________________
ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર (126)
શ્રાદ્ધદિનકૃત્ય ઉત્તરઃ સમ્યગ્દષ્ટિ જીવ એથોડા પણ પાપકર્મોના બંધનો પ્રતિક્રમણ આદિથી નાશ કરી નાખે છે. આથી તેને એ અલ્પ પાપકર્મોનો બંધ નુકસાન કરતો નથી. આ વિષે વંદિતુ સૂત્રમાં કહ્યું છે કે
तंपि हु सपडिक्कमणं, सप्परियावं सउत्तरगुणं च । खिप्पं उवसामेई, वाहिव्व सुसिक्खिओ विज्जो ॥३७॥
સમ્યગ્દષ્ટિ જીવ પોતે કરેલા અલ્પ પણ પાપનું પશ્ચાત્તાપ પૂર્વક ગુરુની સમક્ષ પ્રતિકમણ કરીને અને ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્ત કરીને પાપનો ક્ષય કરી નાખે છે.”
ભોગવ્યા વિના જ કર્મોનો ક્ષય થઈ શકે પ્રશ્ન: બંધાયેલાં પાપર્મોનો ભોગવ્યા વિના ક્ષય થઈ શકે?
ઉત્તર: હા, જેવી રીતે સુશિક્ષિત વૈદ્ય ઔષધ દ્વારા રોગનો ક્ષય કરે છે તેમ પાપભીરુ જીવ પ્રતિક્રમણ આદિથી પાપકર્મોનો ક્ષય કરી નાખે છે.
આ વિષે પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે કેजहा विसं कुट्ठगयं, मंतमूलविसारया । विज्झा हणंति मंतेहिं, तो तं हवइ निव्विसं ॥३८॥ .. एवं अट्ठविहं कम्मं, रागदोससमजियं । आलोयंतो य निंदतो, खिप्पं हणइ सुसावओ ॥३९॥ ..
જેમ શરીરમાં વ્યાપેલા ઝેરને મંત્ર-મૂળીયાંવગેરે ઉપાયોને જાણનારા વૈદ્ય મંત્ર વગેરેથી ઝેરનો નાશ કરે છે, તેથી તે મનુષ્ય ઝેરથી રહિત થાય છે, તેમ અહીં રાગ-દ્વેષથી બાંધેલાં જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારના કર્મોને આલોચના કરતો અને નિંદા કરતો સુશ્રાવક તત્કાલ નાશ કરે છે.
વિષની શુદ્ધિ અંગે વૈદ્યનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે–
પોતાના ઉપર ચઢાઈ કરવા આવતા શત્રુનો નાશ કરવા રાજાએ વૈદ્ય પાસે ઝેર મંગાવ્યું. જવના દાણા જેટલું ઝેર લઈને વૈદ્ય રાજા પાસે હાજર થયો.
“વૈદ્યરાજ! મારે આખી શત્રુસેનાનો સંહાર કરવો છે, અને તમે આટલું અમસ્તું ઝેર લઈને આવ્યા?'' રાજા ગુસ્સે થઈ ગયો.
રાજ' શાંત થાઓ. આ આટલું અમતું ઝેર નથી. તે સહસ્ત્રઘાતી ઝેર છે.” એમ કહી વૈદ્યરાજે તેની સાબિતી માટે મરેલા હાથીના રૂંવાડા ઉપર તે ઝેર મૂક્યું. જોતજોતામાં તે ઝેર હાથીના આખા શરીરમાં પ્રસરી ગયું.
વૈદ્યરાજે કહ્યું- “રાજઆ હાથીને જે ખાશે અથવા તો તેનો સ્પર્શ કરશે તેને આ ઝેર ચડશે અને તે મરી જશે.”
રાજાએ બીજો પ્રશ્ન પૂછ્યો– “વૈદ્યરાજ ! આ રીતે ઝેર ઉતારવા માટેનું પણ કોઈ ઔષધ-દવા છે કે નહિ?”
“છે, રાજ! જેવી રીતે ઝેર ચડાવવાની દવા છે તેવી રીતે ઝેર ઉતારવાની પણ દવા છે.” એમ કહી વૈદ્યરાજે જવના દાણાપ્રમાણ બીજી દવા હાથીનારૂંવાડા ઉપર મૂકી અને આંખના પલકારામાં બધું ઝેર ઉતરી ગયું.
એ જ રીતે પ્રતિક્રમણથી પાપનો નાશ થાય છે.
જેમ કોઈ જીવ અજીર્ણ થાય તેટલું વધારે ભોજન કરી લે, પણ ભોજન ર્યા પછી ચેતી જાય, સાંજના ખાવાનું છોડી દે અને હિંગાષ્ટક વગેરે પાચક ઔષધિ લઈલે તો તેને અજીર્ણનું દુ:ખ સહન ન કરવું પડે, તેમ જે જીવ