________________
શ્રાદ્ધદિનકૃત્ય
(63).
પાંચમું ચૈત્યવંદન દ્વાર
માત્રથી અહિંસાના પરિણામ છે એ નક્કી ન થાય. અહિંસાના પરિણામ છે કે નહિ તે જાણવા અહિંસાનું પાલન શા માટે કરે છે તે જાણવું જોઈએ. જેના અંતરમાં અહિંસાના પાલનમાં મોક્ષનો કે સ્વકર્તવ્યપાલનનો આશય હોય તેના જ અંતરમાં અહિંસાના પરિણામ હોય. જેના અંતરમાં અહિંસાના પાલનમાં ઉક્ત આશયનહોય, કિન્તુઅન્ય કોઇ ભૌતિક આશય હોય, તે જીવ ઉપયોગ પૂર્વક ચાલતો હોય છતાં તેનામાં અહિંસાના પરિણામ ન હોય. બગલો પાણીમાં અને પારધિ જમીન ઉપર જરાય અવાજ ન થાય તેવા ઉપયોગ પૂર્વક ચાલે છે. પણ તેના અંતરમાં અહિંસાના પરિણામ નથી. અભવ્ય જીવો ચારિત્રનું પાલન સુંદર કરે છે. મારાથી કોઇ જીવ મરી ન જાય તેની બહુ કાળજી રાખે છે. દરેક પ્રવૃત્તિ ઉપયોગ પૂર્વક કરે છે. છતાં તેમાં અહિંસાના પરિણામ નથી. કારણકે તેનું ધ્યેય ખોટું છે. ચારિત્રના પાલનથી (=અહિંસાના પાલનથી) તેને સંસારનાં સુખો જોઇએ છે. સંસારસુખ માટે જે જીવો અહિંસાનું પાલન કરે તેમને સંસારનાં સુખો મળે અને પરિણામે તે જીવો વધારે પાપકરનારા બને એથી પરિણામે હિંસાવધે.
આથી સંસારસુખની પ્રાપ્તિ વગેરે દુન્યવી આશયથી અહિંસાનું પાલન કરનાર જીવો ઉપયોગ પૂર્વક પ્રવૃત્તિ કરે અને કોઈ જીવ ન મરે એથી તેમને હેતુ અહિંસા અને સ્વરૂપ અહિંસા હોય, પણ અનુબંધ અહિંસા ન હોય. આવી હતુ અહિંસાથી હિંસા વધવા દ્વારા દુ:ખ વધે.
(૪) જેના અંતરમાં અહિંસાના પરિણામ થયા છે તે મુનિ વગેરે જીવો ઉપયોગ પૂર્વક ચાલે અને જીવો ન મરે તો તેમને ત્રણ પ્રકારની અહિંસા હોય છે. ત્રણમાંથી એક પણ પ્રકારની હિંસા નહોય.
(૫) હવે જો (જેના અંતરમાં અહિંસાના પરિણામ છે) તે જીવ ઉપયોગ પૂર્વક ચાલે છતાં જીવ મરી જાય ત્યારે તેને હેતુ અને અનુબંધ એ બે અહિંસા હોય, પણ સ્વરૂપ અહિંસા નહોય. અંતરમાં અહિંસાના પરિણામ છે માટે અનુબંધ અહિંસા છે. ઉપયોગ પૂર્વક ચાલે છે માટે હેતુ અહિંસા છે. જીવ મરી જવાથી સ્વરૂપથી = બાહ્યથી હિંસા થઈ હોવાથી સ્વરૂપ અહિંસા નથી.
(૬) હવે જો તે જીવ પ્રમાદના કારણે ઉપયોગ પૂર્વકન ચાલે, છતાં જીવન મરે તો અનુબંધ અને સ્વરૂપ એ બે અહિંસા હોય. પણ હતુ અહિંસાનહોય,કારણકે હિંસાનો હેતુ ( કારણ) પ્રમાદ રહેલો છે. આ જીવમાં અપ્રમાદ . નથી, પ્રમાદ છે.
(૭) હવે જો તે જીવ ઉપયોગપૂર્વકન ચાલે અને જીવ મરી જાય તો તેને સ્વરૂપ અને હેતુ એ બે અહિંસાન હોય, પણ અનુબંધ અહિંસા હોય. કારણ કે પ્રમાદ થઇ જવા છતાં અને જીવ મરી જવા છતાં અંતરમાં પરિણામ તો અહિંસાના જ છે.
પ્રશ્ન:- ઉપયોગપૂર્વક ચાલે છતાં જીવો મરી જાય એ કેવી રીતે બને?
ઉત્તર:- ઉડતા પતંગિયા વગેરે જીવો સહસા પગ નીચે આવી જાય ત્યારે અથવા સાધુ નદી ઉતરતા હોય વગેરે પ્રસંગે આવું બને. અહીં અનુબંધ અહિંસા હોય.
જે જીવ જિનવચન પ્રત્યે શ્રદ્ધાળુ બનીને મોક્ષના આશયથી યતના પૂર્વક જિનપૂજા કરે તેને માત્ર સ્વરૂપ હિંસા લાગે, હેતુ કે અનુબંધ હિંસા ન લાગે. હવે જો યતના વિના જિનપૂજા કરે તો હતુ અને સ્વરૂપ એ બંને હિંસા લાગે. પણ અનુબંધ હિંસા ન જ લાગે. કારણ કે હિંસાના ભાવ નથી, ભાવ તો જિનપૂજાના જ છે. પુષ્પાદિથી જિનપૂજા કરતી વખતે જીવોને સામાન્ય કિલામણા વગેરે હિંસા થવા છતાં પૂજકને પુષ્પાદિકના જીવો પ્રત્યે હિંસક ભાવ ન હોય, કિંતુ દયાભાવ હોય.