________________
શ્રાદ્ધદિનકૃત્ય
| 321) ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર ( નિત્ય) છે. ધ્રુવ એવા કર્મોનો આનાથી નિગ્રહ કરાય છે. માટે ધ્રુવનિગ્રહ કર્મથી મલિન બનેલા આત્માની વિશુદ્ધિનું કારણ હોવાથી વિશુદ્ધિ. સામાયિક વગેરે છ અધ્યયન રૂપ હોવાથી અધ્યયનપર્ક. એનાથી રાગાદિદોષોનો દૂરથી પરિહાર કરાય છે માટે વર્ગ. બીજાઓ તો છ અધ્યયનના સમૂહરૂપ હોવાથી “અધ્યયન વગ” એવું પણ એક જ પર્યાય નામ કહે છે. ઇષ્ટ અર્થની સિદ્ધિને સમ્યગૂ ઉપાય હોવાથી ન્યાય, અથવા જીવ અને કર્મના સંબંધને દૂર કરવાથીન્યાય. મોક્ષની આરાધનાનો હેતુ હોવાથી આરાધના. મોક્ષનગરમાં પહોંચાડનાર હોવાથી માર્ગ કહેવાય છે. (૨૪૦)
तं तु पोसहसालाए, घरे वा जिणमंदिरे । साहूणं पायमूलंमि, करेई जह संभवं ॥२४१ ॥ પ્રતિકમણ કરવાનાં સ્થાનોને બતાવતા સૂત્રકાર કહે છે--
પ્રતિક્રમણ યથાસંભવ પૌષધશાળામાં, ઘરે, જિનમંદિરમાં ( જિનમંદિરની પાસે આવેલા રંગમંડપમાં કે ઉપાશ્રયમાં), અથવા સાધુઓની પાસે ( સાધુઓ જ્યાં રહ્યા હોય ત્યાં) કરે. પ્રતિકમણ દેવસિક વગેરે પાંચ છે. તેનો વિસ્તાર વૃત્તિમાંથી જાણી લેવો.
છ આવશ્યક સંબંધી વિવેચન અહીં પ્રતિક્રમણ કરવું એટલે છ આવશ્યક કરવા. તે છે આવશ્યક આ પ્રમાણે છે – સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ છ આવશ્યકનો અર્થ વગેરે આ પ્રમાણે છે
(૧) સામાયિક - સામાયિક શબ્દનો અર્થ આ પ્રમાણે છે – (સમસ્ય ગાય: = સમય, સમાય જીવ સામાયિE=) સમ એટલે સમતા. તેનો આય = લાભ તે સામાયિક. અથવા (સમય: પ્રયોગનમચ=) સમતાના લાભ માટે જે ક્રિયા કરાય તેને પણ સામાયિક કહેવાય. ટુંકમાં સામાયિક એટલે સમતા. હર્ષ-શોક, રાગ-દ્વેષ, હાસ્ય-રુદન વગેરે વિકારો વિષમતા છે. હર્ષ આદિને આધીન ન બનવું તે સમતા છે. અનુકૂળતા-પ્રતિકૂળતા, સફલતા-નિષ્કલતા, પ્રશંસા-નિંદા, સંપત્તિ-વિપત્તિ, લાભ-હાનિ, જય-પરાજય, માન-અપમાન, ઉત્કર્ષઅપકર્ષ, જશ-અપજશ, સુખ-દુ:ખ આ બધા પ્રસંગોમાં રાગ-દ્વેષકે હર્ષ-શોકને આધીન ન બનતાં સમભાવમાં રહેવું એ સમતા. જીવનમાં સમતા અનિવાર્ય છે. સમતા વિનાનું જીવન દુઃખમય બની રહે છે. સંસારી જીવો અનુકૂળ પ્રસંગમાં રાગ કરીને અને પ્રતિકૂળ પ્રસંગમાં દ્વેષ કરીને સમતાને ગુમાવી દે છે. માન અને પ્રશંસા વગેરેમાં હર્ષ પામીને તથા અપમાન નિંદા વગેરેમાં ક્રોધ કે શોક વગેરે કરીને સમતાનો ભંગ કરી નાખે છે. જીવનમાં સમતાનો અભ્યાસ થાય એ માટે સામાયિક કરવાનું છે. આથી જ જ્યારે સામાયિકની પ્રતિજ્ઞા કરવામાં આવે છે ત્યારે કરેમિ મતે સમાફિયં એમ બોલવામાં આવે છે. રામ મતે સામાફિયં એટલે હે ભગવંત! હું મારા આત્માને સમભાવવાળો કરું છું. અર્થાત્ જ્યાં સુધી મારે સામાયિકનો નિયમ છે, ત્યાં સુધી હુઅનુકૂળ-પ્રતિકૂળ વગેરે પ્રસંગોમાં સમભાવમાં રહીશ. મોક્ષનો મુખ્ય ઉપાય સમતા જ છે.
આપણે એટલું સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે દરેક ધર્મક્રિયાનું ધ્યેય સમતા કેળવવાનું છે. જીવ જ્યાં સુધી મોક્ષને ન પામે ત્યાં સુધી દુ:ખથી સર્વથા મુક્ત બની જતો નથી. સર્વકર્મનાક્ષય વિના મોક્ષની પ્રાપ્તિ ન થાય. જીવ
જ્યાં સુધી ઉચ્ચકક્ષાની સમતાવાળોન બને ત્યાં સુધી સર્વકર્મનો ક્ષય કરી શક્તો નથી. આથી મોક્ષનો મુખ્ય ઉપાય ઉચ્ચકક્ષાની સમતા જ છે. જીવ ગમે તેટલી ધર્મક્રિયાઓ કરે, પણ જો સમતાને ન સાધી શકે તો મોક્ષને પામી શકે