરવા યોગ્ય છે, તે શ્રી અરિહંતોનું મને શરણ થાઓ.
(૨) ધ્યાનરૂપી અગ્નિથી જેઓએ કર્મોને મૂળથી બાળી નાખ્યાં છે, જેઓ સર્વજ્ઞ અને સર્વદર્શી છે અને જેઓ અનંતસુખ તથા અનંતબળ (વીર્ય)થી શોભે છે, તે શ્રી સિદ્ધભગવંતોનું મને શરણ થાઓ.
(૩) જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ રત્નોથી યુક્ત, સ્વ-પરના તારક અને જગભૂજ્ય એવા શ્રી સાધુભગવંતોનું મને શરણ થાઓ.
(૪) સંસારનાં દુઃખોનો નાશ કરનાર અને મોક્ષસુખને પ્રગટ કરનાર એવા શ્રી જિનેશ્વરોએ કહેલા ધર્મનું મને હંમેશાને માટે શરણ થાઓ.
[3] પછી જે કોઈ જીવોને શારીરિક – માનસિક દુઃખમાં મૂક્યા હોય = જોડ્યા હોય તે એકેન્દ્રિયબેઇંદ્રિય–તેઇંદ્રિય-ચઉરિંદ્રિય-પંચેદ્રિયરૂપ સર્વ જીવોને ખમાવે. (૨૯૬) * શ્રાવકોના ચૈત્યવંદનની સંખ્યા આ પ્રમાણે છે – બે વાર પ્રતિમણમાં (વિશાલ લોચન + નમોડસ્તુ વર્ધમાનાય) બે, નિદ્રા પહેલાં (સંથારા પોરિસિમાં ચક્કસાયનું) એક, જાગ્યા પછી (જગચિંતામણિનું) એક, જિનપૂજાના ત્રણ એમ સાત થાય. એક વખત સાંજનું પ્રતિક્રમણ ન કરે અને નિદ્રા પહેલાંનું ચૈત્યવંદન ન કરે તેને (સવારના પ્રતિક્રમણમાં વિશાલલોચન અને જગચિંતામણિ એ બે ચૈત્યવંદન થવાથી) પાંચ, અથવા બે પ્રતિક્રમણ ન કરે અને નિદ્રા પહેલાં અને જાગ્યા પછી ચૈત્યવંદન કરે તો પાંચ, કેવળ જિનપૂજાના ત્રણ ચૈત્યવંદન કરે તેને ત્રણ થાય.