________________
શ્રાદ્ધદિનકૃત્ય
(127)
ગુરુવંદન અધિકાર જિનાજ્ઞાનું પાલન છે, તો પણ આ પડિલેહણ તે ખાસ (ચંચળ) મનરૂપીમાંકડાને વશ કરવા માટે કરવાનું છે–એમ શ્રી જિનેશ્વરદેવો કહે છે. માટે જ રાત્રિના સમયે અંધારામાં પણ મુપત્તિ પડિલેહવાનું વ્યાજબીજ છે. એ પ્રમાણે પચીસ અંગપડિલેહણાનું બીજુ દ્વાર કહ્યું.
(વિશેષ સમજણ માટે પ્રબોધ ટીકાનું લખાણ અહીં થોડા સુધારા-વધારા સાથે આપવામાં આવે છે.) મુહપત્તિની પડિલેહણ વખતે વિચારવા યોગ્ય બોલો:૧. પ્રથમ ઊભડક બેસો, બે હાથ બે પગ વચ્ચે રાખો, મુક્ષત્તિની ઘડી ઉકેલો, બંને હાથથી બન્ને છેડા પકડો
અને મુક્ષત્તિની સામે દૃષ્ટિ રાખો, પછી મનમાં બોલોકે (નીચે કાળા અક્ષરો આપ્યા છે, તે મનમાં બોલવાના છે તથા તેનો અર્થ વિચારવાનો છે.)
સૂત્ર (આ વખતે મુક્ષત્તિની એક બાજુની પ્રતિલેખના થાય છે, એટલે કે તેની એક બાજુનું બરાબર નિરીક્ષણ
કરવામાં આવે છે.) ૨. પછી મુહપત્તિને ઉલટાવીને ડાબે હાથે પડેલો છેડો જમણા હાથે પકડો અને જમણા હાથે પકડેલો છેડો ડાબા હાથે પકડી, ફરી સામે લાવી, મનમાં બોલોકે–
અર્થ, તત્ત્વકરી સહ (સૂત્ર તથઅર્થ ઉભયને તત્ત્વરૂપ એટલે સત્ય-સ્વરૂપ સમજું અને તેની પ્રતીતિ કરી તેના પર શ્રદ્ધા કરું. આ વખતે મુક્ષત્તિની બીજી બાજુની પ્રતિલેખના થાય છે, એટલે કે મુક્ષત્તિની બીજી બાજુનું બરાબર નિરીક્ષણ કરવામાં આવે છે.) . પછી પૂર્વ મુજબ મુપત્તિને ઉલટાવીને મુહપત્તિનો જમણા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરો. તે વખતે મનમાં ધીમેથી બોલો કે–
સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય પરિશું. (દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિઓ ખંખેરી નાખવા જેવી છે, એટલે મુહપત્તિને અહીં ત્રણ વાર ખંખેરવામાં
આવે છે.) ૪. પછી ડાબા હાથ તરફનો ભાગ ત્રણ વાર ખંખેરો, તે વખતે મનમાં બોલો કે
કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિહ. (ત્રણ પ્રકારના રાગ ખંખેરી નાખવા જેવા છે, એટલે મુપત્તિની અહીં ત્રણ વાર ખંખેરવામાં આવે છે.) ૫. મુહપત્તિનો મધ્ય ભાગડાબા હાથ પર નાખી, વચલીઘડી પકડી બેવડી કરો. (અહીંથી મપત્તિને સંકેલવાનું
શરૂ થાય છે.) ૬. પછી જમણા હાથના ચાર આંગળાનાં ત્રણ આંતરામાં મુક્ષત્તિને ભરાવો.
પછી મુહપત્તિને આંગળીથી કોણી સુધી ત્રણ પે લાવવી. તેમાં પહેલા ટપે આંગળીના મૂળ સુધી, બીજા ટપે કાંડા સુધી, અને ત્રીજા ટપે કોણી સુધી લાવવી. દરેકટપે એક એક પ્રમાર્જના કરતાં અનુક્રમે બોલો કે
સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું. સુદેવ, સુગુરુ અને સુધર્મવિષેની શ્રદ્ધા આપણામાં દાખલ થાય તેવી ઈચ્છા છે, તેથી મુપત્તિને આંગળીઓના અગ્રભાગથી અંદર તરફ લાવવાની ક્રિયા કરવામાં આવે છે. તેમાં પહેલાટપે મુક્ષત્તી લગભગ આંગળીનાં