________________
પંદરમું ભોજન દ્વાર
(262)
શ્રાદ્ધદિનકૃત્ય છો તો હંરાજગૃહનગરથી બીજે ક્યાંય ગયો નથી. પછી મૂળથી આરંભીને બધો સ્વવૃત્તાંત કહ્યો. પણ તેના ઘરમાં હું કેવી રીતે પ્રવેશ્યો અને કેવી રીતે નીકળ્યો તે હું જાણતો નથી. તેથી અભયકુમારે વિચાર્યું: અહો! વણિકપત્નીનું બુદ્ધિકૌશલ્યા જેનાથી અમે પણ જિતાયા. પછી અભયકુમારે દેવમંદિર કરાવ્યું. તેમાં અસલ કૃતપુણ્યકના જેવી કૃતપુણ્યની કળીચુનાની પ્રતિમા કરાવી. નગરમાં પડહ વગડાવીને ઘોષણા કરાવી કે, આ નગરમાં જે કોઈ સ્ત્રીઓ હોય તેમણે પોતાના પુત્ર અને પૌત્ર વગેરેની સાથે આ દેવમંદિરમાં આવીને નૂતન પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજા કરવી. તેથી તે ઘોષણાને સાંભળીને નગરની બધી જ સ્ત્રીઓ આવવા લાગી. બીજા દિવસે તે શ્રેષ્ઠિપત્ની પણ પોતાના પુત્રસહિત ચાર વહુની સાથે તે દેવમંદિરમાં આવી. કૃતપુણ્યકે તેને જોઈને અભયકુમારને કહ્યું. આ દરમ્યાન તે બાળકો દેવમંદિરમાં રહેલી કૃપુષ્યના જેવા આકારવાળી પ્રતિમાને જોઈને તે આ અમારા પિતા છે એમ બોલતા જલદી જ પ્રતિમાના ખોળામાં જઈને બેસી ગયા. તેથી અભયકુમારે તે શ્રેષ્ઠિપત્નીને બોલાવી, અને ભયંકર ભ્રકુટી બતાવીને કહ્યું કે, જો કે તું મહાન દંડને યોગ્ય છે, તો પણ તને દંડ કરતા નથી. ફક્ત વહુઓ સહિત ઘરનો સાર કૃતપુણ્યકને આપ, અન્યથા તું નહિ રહે. આ પ્રમાણે તેને ગભરાવીનેકૃતપુણ્યકને તેના ઘરનો સ્વામી કર્યો. કૃતપુણ્યકે ફરી પણ તે ચારે ય પત્નીઓનો સ્વીકાર કર્યો.
તે માધવસેનાએ પણ પોતાની માતાએ જ્યારથી કૃતપુણ્યકને ઘરમાંથી કાઢ્યો ત્યારથી જ શરીરના શણગારનો ત્યાગ ક્ય, વેણીને બાંધી રાખી, અથવાળ ઓળવાનો ત્યાગ કર્યો. સતત તેની શોધ કરવા છતાં તે મળ્યો નહીં. તેણે અન્ય પુરુષનો ત્યાગ ર્યો. તે વખતે દેવમંદિરમાં વૃત્તાંત જાણીને યક્ષની પૂજા કરવા આવી. ત્યાં તેણે અભયકુમારની સાથે પ્રેમની વાત કરતાકૃતપુણ્યકને જોયો. અનુપમ આનંદને અનુભવતી એકૃતપુણ્યકને મળી. તેણે કૃતપુણ્યકને કહ્યું: મારા પુરુષો બાર વર્ષ સુધી વિશ્વમાં સંપૂર્ણ પૃથ્વીમંડલમાં ફર્યા, તો પણ ક્યાંય તમારા સમાચાર ન મળ્યા, પણ આજે રાત્રિના છેલ્લા પ્રહરમાં સ્વપ્નમાં તમારા જેવા કોઈએ પ્રિયાની જેમ મને આલિંગન કર્યું, અને હું જાગી ગઈ. ઘરમાંથી નીકળતી હતી ત્યારે શુભ શકુન થયા, અને ડાબી આંખ ફરકવી વગેરે થયું. આ બધું જે રીતે થયું તેનાથી મેં જાણ્યું કે ચોક્કસ આજે પ્રિય આપની સાથે મારાં દર્શન (મારો મેળાપ) થશે. તેથી આ મારા માટે પુણ્યથી મેઘ વિના અમૃતની વૃષ્ટિ જેવું થયું. તેથી કૃતપુણ્યકે એનો પણ સ્વીકાર કર્યો. ત્યારથી સાત પત્નીઓની સાથે નિર્દોષ, ત્રિવર્ગમાં સારભૂત અને જ્ઞાનીઓથી પ્રશંસનીય એવા જીવલોકના સુખને અનુભવતા તેનો કેટલોક કાળ પસાર થયો. આવું સુખ તેને જન્માંતરમાં મહામુનિને આપેલા દાનના પ્રભાવથી ઉપાર્જન કરેલા પ્રકૃષ્ટ પુણ્યસમૂહથી પ્રાપ્ત થયું હતું
એકવાર અનુપમ, ત્રણ ભુવનમાં સર્વથી ચઢિયાતી અને ઘાતકર્મના ક્ષયથી પ્રગટેલીકેવલજ્ઞાનરૂપી સંપત્તિને અનુભવતા, અને દેવસમૂહથી પૂજાઈ રહ્યા છે ચરણરૂપી કમલ જેમનાં એવા, ભગવાન શ્રી મહાવીર ગુણશીલ ચૈત્યમાં પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. જ્ઞાતકુલના તિલક સમાન શ્રી મહાવીર ભગવાન તેમાં પૂર્વ તરફ મુખ રાખીને બેઠા. સાયિક સખ્યત્વ વગેરે ગુણોની શ્રેણિને પ્રાપ્ત કરનાર શ્રેણિકરાજા ઉઘાનપાલક પાસેથી ભગવાનનું આગમન જાણીને અભયકુમાર અને કૃતપુણ્યક વગેરેની સાથે વંદન કરવા માટે આવ્યા. ભક્તિપૂર્વક ત્રિલોકબંધુને વંદન કર્યું. ઉચિતભૂમિમાં બેસીને પરમગુરુની દેશના સાંભળી. દેશનામાં અભયકુમારે હાથ રૂપી મલની કળીઓને લલાટતટે રાખીને પૂછ્યું : હે સ્વામિન્ ! આ કૃતપુણ્યકે પૂર્વભવમાં શું કર્યું? કે જેના પ્રભાવથી વચ્ચે થોડો કાળ વિચ્છેદ પામનારા ભોગોને પ્રાપ્ત કર્યા. તેથી ભગવાને કૃતપુણ્યકનો પૂર્વભવ કહ્યો, તેમાં અધ્યવસાયનોનાશ થવાથી ખીરનું દાન ત્રણ ભાગથી આંતરાવાળું કર્યું. તેનાથી એનું વિષયસુખ વિચ્છેદ પામ્યું. પૂર્વજન્મનો વૃત્તાંત જાણીને