________________
શ્રાદ્ધદિનકૃત્ય
ચૌદમું વ્યવહારશુદ્ધિ દ્વાર
છે. આ રીતે પોતાના મુખે જ ચોરોએ ધન લીધાનું કબૂલ કર્યું. આથી ન્યાયાધીશે ચોરોની પાસેથી વણિકને તેનું ધન પાછું અપાવ્યું.
229
સાક્ષી રાખીને જ ધન આપવું એમ આ દૃષ્ટાંત સમજાવે છે.
(૧૦) વેપાર વગેરેમાં સોગન ખાવા નહિ. તેમાં પણ દેવ-ગુરુ-ધર્મના સોગન તો બિલકુલ ખાવા નહિ. દેવ-ગુરુ-ધર્મના સોગન ખાનારને ભવાંતરમાં ધર્મ દુર્લભ બને છે.
(૧૧) ધન કે શસ્ત્ર વગેરે વસ્તુ ખોવાઈ જાય કે ચોરાઈ જાય અને પાછી મળવાનો સંભવ ન રહે તો તેનો ત્યાગ કરવો, અર્થાત્ તે વસ્તુ વોસિરાવી દેવી. આમ કરવાથી એ વસ્તુનો ચોર વગેરે પાપમાં ઉપયોગ કરે તો તે દ્વારા થતા પાપના ભાગીદાર ન બનાય. વિવેકી પુરુષે પાપનો અનુબંધ કરનારી અનંતા ભવ સંબંધી શરીર, ઘર, ધન, શસ્ત્ર આદિ સર્વ વસ્તુનો આ રીતે ત્યાગ કરવો જોઈએ, અર્થાત્ વોસિરાવી દેવી જોઈએ. આમ ન કરવામાં આવે તો અનંતાભવ સુધી તે વસ્તુના સંબંધથી થનારાં પાપોના ભાગીદાર બનાય. આ વિષે ભગવતી સૂત્ર પાંચમાં શતકના છઠ્ઠા ઉદ્દેશમાં કહ્યું છે કે ‘‘શિકારીએ હરણને માર્યો ત્યારે જે ધનુષ્ય વગેરેથી હરણ હણાયો તે ધનુષ્ય વગેરેના મૂળ જીવોને પણ હિંસાદિ પાપક્રિયા લાગે.'' આવા પાપથી બચવા દરેક શ્રાવકે એકવાર તો અવશ્ય નાણસમક્ષ ‘‘અતીતભવ પુદ્ગલ વોસિરાવવાની’’ ક્રિયા કરી લેવી જોઈએ.
(૧૨) ધનહાનિ વગેરે વિપત્તિ આવે ત્યારે દિલગીર ન થવું. આ વિષે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે દિલગીરી ન કરવી એ જ લક્ષ્મીનું મૂળ છે. દૃઢ નિશ્ચયવાળો કુશળ, ગમે તેટલા ક્લેશને સહન કરનારો માણસ ફરી લક્ષ્મીને મેળવવા સમર્થ બને છે. કરમાયેલું વૃક્ષ પાછું નવપલ્લવિત થાય છે, અને ક્ષીણ થયેલો ચંદ્ર પણ પાછો પરિપૂર્ણદશામાં આવે છે, એમ વિચાર કરનારા સત્પુરુષો આપત્તિ કાળ આવતાં મનમાં ખેદ કરતા નથી.
(૧૩) વેપાર આદિમાં વિઘ્ન ટળે અને ઈચ્છિત લાભ વગેરે થાય એ માટે વેપાર આદિના પ્રારંભમાં શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું, શ્રી ગૌતમસ્વામી આદિનું નામ જપવું.
(૧૪) જેટલું ધન મળશે, તેમાંથી આટલું ધન દેવ-ગુરુ-સાધર્મિકની સેવામાં વાપરીશ એવો નિર્ણય કરવો જોઈએ. આમ કરવાથી તેવાં નિકાચિત પાપકર્મોનો ઉદય ન હોય તો પ્રારંભેલ કાર્યમાં અવશ્ય સફળતા મળે. કારણકે દરેક કાર્યોની સિદ્ધિમાં ધર્મનું જ પ્રધાનપણું છે. ધન મેળવવા ઉદ્યમ કરનારે ‘“સાત ક્ષેત્રોમાં ધનનો સદુપયોગ કરીશ.’’ વગેરે શુભ મનોરથો કરવાં જોઇએ, અને ધન મળતાં એ મનોરથોને સફલ પણ કરવાં. કહ્યું છે કે
ववसायफलं विहवो, विहवस्स फलं सुपत्तविणिओगो । तदभावे ववसाओ, विहवो वि अ दुग्गइनिमित्तं ॥ વ્યાપારનું ફલ વૈભવ છે, વૈભવનું ફળ સુપાત્રદાન છે, આથી સુપાત્રદાન વિના વ્યાપાર અને વૈભવ બંનેય દુર્ગતિનાં કારણ બને છે.’’
આ પ્રમાણે વ્યવહારશુદ્ધિથી મેળવેલી ઋદ્ધિ ધર્મકાર્યમાં વાપરવાથી ધર્મઋદ્ધિ બને છે. નહિ તો તે ભોગ ઋદ્ધિ કે પાપઋદ્ધિ બને છે. કહ્યું છે કે
‘‘મ્નિદ્વી મોશિદ્ધી, વિદ્ધી ફેંગ તિા મને ફદ્ધી | સા મળફ ધર્મિટ્ટી, નાળિજ્ઞફ ધમ્મજ્ઞેયું ? I' ‘મા મોળિઠ્ઠી નિષ્નર, સરીરમોમિ નીફ વોનો । ના વાળમોગરહિઞ, સાપાવિડ્ડી અળસ્થા ર્॥’
“ધર્મઋદ્ધિ, ભોગઋદ્ધિ અને પાપઋદ્ધિ એમ ઋદ્ધિના ત્રણ પ્રકારો છે. તેમાં જે ધર્મકાર્યમાં વપરાય તેને ‘ધર્મઋદ્ધિ’, જે શરીર અને ભોગોમાં વપરાય તેને ‘ભોગઋદ્ધિ', અને દાનમાં કે ભોગમાં એકેયમાં ન વપરાય તેને