________________
શ્રાદ્ધદિનકૃત્ય
(41)
પહેલું નમસ્કાર દ્વાર નવકાર ચૌદપૂર્વોનો સાર કેમ છે? નવકાર ચૌદપૂર્વોનો સાર છે. કારણ કે – ૧. ચૌદપૂર્વો આત્મશુદ્ધિ માટે છે. ભાવથી શ્રદ્ધાપૂર્વક નવકાર ગણવાથી મોહનો ઉચ્છેદ થાય છે અને એથી આત્મશુદ્ધિ થાય છે. ૨. જેમ આગ લાગે છે ત્યારે માણસ ઘરમાંથી સારભૂત, ઝવેરાત વગેરે લઇને નીકળી જાય છે, તેમ મૃત્યુ સમયે ચૌદપૂર્વીઓ પણ નવકારનું સ્મરણ કરે છે. અંતસમયે ચૌદપૂર્વો યાદ કરવા કઠીન છે, જ્યારે નવકારને યાદ કરવો એ સરળ છે. આથી અંતસમયે ચૌદપૂર્વીઓ પણ નવકારનું સ્મરણ કરે છે. ૩. ચૌદપૂર્વે ભગવાનની આજ્ઞારૂપ છે. ભગવાનની અનેક આજ્ઞાઓમાં સારભૂત મુખ્ય આશા એક જ છે. આ આજ્ઞા છે મોક્ષે જવાની. બીજી બધી આજ્ઞાઓ આ મુખ્ય આજ્ઞાના પાલન માટે છે. મોક્ષમાં જવા માટે અરિહંત કે સિદ્ધ થવું પડે. અરિહંત કે સિદ્ધ થવા માટે સાધુ બનવું જોઇએ. આથી અરિહંતપણું, સિદ્ધપણું અને સાધુપણું એ ત્રણ ચૌદપૂર્વોનો સાર છે. નવકારમંત્રમાં આ ત્રણ જ છે. આથી જ જેમ ચૌદપૂર્વીઓ મોક્ષ પામી શકે છે તેમ વિશેષજ્ઞાન ન હોવા છતાં ભાવથી નવકાર ગણનાર પણ મોક્ષ પામી શકે છે. માટે નવકાર ચૌદપૂર્વોનો સાર છે.
સાત-આઠ નવકાર ગણવાનું કારણ પ્રશ્નઃ- સવારમાં નિદ્રામાંથી જાગતાં જ કેટલા નવકાર ગણવા જોઈએ ? ઉત્તર:- સાત કે આઠ નવકાર ગણવા જોઈએ.
પ્રશ્નઃ-સવારમાં નિદ્રામાંથી જાગતાં જ સાત જ નવકાર ગણવાડે આઠ જ નવકાર ગણવાએમબેમાંથી કોઈ એક જ સંખ્યાન જણાવતાં સાત કે આઠ એમ બંને સંખ્યા કેમ કહી ?
ઉત્તર:- જીવસાતઆઠ ભવોમાં ચારિત્રની આરાધના કરીને અવશ્ય મુક્તિ પામે છે, અર્થાત્ અવિરાધિત ચારિત્રની આરાધનાવાળા ભવો સાત કે આઠથી વધારે થતા નથી. કોઇ જીવ સાત ભવોમાં તો કોઇ જીવ આઠ ભવોમાં ચારિત્રની આરાધના કરીને મોક્ષમાં જાય છે.
ચારિત્રની ઉત્કૃષ્ટ આરાધના કરનાર તે જ ભવમાં મોક્ષમાં જાય.
ચારિત્રની મધ્યમ આરાધના કરનાર બે, ત્રણ, ચાર, વગેરે ભવોમાં ચારિત્રની આરાધના કરીને મોક્ષમાં જાય. ચારિત્રની જઘન્ય આરાધના કરનારને પણ ચારિત્રના સાત-આઠ ભવોથી અધિક ભવો થતા નથી. આ નિયમ જીવોના ખ્યાલમાં રહે એ માટે સવારમાં નિદ્રામાંથી જાગતાં જ સાત-આઠ નવકાર ગણવાનું વિધાન હોય એમ સંભવે છે.
પ્રશ્ન -સવારમાં નિદ્રામાંથી જાગતાં જ સાત-આઠ નવકાર ગણવાનો ઉલ્લેખ ક્યા ગ્રંથોમાં છે? * ઉત્તર:- યતિદિનચર્યા વગેરે ગ્રંથોમાં ઉલ્લેખ છે.
નવકાર ગણવાની રીત શાસ્ત્રોમાં નવકાર ગણવાની કમળબંધ, નંદ્યાવર્ત, શંખાવર્તવગેરે અનેક રીતો બતાવી છે. તેમાં મળબંધ જાપ આ પ્રમાણે છે – હૃદય ઉપર આઠ પાંખડીવાળા કમલની રચના કરવી. તેમાં વચલી કર્ણિકા ઉપર ‘નમો અરિહંતાણં' પદની સ્થાપના કરવી. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એ ચાર દિશાઓમાં ક્રમશ: નમો સિદ્ધાણં વગેરે ચાર પદોની મશ: સ્થાપના કરવી. અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન એ ચાર વિદિશાઓમાં બાકીના ચાર પદોની કમશ: સ્થાપના કરવી. આ રીતે કમળમાં નવકારની સ્થાપના કરીને નવકારનો જાપ કરવો. આ રીતે ૧૦૮ વાર નવકારનો જાપ કરવાથી એક ઉપવાસનું ફળ મળે છે.