________________
ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર (320)
શ્રાદ્ધદિનકૃત્ય અનુયોગ દ્વારમાં જે કહ્યું છે તેને બતાવતા ગ્રંથકાર કહે છે
સાધુએ અને શ્રાવકે દિવસના અને રાત્રિના અંતે (=બે સંધ્યાએ) અવશ્ય કરવું જોઈએ માટે તેનું આવશ્યક નામ છે. ગાથામાં રહેલા શબ્દથી સાધ્વી અને શ્રાવિકાનું સૂચન કર્યું છે.
વિવેચન
અનુયોગદ્વારમાં નીચેના પાઠથી પણ શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છેजणं समणो वा समणी वा सावओ वा साविया वा तच्चित्ते तम्मणे तल्लेसे तदज्झवसिए तत्तिव्वज्झवसाए तदट्ठोवउत्ते तदप्पियकरणे तब्भावणभाविए एगग्गमणे अविमणे जिणवयणधम्माणुरत्तमणे उभयकालं आवस्सयं करेइ से तं તો રિયં માવાવસ્મયું “સાધુ કે સાધ્વી અથવા શ્રાવક કે શ્રાવિકા તેમાં જ ચિત્તવાળા થઈને, તેમાં જ મનવાળા થઈ, તેમાં જ શુભપરિણામરૂપ લેશ્યાવાળા થઈને, તેમાં જ ક્રિયા કરવાના અધ્યવસાયવાળા થઈને, તેમાં જ તીવ્ર અધ્યવસાયવાળા થઈને, તેના અર્થમાં ઉપયોગ રાખીને, તેમાં શરીર-રજોહરણ–મુહપત્તિ વગેરે ઉપકરણોનો વિધિપૂર્વક ઉપયોગ કરીને, તેની ફરી ફરી કરવારૂપ ભાવનાથી ભાવિત થઈને, આ રીતે તેમાં એકાગ્ર મનવાળા, થઈને, મનને બીજે ક્યાંય ક્યાં વિના, જિનવચનરૂપ ધર્મમાં અનુરક્ત મનવાળા થઈને, બે કાળ અવશ્ય કરે તે લોકોત્તર આવશ્યક છે.” (૨૩૯)
*आवस्सयं १ अवस्सकरणिज्जं, २ धुव ३ निग्गहो ४ विसोही ५ य । अज्झयणछक्क ६ वग्गो ७ नाओ ८ आराहणा ९ मग्गो १० ॥२४०॥ અનુયોગદ્વારમાં કહેલા આવશ્યકનાં જ પર્યાય નામોને કહે છે -
આવશ્યક, અવશ્યકરણીય, ધ્રુવ, નિગ્રહ, વિશુદ્ધિ, અધ્યયનપર્ક, વર્ગ, ન્યાય, આરાધના, માર્ગ – આ દસ પર્યાય નામો છે.
તેમાં આવશ્યક એ પ્રથમ પર્યાય નામનું (ટીકામાં આવેલી) બે ગાથાઓથી વ્યાખ્યાન કરવામાં આવે છે. અવશ્ય કરવું જોઈએ તે કારણથી આ આવશ્યક કહેવાય છે. આસોળ સાવUi૦ = એ (૨૩૯મી) ગાથાનો જ નિચોડ અર્થ જ કહ્યો છે. અથવા આ અનુષ્ઠાન મર્યાદાથી કે અભિવિધિથી ગુણોનો આશ્રયે છે માટે આશ્રય કહેવાય છે. અથવા આ અનુષ્ઠાન આત્માને બધી બાજુથી જ્ઞાનાદિ ગુણોને વશ કરી શકે તેવા આત્માને કરે છે, માટે આવશ્યક કહેવાય છે. અથવા ગુણશૂન્ય આત્માને બધી બાજુ ગુણોથી વસાવે છે, અર્થાત્ આત્માને ગુણોની નજીક કરે છે, માટે આવાસિક કહેવાય છે. અથવા જેવી રીતે વાસ અને ધૂપ વગેરે વસ્ત્રને વાસિત કરે છે તેવી રીતે આ અનુષ્ઠાન આત્માને ચારે બાજુથી ગુણોથી વાસિત=ભાવિત કરે છે માટે આવશ્યક કહેવાય છે.
આ પ્રમાણે આવશ્યક એવા પહેલા પર્યાય નામનું વ્યાખ્યાનર્યું. એ રીતે બીજા પણ પર્યાયનામો જાણવા. તે આ પ્રમાણે – મુમુક્ષુઓ વડે જે અવશ્ય કરાય તે અવશ્યકરણીય તથા અર્થથી ધ્રુવ શાશ્વત હોવાથી ધ્રુવ નામ છે. એનાથી ઈદ્રિય-કષાય વગેરે ભાવશત્રુઓનો નિગ્રહ કરાય છે માટે નિગ્રહ. કેટલાકો અહીંધ્રુવ અને નિગ્રહ એ બે પર્યાયનામના બદલે ધ્રુવનિગ્રહ એવું એક જ પર્યાયનામ કહે છે. કર્મ પ્રવાહથી અનાદિકાળથી છે. આથી કર્મ ધ્રુવ
ચિત્તવાળા = સામાન્ય ઉપયોગવાળા. મનવાળા = વિશેષ ઉપયોગવાળા. તીવ્ર અધ્યવસાયવાળા = પ્રારંભકાલથી આરંભી પ્રતિક્ષણ વધતા પ્રયત્નવિશેષરૂ૫ અધ્યવસાયવાળ * અહીં પ્રાકૃત બાવક્ષય શબ્દની સંસ્કૃતમાં જુદી જુદી છાયા કરીને જુદો જુદો અર્થ કર્યો છે.