________________
શ્રાદ્ધદિનકૃત્ય
ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર
પાપ બાંધ્યા પછી ચેતી જાય અને પ્રતિક્રમણ આદિથી પાપનો ક્ષય કરી નાખે તો તેને પાપનું ફળ ભોગવવું ન પડે. પ્રતિક્રમણથી ઘણાં પાપોનો પણ નાશ થાય
327
પ્રશ્ન ઃ થોડાં પાપો કર્યા હોય તો પ્રતિક્રમણ આદિથી પાપોનો ક્ષય થઈ શકે. પણ ઘણાં પાપો કર્યા હોય તો પ્રતિક્રમણ આદિથી ક્ષય થઈ શકે ?
ઉત્તર : હા, ગમે તેટલાં ઘણાં પાપો કર્યા હોય તો પણ જો હૃદયના પશ્ચાત્તાપ પૂર્વક પ્રતિક્રમણ કરવામાં આવે તો એ બધાં પાપોનો નાશ થઈ જાય. આ વિષે ‘વંદિત્તુ’ સૂત્રમાં કહ્યું છે કે
आवस्सएण एएण सावओ जईवि बहुरओ होइ । दुक्खाणमंतकिरियं काही अचिरेण काले ॥४१॥ ‘શ્રાવક ઘણાં પાપકર્મોવાળો હોય, અર્થાત્ ઘણા પાપકર્મો કરતો હોય તો પણ પ્રતિક્રમણ કરવાથી અલ્પકાળમાં જ દુઃખોનો વિનાશ કરશે.’’
આનાથી એ નક્કી થયું કે રોજ ઘણાં પાપો કરનાર જીવ પણ જો રોજ ભાવપૂર્વક હૃદયના પશ્ચાત્તાપ સાથે પ્રતિક્રમણ કરે તો તેનાં રોજનાં પાપોનો નાશ થઈ જાય.
પ્રતિક્રમણથી ભવાંતર સંચિત પાપોનો પણ નાશ થાય
પ્રતિક્રમણથી રોજનાં પાપોનો નાશ થાય એટલું જ નહિ, પણ જો પ્રતિક્રમણ ઉપયોગપૂર્વક ઉલ્લાસથી કરવામાં આવે તો ભવાંતરમાં સંચિત પાપોનો પણ નાશ થાય. પ્રતિક્રમણમાં ઉલ્લાસ આવે એ માટે પ્રતિક્રમણના સૂત્રોનો અર્થ સમજવો જોઈએ. પ્રતિક્રમણના એક એક સૂત્રમાં ખૂબ જ ભાવ ભરેલો છે. બધાં જ સૂત્રોના સંપૂર્ણ અર્થ ન સમજી શકાય તો નાનાસૂત્રોનાં અર્થો સમજવા જોઈએ. મોટા સૂત્રોમાં પણ અમુક અમુક ગાથાના કે અમુક શબ્દોના અર્થો સમજી લીધા હોય તો તે ગાથા કે શબ્દ બોલતી વખતે ઉપયોગપૂર્વક અર્થની વિચારણા કરી શકાય. એથી શ્રેષ્ઠ ભાવોલ્લાસ જાગે, જેમકે નમસ્કાર મહામંત્ર સૂત્રનો અર્થ સરળ છે. લોગસ્સ સૂત્રમાં ચોવીસ ભગવાનના નામ આવે છે. એટલે એ સૂત્રનો અર્થ પણ સહેલો છે. સવ્વસ્સવિ દેવસિસ.... એ સૂત્રનો અર્થ પણ સરળ છે. બીજા સૂત્રોમાં પણ ‘વંદે’ વગેરે પદોનો અર્થ સરળ છે. આમ સૂત્રોના અર્થને સમજીને ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવામાં આવે તો ઉત્તમ ભાવોલ્લાસ આવે. તથા વાંદણાં, ખમાસમણાં, મુહપત્તિની પડિલેહણા વગેરેનો વિધિ સમજીને વિધિપૂર્વક કરવામાં આવે તો પણ પ્રતિક્રમણમાં ભાવોલ્લાસ આવે. સૂત્રો બોલવાની મુદ્રાઓ જાણીને તે તે સૂત્ર તે તે મુદ્રાપૂર્વક બોલવાથી પણ ભાવોલ્લાસ જાગે. એ ભાવોલ્લાસથી ભવાંતર સંચિત પાપોનો પણ નાશ થાય. સૂત્રોના જ્ઞાન વિના પણ પ્રતિક્રમણથી લાભ થાય
પ્રશ્ન ઃ પ્રતિક્રમણના સૂત્રોનું જ્ઞાન ન હોય તો પણ પ્રતિક્રમણથી પાપકર્મોનો નાશ થાય ?
ઉત્તર : હા. કોઈને સર્પ કરડ્યો હોય ત્યારે કુશળ મંત્રવાદી મંત્ર બોલીને સર્પના ઝેરનો નાશ કરે છે. અહીં 'જેને સર્પ કરડયો છે તે મંત્રના અર્થને જાણતો ન હોવા છતાં મંત્રનો જ તેવો પ્રભાવ હોવાથી મંત્રાક્ષરોના ઉચ્ચારણમાત્રથી સર્પના ઝેરનો નાશ થાય છે. પ્રતિક્રમણ સૂત્રો પાપરૂપી સર્પનું દુ:ખરૂપ ઝેર ઉતારવા મંત્રતુલ્ય છે. ગણધરરચિત પ્રતિક્રમણ સૂત્રોનો તેવો પ્રભાવ હોવાથી જ તેના અર્થો વગેરેને નહિ જાણનારા પણ જો શ્રદ્ધાપૂર્વક એ સૂત્રોનું સ્વયં ઉચ્ચારણ કે શ્રવણ કરે તો તેનાં પાપકર્મો નાશ પામે છે.
દર્દીને દવાનું જ્ઞાન ન હોવા છતાં વૈદ્ય ઉપર ભરોસો રાખીને દવા લે છે તો તેનો રોગ દૂર થાય છે. તેમ અરિહંતો આપણા વૈદ્ય છે. પાપરૂપી રોગના નાશ માટે અરિહંતોએ પ્રતિક્રમણરૂપી ઔષધ બતાવ્યું છે. શ્રદ્ધા પૂર્વક