________________
69 )
શ્રાદ્ધદિનકૃત્ય
પાંચમું ચૈત્યવંદન દ્વાર લોકો વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે અહો !! પૂજાની ભાવનાથી પણ કેટલો બધો લાભ થાય છે. પછી ભગવાને થોડાપણ શુભ અધ્યવસાયથી બહુ લાભ થાય છે એમ કહીને જિનપૂજાનું મહત્ત્વ સમજાવ્યું. ત્યારબાદ ભગવાને વૃદ્ધાના જીવન વૃત્તાંત જણાવતાં કહ્યું કે વૃદ્ધાનો જીવ દેવલોકમાંથી ચ્યવી વિશાળરાજ્યનો માલિક કનકધ્વજ નામનો રાજા થશે. એક વખત દેડકાને સર્પ, એસઈને કુરર, એ કુરરને અજગર, એ અજગરને મોટો સર્પ ખાઇ જવા મથે છે. એ બનાવ જોઇને તે વિચારશે કે – જેમ અહીં એક-બીજાને ખાવાને મથતા દેડકો વગેરે પ્રાણીઓ આખરે મહાસર્પના મુખમાં જ જવાના છે, તેમ સંસારમાં જીવો “મસ્યગલાગલ” ન્યાયથી પોતપોતાના બળ પ્રમાણે પોતાનાથી ઓછા બળવાળાને દુ:ખી કરે છે– દબાવે છે, પણ આખરે બધાયમરાજના મુખમાં પ્રવેશ કરે છે. આથી આ સંસાર અસાર છે. એમ વિચારીને પ્રત્યેકબુદ્ધ બનશે. દીક્ષાનું સુંદર પાલન કરીને દેવલોકમાં ઉત્પન્ન થશે. પછી મે કરીને અયોધ્યા નગરીના શકાવતાર નામના મંદિરમાં કેવલજ્ઞાન પામી મોક્ષે જશે.
પૂજાના વિષયમાં કુરચંદ્ર રાજાની કથા પ્રસિદ્ધ ન હોવાથી અહીં કહેવામાં આવી નથી. હવે અટપ્રકારી પૂજામાં આઠ વણિકબંધુઓની કથા છે. તે આ પ્રમાણે–
આઠ વણિક બંધુઓની કથા આ જંબુદ્વીપમાં પૂર્વ મહાવિદેહમાં પુલાવતી નામની વિજય છે. તેમાં પુંડરીકિણી નામની નગરી છે. તેમાં વરસેન નામનો ચક્રવર્તી હતો. એકવાર તે નગરીમાં સુયશ નામના તીર્થકર પરિવાર સહિત પધાર્યા. વરસેન ચકવર્તી સૈન્યસહિત તેમને વંદન કરવા માટે ગયો. તેણે પ્રભુને વંદન કરીને યથાયોગ્ય સ્થાને બેસીને ધમદશના સાંભળી. તે વખતે રાજાએ સમવસરણભૂમિમાં પ્રવેશ કરતા આઠ દેવોને જોયા. તે દેવો પોતાના શરીરમાંથી નીકળતી મનોહર સુગંધથી પૃથ્વીને વાસિત કરતા હતા. પોતાના શરીરની પ્રભાથી દશે ય દિશાઓને પ્રકાશિત કરતા હતા. તેમનાં દિવ્યરૂપ અને વસ્ત્ર-અલંકારો બીજા દેવોથી અતિશય શ્રેષ્ઠ હતાં. તે દેવોએ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને અને નમીને કહ્યું: હે પ્રભો! આપને તો બધું જ પ્રત્યક્ષ છે. પણ મુનિઓ દેવસંપત્તિને આગમથી જાણી શકે છે. તેથી હે દેવ!આપ આજ્ઞા આપો, જેથી અમે મુનિઓને નાટ્યવિધિ બતાવીએ. ભગવાન મૌન રહ્યા. તેથી દેવોએ નિષિદ્ધ 'અનુમતમ્ એ ન્યાયથી ભગવાનની અનુમતિ છે એમ માનીને ત્યાં સમચિત્તવાળા મુનિઓની સમક્ષ દિવ્ય નાટકો
ક્ય. પછી તેમણે ભગવાનને પૂછ્યું કે હે ભગવંત!અમે ભવ્ય છીએ કે અભવ્ય? ભગવાને કહ્યું કે તમે ભવ્ય છો. ફરી તેમણે પૂછ્યું : હે સ્વામી! અમે ક્યા ભવમાં મોક્ષ પામીશું? ભગવાને કહ્યું: દેવભવથી ચ્યવને આ વિજયમાં રાજાઓ થઇને અવસરે દીક્ષા લઇને મોક્ષ પામશો. પછી તે દેવો પ્રભુને નમીને પોતાના સ્થાને ગયા.
- વરસેન રાજાએ પ્રભુને નમીને પૂછ્યું : હે સ્વામી ! આ દેવો ક્યા દેવલોકમાંથી અહીં આવ્યા છે? પૂર્વભવમાં કોણ હતા? એમણે પૂર્વભવમાં શું સુકૃત કર્યું હતું? ભગવાને કહ્યું : ધાતકીખંડના ભરતક્ષેત્રમાં મહાલયપુરમાં વસુદત્ત નામનો મહાન શેઠ હતો. તેની રુકિમણી નામની પત્ની હતી. વિશિષ્ટ વિષયસુખને સેવતા તેમને જાણે સંસારવાસરૂપ વૃક્ષનાં ફળો હોય તેમ કમે કરીને આઠ પુત્રો થયા. તેમના અનુક્રમે ધન, વિમલ, શંખ, વરસેનક, શિવ, વરુણ, સુયશ અને સુવ્રત નામ હતાં. સઘળા ય પુત્રો લાવણ્યસંપન્ન, રૂપાળા, સર્વકળાઓના જાણકાર, ગંભીર, વિનીત, દાક્ષિણ્યતાવાળા અને સ્થિર આશયવાળા હતા.
એકવારતે નગરમાં સુવ્રત નામનાતાર્થકરસમવસર્યા. તે આઠેય શ્રેષ્ઠિપુત્રોવંદન કરવા માટે ગયા. ભગવાને ધર્મદશના આપી. ધર્મદેશના સાંભળીને તેમણે ભગવાનની પાસે સમ્યક્ત સહિત શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. એક વાર ભગવાને ધર્મદશનામાં કહ્યું કે જે જીવ પુષ્પો વગેરેથી અષ્ટપ્રકારી પૂજા કરે છે તેને સૌભાગ્ય, આદેયતા, ઐશ્વર્ય,