________________
શ્રાદ્ધદિનકૃત્ય
(319) ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર અશ્રદ્ધાઃ- જિને કહેલા પદાર્થોની શ્રદ્ધા ન કરી હોય તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ. | વિપરીત પ્રરૂપણા - વસ્તુ એકાંતે નિત્ય છે, અથવા એકાંતે અનિત્ય છે, એકાંતે દ્રવ્ય જે વસ્તુ છે અથવા એકાંતે પર્યાયો જ વસ્તુ છે ઈત્યાદિ વિપરીત પ્રરૂપણામાં પ્રતિક્રમણ કરવું જોઈએ. (૨૩૭)
आइन्नं अणवजं च, गीयत्थाणं सुसंमयं । दीसइ अणुओगंमि, तथा वायगभासिए ॥२३८॥ પૂર્વોક્ત અર્થને વિશેષથી સૂત્રકાર જ કહે છે–
નિરવઘ (=પાપરહિત) જે આચરેલું હોય તે ગીતાર્થોને સારી રીતે સંમત હોય છે. તથા અનુયોગ દ્વારમાં અને વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજના વચનમાં શ્રાવકને પ્રતિક્રમણ હોય એ દેખાય છે.
વિવેચન અહીં “નિરવદ્ય જે આચરેલું હોય તે ગીતાર્થોને સારી રીતે સંમત હોય છે એમ કહીને ગ્રંથકાર એમ કહેવા માગે છે કે વ્રતરહિત શ્રાવક પ્રતિમણ કરે તે નિરવદ્ય આચરણા છે. આથી તે ગીતાર્થોને સંમત છે. ગીતાર્થો તેનો નિષેધનકરે. પૂર્વના ગીતાર્થોએ તેનો નિષેધ કર્યો નથી એથી જીતવ્યવહારથી પણ “વ્રતરહિત શ્રાવક પ્રતિક્રમણ કરે એ સિદ્ધ થાય છે.
આગમ, મૃત; આજ્ઞા, ધારણા અને જીત એ પાંચ પ્રકારનો વ્યવહાર છે. અહીં વ્યવહાર એટલે મુમુક્ષુઓની મોક્ષ પ્રાપ્તિ માટે થતી પ્રવૃત્તિ – નિવૃત્તિ.
આગમઃ - આગમ એટલે જ્ઞાન. વિશિષ્ટ જ્ઞાનને ધારણ કરનારા મહાપુરુષો જે વ્યવહાર કરે તે આગમ વ્યવહાર કેવલજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વધર, દશપૂર્વધર અને નવપૂર્વધર જે વ્યવહાર કરે તે આગમ વ્યવહાર.
શ્રુત - શ્રુત એટલે વિશિષ્ટ પ્રકારનું શ્રુતજ્ઞાન, નિશીથસૂત્રથી આરંભી નવપૂર્વથી કંઈકન્યૂન સુધીનું શ્રુતજ્ઞાન ધરાવનાર જે વ્યવહાર કરે તે મૃત વ્યવહાર
આજ્ઞા - દૂર દેશમાં રહેલા બે ગીતાર્થ આચાર્યો પરસ્પર સંદેશા દ્વારા આલોચના વગેરે લે અને આપે, પણ સંદેશો લઈ જનાર વગેરે ન સમજે તે રીતે સાંકેતિક શબ્દોમાં આલોચના લે અને આપે તે આશા વ્યવહાર.
ધારણા - ગુરુએ કરેલ આલોચનાદિ વ્યવહારને ધારી રાખનાર શિષ્ય ગુરુના સ્વર્ગવાસ પછી જે આલોચનાદિ વ્યવહાર કરે તે ધારણા વ્યવહાર.
જીત - આગમમાં ન કહ્યું હોય પણ અશઠ ઘણા ગીતાર્થોએ આચર્યું હોય તે જીત વ્યવહાર શ્રાવકોનું પ્રતિક્રમણ અાઠ ઘણા ગીતાર્થોની આચરણારૂપ હોવાથી જીત વ્યવહારથી પણ સિદ્ધ થાય છે.
અનુયોગદ્વાર સૂત્રમાં શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે તે હવે પછીની ગાથામાં ગ્રંથકાર સ્વયં કહેશે.
વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજનું વચન આ પ્રમાણે છે – “શ્રાવક સમ્યગ્દર્શનથી યુક્ત, પ્રવચન પ્રત્યે ભક્તિમાન, છ પ્રકારના આવશ્યમાં તત્પર અને સ્થાનોમાં તત્પર (શ્રદ્ધાળુ) હોય.” (૨૩૮)
समणेण सावएण य, अवस्स कायव्वयं हवइ जम्हा ।
अंतो अहोनिसिस्स, तम्हा आवस्सयं नाम ॥२३९॥ સમકતના ૬૭ બોલમાં ‘આત્મા છે ઈત્યાદિ છ સ્થાનો.