________________
શ્રાદ્ધદિનકૃત્ય
(325) ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર કરીને જાય, તેમ અહીં બે વાર વંદન કરવા માટે વાંદણા બે વાર બોલવામાં આવે છે.
સંપૂર્ણ પ્રતિક્રમણમાં બબ્બે વાંદણાં રૂપ ગુરુવંદન ચાર વખત કરવામાં આવે છે. તે આ પ્રમાણે – .
પહેલું વંદન પહેલીવાર મુપત્તિનું પડિલેહણ કર્યા પછી કરાય છે. આ વંદન અતિચારની આલોચના માટે છે. બીજું વંદનવંદિત્તસૂત્ર બોલ્યા પછી કરાય છે. આવંદન અપરાધ ખમાવવા માટે છે. ત્રીજું વંદન અભુદ્ધિઓ સૂત્ર બોલ્યા પછી કરાય છે. આ વંદન કાયોત્સર્ગ કરવા માટે છે. ચોથું વંદન બીજીવાર મુસ્પત્તિનું પડિલેહણ કર્યા પછી કરાય છે. આ વંદન પ્રત્યાખ્યાન કરવા માટે છે.
(૪) પ્રતિકમણઃ પ્રતિમણ એટલે પાછા ફરવું. શુભભાવમાંથી અશુભભાવમાં ગયેલો આત્મા ફરી શુભભાવમાં પાછો ફરે તે પ્રતિકમણ. આ વિષે કહ્યું છે કે
स्वस्थानाद् यत् परस्थानं, प्रमादस्य वशाद् गतः । तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥१॥
પોતાના સ્થાનથી( શુભભાવથી) પ્રમાદના કારણે પરસ્થાનમાં (=અશુભભાવમાં) ગયેલો આત્મા ફરી પોતાના સ્થાનમાં ( શુભભાવમાં) પાછો ફરે તેને પ્રતિક્રમણ કહેવામાં આવે છે.”
ટૂંકમાં, પાપથી પાછા ફરવું તે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ શબ્દનો આ પ્રમાણે શબ્દાર્થ છે. ભાવાર્થ તો પ્રતિક્રમણ એટલે મિચ્છામિ દુક્કડ' આપવું એવો છે. પ્રતિક્રમણ એટલે થઈ ગયેલા પાપોનું હદયથી મિચ્છામિ દુક્કડં આપવું. થઈ ગયેલા પાપનું હદયથી મિચ્છા મિ દુક્કડ આપવાથી એ પાપોનો નાશ થાય છે. મિચ્છા મિ દુક્કડે એટલે મારું દુષ્કૃત્યપાપ મિથ્યા નિષ્ફળ થાઓ. પ્રતિક્રમણ આવશ્યક કરતી વખતે દિવસ દરમ્યાન થઈ ગયેલા પાપોને યાદ કરીને ગુરુ સમક્ષ એ પાપોને જણાવીને હૃદયથી મિચ્છા મિ દુક્કડ આપવામાં આવે છે.
પાપભીરુ જીવ કેવો હોય? આવું પ્રતિક્રમણ કરવાની ભાવનાથાય એ માટે હૃદયમાં પાપભય ગુણ ઉત્પન્ન થવો જોઈએ. પાપભય ગુણ ઉત્પન્નત્યારે જ થાય કે જ્યારે પાપથી જ દુ:ખ એ સિદ્ધાંત હૃદયમાં નિશ્ચિત થાય. પાપથી દુ:ખ આવે એમ બોલવું એ જુદી વાત છે અને એમ હૃદયમાં નિશ્ચિત થવું એ જુદી વાત છે. જે મહાનુભાવના હૃદયમાં પાપથી જ દુ:ખ એ સિદ્ધાંત નિશ્ચિત થઈ જાય તેના આત્મામાં પાપભય નામનો ગુણ ઉત્પન્ન થાય છે. જેના હૃદયમાં પાપભય ગુણ ઉત્પન્ન થાય એ જીવની ભાવના સર્વ પાપોથી મુક્ત થવાની હોય. આમ છતાં તે સર્વ પાપોથી મુક્ત ન બની શકે એવું બને. સર્વ પાપોથી મુક્ત બનવાની ભાવનાવાળો જીવ સર્વ પાપોથી મુક્ત ન બની શકે તો જેમ બને તેમ ઓછાં પાપો થાય તેવી ભાવનાવાળો હોય. એટલે આવો જીવ બહુજ ઓછાં પાપો કરે, એ ઓછાં પણ પાપો દિલ વિના દુભાતા દિલથી કરે, રસથી ન કરે, આના કારણે તેને પાપનો બંધ બહુ જ અલ્પ થાય.
આથી જ શ્રાવકના વંદિત્ત સૂત્રમાં કહ્યું છે કેसम्मद्दिट्टी जीवो, जइवि हु पावं समायरे किंचि । अप्पो सि होइ बंधो, जेण न निद्धंधसं कुणइ ॥३६॥
જો કે સમ્યગ્દષ્ટિ જીવ પાપ વિના નિર્વાહન થવાથી અલ્પ નિર્વાહ પૂરતું પાપ કરે તો પણ તેને પાપકર્મનો બંધ અલ્પ થાય, કારણ કે તે પાપ નિદયપણે કરતો નથી.”
પ્રશ્ન: જેમ થોડું પણ ઝેર મારે જ, તેમ અલ્પ પણ પાપકર્મોનો બંધ નુકશાન ન કરે? પ્રવચનસારોદ્ધારમાં અભુઠિઓ કહ્યા પછી કરાતા ત્રીજા વંદનને “અલિઆવણ” વંદન જણાવ્યું છે. અદ્ધિઆવણ એટલે આશ્રય. આચાર્ય ભગવંત આદિ સર્વ શ્રીસંઘને ખમાવવા પૂર્વક તેઓનો આશ્રય (શરણું) કરવા માટે છે.