________________
ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર (324)
શ્રાદ્ધદિનકૃત્ય સ્વામીથી શું? અર્થાત્ તેવા સ્વામીનો કોઈ અર્થ નથી.
ભગવાન આપણા ઉપકારી છે. ઉપકારીના ગુણોની સ્તુતિ કરવાથી ઉપકારી પ્રત્યે યત્કિંચિત્ કૃતજ્ઞતા વ્યક્ત થાય છે. આથી કૃતજ્ઞતા ગુણનું પાલન કરવા માટે પણ ભગવાનની સ્તુતિ કરવી જોઈએ.
પ્રશ્નઃ છ આવશ્યમાં ચતુર્વિશતિસ્તવ (ભગવાનની સ્તુતિ) કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર: છ આવશ્યમાં ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ) સૂત્ર બોલવામાં આવે છે. એ સૂત્રમાં ચોવીસ ભગવાનના નામકીર્તન પૂર્વક ગુણોની સ્તુતિ કરવામાં આવી છે. આથી જ તે સૂત્રનું ચતુર્વિશતિસ્તવ એવું સાર્થકનામ છે. કાયોત્સર્ગમાં ચતુર્વિશતિસ્તવ સૂત્રને મનમાં ચિંતવીને અને કાયોત્સર્ગ સિવાય પ્રગટબોલીને ચતુર્વિશતિસ્તવ આવશ્યક કરવામાં આવે છે. ભગવાનના નામનું કીર્તન પણ મહાલાભદાયી છે. આ વિષે કલ્યાણ મંદિરમાં કહ્યું છે કે—
आस्तामचिन्त्यमहिमा ! जिन ! संस्तवस्ते, नामापि पाति भवतो भवतो जगन्ति । तीव्रातपोपहतपान्थजनान्निदाघे, प्रीणाति पद्मसरसः सरसोऽनिलोऽपि ॥
જેમ ઉનાળામાં અત્યંત તાપથી તપેલા મુસાફરોને પદ્મ સરોવર તો ખુશ કરે છે ઠંડક આપે છે, કિંતુ એ સરોવરનો ઠંડો પવન પણ ખુશ કરે છે ઠંડક આપે છે. તેવી રીતે હે પ્રભુ! આપના અચિંત્યમહિમાવાળા સ્તવનની વાત દૂર રહી, આપના નામનું કીર્તન પણ લોકોનું સંસારથી રક્ષણ કરે છે.
રાયપસેણિય શાસ્ત્ર (સૂ. ૧૦) માં કહ્યું છે કે – “વીતરાગ અને સર્વજ્ઞ એવા અરિહંત ભગવાનના નામનોત્રનું શ્રવણ પણ મહાફલદાયી છે.”
પ્રશ્ન : નામ તો માત્ર શબ્દરૂપ પુગલોનો સમૂહ છે. આથી તેનું શ્રવણ વગેરે માફલદાયી કેવી રીતે બને?
ઉત્તરઃ નામ દ્વારા નામવાળી વ્યક્તિના ગુણોનું સ્મરણ થાય છે. એથી ગુણો પ્રત્યે બહુમાન થાય છે. ગુણો પ્રત્યે થતો બહુમાન મહાફળદાયી છે. આ પ્રમાણે નામ ગુણો પ્રત્યે બહુમાન કરાવનાર હોવાથી તેનું શ્રવણ વગેરે મહાફલદાયી છે.
કોઈ તમને પૂછે કે કાલે ભોજનમાં શું બનાવ્યું હતું? તમે કહો કે રસગુલ્લા બનાવ્યા હતા. અહીં રસગુલ્લાં શબ્દ બોલતાં જ રસગુલ્લાનો આકાર, રંગ, સ્વાદ વગેરે તમારી આંખ સામે આવે છે. પછી તમે રસગુલ્લાનું વર્ણન કરો તો કદાચ રસલોલુપીના મોઢામાં પાણી આવી જાય એવું બને. આનાથી સિદ્ધ થાય છે કે વસ્તુનો અને વસ્તુના નામનો સંબંધ છે. નામ અને નામીનો કથંચિ અભેદ છે. આથી અરિહંતના નામનું શ્રવણ વગેરે મહાફલદાયી છે.
(૩) વંદન: વંદનીય આચાર્ય વગેરેને વંદન કરવું તે વંદન આવશ્યક છે. વંદન કરવું એટલે નમવું. પ્રશ્નઃ છે આવશ્યકમાં વંદન કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તરઃ છ આવશ્યકમાં સુગુરુવંદનસૂત્ર (વાંદણા) બોલીને વંદન કરવામાં આવે છે. કુલ ચાર વખત વંદન થાય છે.
વાંદણા બે વાર કેમ આપવામાં આવે છે? પ્રશ્નઃ દરેક વખતે વાંદણાં બે વાર કેમ બોલવામાં આવે છે? ઉત્તર : જેમ દૂત નમસ્કાર કરીને રાજાને કાર્ય જણાવે અને વિદાયની અનુજ્ઞા મળ્યા બાદ ફરી નમસ્કાર
જ અન્વર્થ નામને નામગોત્ર કહેવામાં આવે છે.