________________
બાવીશમું ગૃહગમન (પરિવાર ધર્મદેશના) દ્વાર (368)
શ્રાદ્ધદિનકૃત્ય છે. આજે માણસ ધારે તો મુસાફરીમાં પણ વૈરાગ્યવાહક પુસ્તકોનું વાંચન કરી શકે છે. માણસ જો મુસાફરીમાં પોતાની સાથે એકાદ ધાર્મિક પુસ્તક રાખે તો બસ વગેરેમાં પુસ્તકનું વાંચન કરી શકે. આ ક્યારે બને ? મારો સમય નકામો ન જવો જોઈએ એવો નિર્ણય થાય તો જ આ બને. પેથડશાહમંત્રી રાજસભામાં બગીમાં બેસીને જતા હતા. આ દરમિયાન તેઓ બગીમાં બેઠા બેઠા ઉપદેશમાળાની એક ગાથા ગોખી લેતા હતા. જીવનની અનિત્યતાને વિચારીને આળસને દૂર કરીને દરરોજ થોડો સમય પણ જિનવાણીનું શ્રવણ કરવું એવો નિર્ણય કરવો જોઈએ.
(૨) સ્નેહઃ સ્નેહના કારણે પણ જીવ જિનવાણીનું શ્રવણ ન કરી શકે. આળસને દૂર કરીને જિનવાણીનું શ્રવણ કરવા જવાની તૈયારી કરે તેટલામાં મહેમાનો આવે તો અટકી જાય. એવા પણ જીવો હોય છે કે દરરોજ વ્યાખ્યાનમાં આવતા હોય. પણ મહેમાન આવે તો જેટલા દિવસ મહેમાન રહે તેટલા દિવસ વ્યાખ્યાનમાં ન આવે. નહિ તો એમ થવું જોઈએ કે આ મહેમાનોને પણ વ્યાખ્યાનમાં સાથે લઈ જઉં. કદાચ મહેમાન વ્યાખ્યાનમાં આવે તેવા ન હોય તો પણ એમની ખાતર પોતાના લાભને શા માટે જતો કરવો જોઈએ? સ્નેહ આગળ આત્મા ગૌણ બની જાય છે. એક તરફ ગુરુનો પ્રવેશ હોય અને બીજી તરફ ગુરુપ્રવેશના સમયે જ સ્નેહી આવવાના હોય તો ક્યાં જવાનું મન થાય? ગુરુના પ્રવેશમાં કે સ્નેહીના સામે? સ્નેહાધીન જીવોનું મન સ્નેહી તરફ ઝુકે. સ્નેહાધીન જીવો બાળકોને રમાડવા, મહેમાનોને ફરવા લઈ જવા વગેરે અનેક રીતે સ્નેહને પોષે છે, અને આત્માને શોષે છે.
(૩) અવજ્ઞા અવજ્ઞા એટલે આદરનો અભાવ.ગુરુપ્રત્યે અને ધર્મ પ્રત્યે આદરનોય એથી જિનવાણીનું શ્રવણ ન કરે. અજ્ઞાનતાના કારણે જીવ એમ વિચારે કે સાધુઓ સમાજને ભારભૂત છે. સાધુઓ વસ્ત્ર–પાત્રઆહાર–પાણી અને મકાન વગેરે જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ સમાજ પાસેથી લે છે; અને સમાજ માટે કંઈ કરતા નથી. સાધુઓવગર મહેનતે ખાય છે. આ વિચારોથી અને બીજા પણ તેવા અયોગ્ય વિચારોથી સાધુઓ પ્રત્યે અવજ્ઞાભાવ પેદા થાય. એથી સાધુઓ પાસે આવવાનું મન જ ન થાય. જ્યાં સાધુ પાસે આવવાનું મન જ ન થાય ત્યાં જિનવાણીનું શ્રવણ કેવી રીતે થાય? આવા જીવોને સાધુઓ સમાજ ઉપર ઘણો ઉપકાર કરે છે એ વાત સમજાય તો જ સાધુઓ પ્રત્યે આદર ભાવ થાય. કેટલાક જીવો માટે એવું પણ બને કે કોઈ એકાદ બે કે તેથી પણ વધારે સાધુઓની અયોગ્યતા જોવામાં આવી હોય કે પોતાને જે કડવો અનુભવ થયો હોય એથી સાધુસંસ્થા પ્રત્યે અનાદર થઈ જાય. તેમણે એ વિચારવું જોઈએ કે બજારમાં દશ શાહુકાર હોય તો બે ચોર પણ હોય. દશ વૈદ્યો હોય તેમાં કોઈ વૈદ્ય લુચ્ચો પણ હોય. તેથી બધા વેપારીઓ ચોર અને બધા વૈદ્યો લુચ્ચા છે એમ ન મનાય. એમણે એ સમજવાની જરૂર છે કે અયોગ્યના આદરમાં જેટલું નુકશાન થાય તેનાથી અધિક નુક્શાન યોગ્યનો આદર ન કરવામાં થાય. માટે ચકાસણી કરીને યોગ્યનો આદર કરવામાં જ કલ્યાણ રહેલું છે.
અજ્ઞાનતાના કારણે કેટલાક ધર્મ માટે પણ વિચારે કે ધર્મથી વર્તમાન જીવનમાં કોઈ લાભ થતો નથી. ધર્મ નહિ કરનારા પણ મજેથી જીવે છે. લોકોમાં અનેક નાસ્તિકો આસ્તિકોથી વધારે સારી રીતે વર્તમાન જીવન જીવે છે. આ વિચારથી અને બીજા પણ તેવા અયોગ્ય વિચારોથી ધર્મ પ્રત્યે અવજ્ઞાભાવ પેદા થાય. એથી ધર્મને જાણવાનું મન જ ન થાય. જેને ધર્મજિજ્ઞાસા જ ન હોય તે જીવ જિનવાણીનું શ્રવણ કેવી રીતે કરે ? આજે જિનવાણીનું શ્રવણ નહિ થવામાં મુખ્ય કારણ ધર્મજિજ્ઞાસાનો અભાવ છે. ધર્મ જિજ્ઞાસાના અભાવનું કારણ ધર્મ પ્રત્યે અવજ્ઞા ( આદરનો અભાવ) છે. ધર્મ પ્રત્યે અવજ્ઞાનું કારણ ધર્મ નિરુપયોગી છે એવી માન્યતા છે. આવા જીવોને ધર્મનો હેતુ બરોબર સમજાય તો જ ધર્મ પ્રત્યે આદર થાય. ધર્મનો હેતુ બરોબર સમજવામાં આવે