________________
શ્રાદ્ધદિનકૃત્ય
(263)
પંદરમું ભોજન દ્વાર અતિશય સંવેગ (મોક્ષાભિલાષ) થવાથી કૃતપુણ્યકે તે કાલને ઉચિત કર્તવ્યો કરીને ખૂબ ધામધૂમથી ભગવાનના ચરણોમાં દીક્ષાને સ્વીકારી. આયુષ્ય સુધી દીક્ષાને પાળીને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિધિ પૂર્વક મરણની આરાધના કરીને દેવપણે ઉત્પન્ન થયો. કૃતપુણ્યકનું દષ્ટાંત પૂર્ણ થયું. (૧૮૨-૧૮૩)
मणेणं तह वायाए, काएणं च तहेव य । अप्पाणं कयकिच्चं तु, मन्नमाणो सुसावओ ॥१८४॥ एयं मे अत्थसारं तु, एयं वत्थं पडिग्गहं । जं मए अज साहूणं, निग्गंथाणं तु नीणियं ॥१८५॥
દાનના ઉભયલોકના ફળ સંબંધી દષ્ટાંતોને કહીને હવે બે ગાથાઓથી દાનમાં જ ભક્તિને પ્રગટ કરતા ગ્રંથકાર કહે છે–
મનથી, વચનથી અને કાયાથી પોતાને કૃતકૃત્ય માનતો સુશ્રાવક મારી અન્ન-પાણી વગેરે એ જ વસ્તુ સારભૂત છે, એ જ વસ્ત્ર–પાત્ર સારભૂત છે, કે જે મેં આજે નિગ્રંથ સાધુઓને આપી હોય, એમ માને.
પ્રશ્નઃ ૧૮૩મી ગાથામાં સુશ્રાવક એવો ઉલ્લેખ કર્યો છે તો ફરી આ ગાથામાં સુશ્રાવક એવો ઉલ્લેખ કરવાનું શું કારણ ?
ઉત્તરઃ અનિત્ય ધન વગેરે વસ્તુસમૂહના સારપણાને અને અસારપણાને સુશ્રાવક જ જાણી શકે છે એ જણાવવા માટે ફરી અહીં સુશ્રાવક શબ્દનો ઉલ્લેખ કર્યો છે. (૧૮૪–૧૮૫)
न कयावि पुनरहियाणं, गेहे इंति सुसाहुणो । निम्ममा निरहंकारा, खंता दंता जिइंदिआ ॥१८६॥ મમતા રહિત, નિરભિમાની, સાંત, દાંત, જિતેંદ્રિય એવા સુસાધુઓ પુણ્યહીનોના ઘરમાં ક્યારેય જતા
નથી.. .
દાંત એટલે મનના દમનથી દાંત. (૧૮૬) कत्थ मरुत्थलीसु कप्पपायवो, मायंगगेहे मत्तअइरावणो । दारिद्दगेहे य हिरन्नवुट्ठी, तिमिस्स गुहाए रयणप्पईवो ॥१८७॥
આ જ વિષયને દષ્ટાંત પૂર્વક દઢ કરે છે–
મરભૂમિમાં ( મારવાડમાં) કલ્પવૃક્ષ ક્યાંથી હોય ? ચંડાલના ઘરમાં મત્ત ઐરાવણ ક્યાંથી હોય ? દરિદ્રના ઘરમાં સુવર્ણની વૃષ્ટિ ક્યાંથી હોય? તમિસ્રા ગુફામાં રત્નદીપક ક્યાંથી હોય ? જેમાં પૃથ્વીમંડલ પ્રચંડ સૂર્યકિરણ સમૂહના સંપર્કથી થયેલા તાપથી રેતીના કણો જાણે અગ્નિકિરણ જેવા થઈ ગયા હોય તેવું તપી ગયું છે, જેમાં સમસ્ત પૃથ્વી પ્રદેશની શ્રેણિ બોરડી અને કેરડા વગેરે હલકાં વૃક્ષોથી પણ રહિત છે, તેવી મરભૂમિમાં, ઘણી ઈચ્છાઓના સમૂહને પૂરી કરવા માટે સમર્થ અને ભયંકર દરિદ્રતારૂપી મુદ્રાના તાપનો જેણે નાશ કરી નાખ્યો છે તેવું કલ્પવૃક્ષ ક્યાંથી હોય?
પેટરૂપી તપેલી ધાન્યસમૂહથી પુરી ન ભરાવાના કારણે ઝગડતા અને દુર્દાત બાળકોનો સમૂહ જેમાં છે