________________
પહેલું નમસ્કાર દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય
ઉત્તરી’ સૂત્રમાં પાવાળું મ્માળ નિમ્બાયળદાણ (પાપકર્મોના નાશ માટે) એમ કહ્યું છે. પુળાળ મ્માનં નિમ્બાયળદાર્ (પુણ્યકર્મોના નાશ માટે) એમ નથી કહ્યું.
મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલં=આ પંચપરમેષ્ઠિનમસ્કાર સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. પંચપરમેષ્ઠિ નમસ્કાર સર્વોત્કૃષ્ટ મંગલ કેમ છે ?
મંગલના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. દહીંનું ભક્ષણ વગેરે દ્રવ્યમંગલ છે. આ નમસ્કાર ભાવમંગલ છે. (૧) દ્રવ્યમંગલ કેવલ ભૌતિકસુખ અને ભૌતિકસુખનાં સાધનો આપે છે. ભાવમંગલ ભૌતિકસુખ અને ભૌતિકસુખનાં સાધનો આપવા સાથે શાંતિ પણ આપે છે. (૨) કેવળ દ્રવ્યમંગલથી મેળવેલાં ભૌતિકસુખોથી પરિણામે આત્મા દુર્ગતિમાં જાય અને અનેક દુ:ખો ભોગવે. આ ભાવમંગલ ભૌતિકસુખો આપવા સાથે વિરાગભાવ પણ આપે છે. એથી ભૌતિકસુખો ભોગવવા છતાં આત્મા દુર્ગતિમાં જતો નથી અને સમ્યગ્દર્શન આદિની આરાધના કરીને થોડા જ સમયમાં મોક્ષ પામે છે. (૩) જેને કેવળ દ્રવ્યમંગલથી ભૌતિકસુખો મળ્યાં હોય તે જીવ દુ:ખમાં સમાધિ ન રાખી શકે. આ ભાવમંગલથી જેને સુખો મળ્યાં હોય તે દુ:ખમાં સમાધિ રાખી શકે છે. (૪) દ્રવ્યમંગલ પુણ્યોદય હોય તો જ ફળે, અન્યથા ન ફળે. જ્યારે આ નમસ્કારમંગલ તો નવા પુણ્યોદયને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે આ નમસ્કાર સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે.
નવકારનો મહિમા
40
નવકારનો મહિમા જણાવતાં મહાપુરુષોએ કહ્યું છે કે- નવકારના એક અક્ષરથી સાત સાગરોપમનાં પાપો નાશ પામે છે, એટલે કે જે કર્મો ઉદયમાં આવીને સાત સાગરોપમ જેટલા કાળ સુધી દુ:ખ આપે તે કર્મોનો ક્ષય પ્રકૃષ્ટભાવથી ગણાતા નવકારના એક અક્ષરથી થાય છે. તે રીતે નવકારના એક પદથી પચાસ સાગરોપમનાં અને સંપૂર્ણ નવકારથી પાંચસો સાગરોપમનાં પાપો નાશ પામે છે. ઉત્કૃષ્ટભાવથી જિનની અને સંઘની પૂજા કરવા પૂર્વક અખંડપણે એક લાખ નવકાર ગણનાર તીર્થંકર નામકર્મ બાંધે છે. આઠ ક્રોડ, આઠ લાખ, આઠ હજાર આઠસો ને આઠ (૮૦૮૦૮૮૦૮) નવકાર ગણનાર ત્રીજા ભવે મોક્ષ પામે છે.
નવકારમંત્રનો આવો પ્રભાવ હોવાથી શ્રાવકે દરરોજ ઓછામાં ઓછી એક નવકારવાળી તો અવશ્ય ગણવી જોઈએ.
નમસ્કાર મહામંત્રની દુર્લભતા
નમસ્કાર મહામંત્રની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. ચિંતામણિરત્ન, રાજ્ય અને સ્વર્ગ વગેરેથી પણ અધિક દુર્લભ નવકાર છે. જીવ ઘણો લઘુકર્મી બને છે ત્યારે જ તેને નવકાર મળે છે. કર્મોની ઉત્કૃષ્ટસ્થિતિ સિત્તેર્ કોડાકોડિ સાગરોપમ છે. એ સ્થિતિ ઘટતાં ઘટતાં એક કોડાકોડિ સાગરોપમ જેટલી થાય અને એમાંથી પણ થોડી (=પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી) ઘટે ત્યારે નવકારમંત્ર મળે. આયુષ્ય સિવાય સાત કર્મોની અંત: કોડાકોડિ સાગરોપમ પ્રમાણ સ્થિતિ થાય ત્યારે નવકારમંત્ર મળે. આટલી સ્થિતિ થયા વિના ભાવથી તો નવકાર ન મળે, કિંતુ દ્રવ્યથી પણ ન મળે. અંત: કોડાકોડિ સાગરોપમ પ્રમાણ કર્મસ્થિતિ થયા વિના નવકારનું એક પદ પણ ન બોલી શકાય. કર્મની આટલી લઘુતા થાય એટલે નવકાર મળે જ એવો નિયમ નહિ, પણ આટલી કર્મ લઘુતા થયા વિના નવકારમંત્ર ન જ મળે એવો નિયમ છે. આ ઉપરથી એ સમજી શકાય છે કે જેને નવકારમંત્ર મળી ગયો છે તે જીવ ઘણો જ લઘુકર્મી છે. થયેલી આટલી કર્મ લઘુતા, નવકારમંત્રની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવામાં આવે તો જ સફળ બને.