________________
શ્રાદ્ધદિનકૃત્ય
(317) ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર काऊण य सामाइयं, इरियं पडिक्कमिय गमणमालोए । वंदित्तु सूरिमाई, सज्झायावस्सयं कुणई ॥२३२॥
હવે પૌષધશાળામાં સાધુઓ પણ છે અને શ્રાવકે ઘરે સામાયિક ક્યું હોય, તો એ શ્રાવક સાધુ પાસે જઈને શું કરે તે કહે છે–
સાધુની સાક્ષીએ ફરી સામાયિક કરીને (કરેમિ ભંતે સૂત્ર ઉચ્ચરીને), ઈરિયાવહિયા પ્રતિક્રમણ કરીને, ગમણગમણે આલોવે. પછી આચાર્યવગેરેને વંદન કરે. પછી સ્વાધ્યાયકરે. આવશ્યના (=પ્રતિમણના) સમયે આવશ્યક કરે. (૨૩૨)
जावइयं चेव कालंतु, सड्डो सामाइयं करे । तत्तियं चेव कालं तु, विन्नेओ समणो जहा ॥२३३॥
હવે શ્રાવક સામાયિક ર્યા પછી કામ આવી જતાં (સામાયિકનો સમય પૂર્ણ થતાં) સામાયિક પારે. તેથી શ્રાવકનું સામાયિક ક્ષણવાર = અલ્પ સમય રહેનારું છે. તેથી શ્રાવક ફરી ફરી સામાયિક કરે તો સામાયિકના કાળની વૃદ્ધિ થાય. આ રીતે સામાયિકની કાલવૃદ્ધિનું ફળ બતાવવા માટે ગ્રંથકાર કહે
શ્રાવક વારંવાર જેટલો કાળ સામાયિક કરે વારંવાર તેટલો જ કાળ તેને સાધુ જેવો જાણવો. આ જ કારણથી અનેકવાર સામાયિક કરે.
આ વિષે આવશ્યકનિયુક્તિ (ગાથા ૮૦૦-૮૦૨) માં કહ્યું છે કે – “સામાયિક કર્યો છતે શ્રાવક સાધુની સમાન થાય છે, એ કારણથી શ્રાવક બહુવાર સામાયિક કરે. જીવ ઘણા પ્રકારનાં કાર્યોમાં અને ઘણીવાર ઘણા પ્રમાદવાળો છે. આ કારણથી ઘણીવાર સામાયિક કરે.”
પ્રશ્ન:- એક સામાયિકમાં રહેવાનો કાળ કેટલો?
ઉત્તર: એક સામાયિકમાં રહેવાનો કાળ મુહર્ત (Rબે ઘડી, અર્થાત્ ૪૮ મિનિટ) વગેરે છે. અર્થાત્ એક સામાયિકનો ઓછામાં ઓછો કાળ એક મુહૂર્તનો છે. (વગેરે શબ્દથી ચિત્તમાં સમાધિ રહેતો બે ઘડીથી વધારે કાળ સુધી પણ સામાયિકમાં રહી શકાય.) (૨૩૩)
सावजजोगपरिवजणट्ठा, सामाइयं केवलियं पसत्थं । गिहत्थधम्मा परमंति नच्चा, कुजा बुहो आयहियं परत्थं ॥२३४॥
આ પ્રમાણે શ્રાવકના સામાયિકનું સ્વરૂપ બતાવ્યું, એથી કોઈ મુગ્ધમતિ જીવ સાધુના સામાયિકમાં ગૌણબુદ્ધિવાળો ન બને એ માટે સાધુના સામાયિકની પ્રધાનતા પ્રસિદ્ધ કરવા પૂર્વક ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે
સાવધયોગના (=ાપવાળી પ્રવૃત્તિના) ત્યાગ માટે સંપૂર્ણ સામાયિક (=સાધુનું સામાયિકો શ્રેષ્ઠ છે. આ જ સામાયિક ગૃહસ્થધર્મથી પ્રધાન છે. નિપુણ જીવ આ પ્રમાણે જાણીને આત્મોપકારક સામાયિક મોક્ષ માટે કરે.
અહીં સામાયિક મોક્ષ માટે કરે, દેવલોની પ્રાપ્તિ માટેન કરે, એમ કહીને નિદાનનો ત્યાગ કરવાનું સૂચવ્યું