________________
પાંચમું ચૈત્યવંદન દ્વાર .
( 62 )
શ્રાદ્ધદિનકૃત્ય હિંસા-અહિંસાના ત્રણ પ્રકાર આજે કેટલાક હિંસાના નામે મૂર્તિપૂજાનો વિરોધ કરે છે એ યોગ્ય નથી. જો સૂક્ષ્મદષ્ટિથી હિંસા અને અહિંસાને સમજવામાં આવે તો સ્પષ્ટ ખ્યાલમાં આવી જાય કે મૂર્તિપૂજામાં વાસ્તવિક હિંસા નથી. અહિંસાના અને હિંસાના હેતુ, સ્વરૂપ અને અનુબંધ એમ ત્રણ પ્રકાર છે.
હેતુ અહિંસા - જયણા રાખવી, એટલે કે જીવન મરે તેની કાળજી રાખવી (=ઉપયોગ રાખવો) એ હેતુ અહિંસા છે.
હેતુ હિંસા - જયણાન રાખવી, એટલે કે જીવો મરે તેની કાળજી ન રાખવી (=ઉપયોગ ન રાખવો) એ હેતુ હિંસા છે. હેતુ એટલે કારણ. હિંસાનું મુખ્ય કારણ અજયણા છે. જીવો ન મરે તેની કાળજી ન રાખવી એ અજયણા છે.
સ્વરૂપ અહિંસા - જીવો ન મરે કે જીવોને દુ:ખ ન થાય તે સ્વરૂપ અહિંસા. સ્વરૂપ હિંસા - જીવો મરેકે જીવોને દુઃખ થાય તે સ્વરૂપ હિંસા.
અનુબંધ અહિંસા - અનુબંધ એટલે પરિણામ. જે પ્રવૃત્તિથી પરિણામે અહિંસા થાય તે અનુબંધ અહિંસા.
અનુબંધ હિંસાઃ- જે પ્રવૃત્તિથી પરિણામે હિંસા થાય, જેનું ફળ હિંસા હોય, તે અનુબંધ હિંસા. હેતુ હિંસા અને હેતુ અહિંસામાં મારાથી જીવહિંસા ન થઇ જાય તેની કાળજી (=તેનો ઉપયોગી છે કે નહિ તેની મુખ્યતા છે. સ્વરૂપ હિંસા અને સ્વરૂપ અહિંસામાં જીવો મર્યા છે કે નહિ તેની મુખ્યતા છે. અનુબંધ હિંસા અને અનુબંધ અહિંસામાં ધ્યેયની મુખ્યતા છે. એટલે અહિંસાનું પાલન કરવામાં ધ્યેય શું છે અને થઇ રહેલી હિંસામાં ધ્યેય શું છે તેની મુખ્યતા છે.
આ ત્રણ પ્રકારની હિંસામાં હેતુ હિંસા અને અનુબંધ હિંસા પારમાર્થિક હિંસા છે. તેમાં પણ અનુબંધહિંસા મુખ્ય હિંસા છે. હવે ત્રણ પ્રકારની હિંસા અને અહિંસામાં કોને કેટલી અને કેવી રીતે હિંસા અને અહિંસા હોય તે વિચારીએ.
(૧) જેના અંતરમાં અહિંસાના ભાવ નથી, તેવો જીવ ઉપયોગ વિના ચાલે અને જીવ મરી જાય તો તેને ત્રણ પ્રકારની હિંસા લાગે. અંતરમાં અહિંસાના ભાવ ન હોવાથી અનુબંધ હિંસા લાગે. ઉપયોગ વિના ચાલવાથી હેતુ હિંસા લાગે. જીવ મર્યા હોવાથી સ્વરૂપહિંસા પણ લાગે.
(૨) જો અહીં જીવ ન મરે તો સ્વરૂપહિંસા સિવાય બે પ્રકારની હિંસા લાગે. સંસારમાં રહેલા લગભગ બધા જ જીવોને ક્યારેક ત્રણ પ્રકારની તો ક્યારેક બે પ્રકારની હિંસા લાગ્યા કરે છે.
(૩) હવે જો તે જીવ (જેના અંતરમાં અહિંસાના ભાવ નથી તે) ઉપયોગ પૂર્વક ચાલે અને જીવન મરે તો તેને એક જ અનુબંધ હિંસા લાગે.
યેયના આધારે હિંસા-અહિંસાના ભાવનો નિર્ણય થાય પ્રશ્ન:- અંતરમાં અહિંસાના ભાવ ન હોય છતાં મારાથી જીવો ન મરે તેવા ઉપયોગ પૂર્વક ચાલે એ શી રીતે બને? મારાથી જીવો ન મરે તેવો ઉપયોગ જ સૂચવે છે કે અંતરમાં અહિંસાના ભાવ છે.
ઉત્તર :- આ વિષયને બહુ સૂક્ષ્મદષ્ટિથી સમજવાની જરૂર છે. મારાથી જીવો ન મરે એવા ઉપયોગ