________________
પંદરમું ભોજન દ્વાર
(276)
શ્રાદ્ધદિનકૃત્યા ઉદરમાં ઉત્પન્ન થયો. પછી ઉત્પલાએ રાણીને કહ્યું: નવકારના પ્રભાવથી તમને સુંદર પુત્ર થશે. રાણીએ ઉત્પલાને કહ્યું: જો મારે સુંદર પુત્ર થશે તો જન્મ થતાં જ તે પુત્ર તને આપીશ. પછી હર્ષ પામીને ઉત્પલમાલા પોતાના ઘરે ગઈ. રાણીને એક દિવસ ચંદ્રપાન કરવાનો દોહલો થયો. શ્રેષ્ઠ બુદ્ધિશાળી પુરુષોએ તેનો તે દોહલો પૂર્ણ કરાવ્યો.
એક્વાર તેને ધર્મશ્રવણની ઈચ્છા થઈ. આથી તેણે વેશ્યાને કહ્યું: હે સખી! તે ગુરુનો મને યોગ કરાવી આપ, જેથી તેમની પાસે જિનોક્ત ધર્મને સાંભળું. વેશ્યાએ કહ્યું: તે ગુરુ અત્યારે બીજે ક્યાંક વિચરે છે. કારણકે આવા ગુરુઓ એક સ્થળે રહેતા નથી. પરંતુ અહીં સુવ્રતા નામના પ્રવર્તિની છે. તેમની પાસે તમે ધર્મ સાંભળો. પછી રાણીએ સુવ્રતા સાધ્વીજીની પાસે ધર્મ સાંભળ્યો. પછી પ્રવર્તિનીનું રૂપ જોઈને વિસ્મય પામેલી તેણે કહ્યું: હે ભગવતી ! ક્યા કારણથી આપે વૈરાગ્ય પામીને આવી દીક્ષા લીધી? સાધ્વીજીએ કહ્યું: સાંભળ. ઈદ્રપુરનગરમાં ઈદ્રસેન નામનો રાજા છે. તેની ગુણવતી નામની રાણી છે. તેમને ઋષભસેન અને ગુણસેન નામના બે પુત્રો છે. તે રાજાએ વૈરાગ્ય પામીને, રાજ્ય ઉપર નાના પુત્રને સ્થાપીને, મોટા પુત્ર ઋષભસેન (અને રાણીની) સાથે દીક્ષા લીધી. કર્મ કરીને તે સર્વકર્મનો ક્ષય કરીને મુક્તિને પામ્યા. તે ઋષભસેન સાધુકમ કરીને આચાર્ય બન્યા. ગુણવતી સાધ્વીજી પ્રવર્તિની બની. તે હું છું.
આ સાંભળીને ચંદ્રમતી પોતાના ઘરે ગઈ. કાળે કરીને તેણે પુત્રરત્નને જન્મ આપ્યો. પિતાએ તેનો દસ દિવસ સુધી જન્મ મહોત્સવ કરાવ્યો. તેનું નવકારચંદ્ર એવું નામ કર્યું. ઉત્પલમાલા વગેરે પાંચ ધાવમાતાઓથી લાલન-પાલન કરાતો તેમે કરીને આઠ વર્ષનો થયો. પછી તેણે કલાચાર્યની પાસે કળાઓનો અભ્યાસ શરૂ કર્યો. ઉદ્યમથી અનેગુરુકૃપાથી થોડા જ સમયમાં સઘળી કળાઓનો અભ્યાસ કરી લીધો. પછી યુવાન થતાં તેના શ્રીમતી નામની કન્યાની સાથે લગ્ન થયાં. તેની સાથે ભોગસુખો ભોગવતાં તેણે ઘણો કાળ પસાર કર્યો.
હવે એકવાર વૈરાગ્યને પામેલી ઉત્પલમાલાએ વિચાર્યું: જગતમાં જિનધર્મનો પ્રભાવ ફુરે છે. કારણ કે નમસ્કારમંત્રની આરાધનાથી ચોર પણ રાજપુત્ર થયો. તો પછી દુ:ખનું ઘર એવાઘરવાસને છોડીને જિનેન્દ્ર કહેલા શ્રેષ્ઠ ધર્મની આરાધના કેમ ન કરવી ? આમ વિચારીને તેણે રાજાને કહ્યું: હે દેવી! હવે હું દીક્ષા લઈશ. રાજાએ તેને પૂછ્યું: તમને વૈરાગ્ય કેવી રીતે થયો? આથી તેણે પૂર્વોક્ત સઘળાવૃત્તાંત કહ્યો. તે સાંભળીને રાજાએ નવકારચંદ્રને રાજ્ય ઉપર સ્થાપીને ઉત્પલમાલા અને રાણીની સાથે ઋષભસેન ગુરુની પાસે દીક્ષા લીધી. તેણે ઘણા કાળ સુધી ઘણા તપ કરીને અંતે અનશનપૂર્વક મૃત્યુ પામીને દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવેલા તે ત્રણેકમે કરીને મોક્ષમાં જશે.
હે મહાનુભાવો! વસતિદાનમાં ઉત્પલમાલાનું ચરિત્ર સાંભળીને સદા સાધુઓને વસતિદાન આપો, જેથી તમે પણ જલદી મોક્ષને પામો. (૧૯૪)
लहंति सुक्खं तु अणुन्नतुलं, आउं सुदीहं अवमच्चुहीणं । सुदंसणा गाढसुगिज्झवक्का, विसाललच्छीइ जुया महप्पा ॥१९५॥
વસતિનું દાન કરનારાઓને દેવલોકમાંથી ચ્યવન થયા પછી જે સુખ મળે છે તે સુખને બતાવવા સૂત્રકાર કહે છે –
વસતિનું દાન કરનાર મહાત્માઓ સ્વર્ગમાંથી ચ્યવીને મનુષ્યભવમાં બીજાઓથી અધિક સુખ, અપમૃત્યુથી રહિત સુદીર્ઘ આયુષ્ય, સુંદરરૂપ, સુસખ્યત્વ અને વિપુલ પ્રમાણમાં લક્ષ્મીને પામે છે. તેઓનું સુઆયનામકર્મ