________________
પંદરમું ભોજન દ્વાર
278
महाणुभावेण गुणायरेणं, वयरेण पुव्वं सुयसायरेणं ।
सुयं सरंतेण जिणुत्तमाणं, वच्छल्लयं तेण कयं तु जम्हा ॥२०१॥
શ્રાદ્ધદિનકૃત્ય
તે પ્રમાણે જ કહે છે—
કારણ કે ક્ષીરાશ્રવ આદિ મહાલબ્ધિઓના પ્રભાવથી યુક્ત, અનાસક્તિ આદિ ગુણોના નિવાસ, દસપૂર્વરૂપ જલના સાગર સમાન એવા શ્રી વજ્રસ્વામીએ પણ પૂર્વે જિનેશ્વરોના ‘“સાધર્મિક વાત્સલ્યમાં પ્રયત્નશીલ બનો’’ ઇત્યાદિ આગમને યાદ કરીને સાધર્મિકોનું દુર્ભિક્ષ વગેરે આપત્તિમાંથી ઉદ્ધાર કરવા રૂપ વાત્સલ્ય કર્યું હતું. (૨૦૧) तम्हा सव्वपयत्तेणं, जो नमुक्कारधारओ ।
સાવો સોવિ ધ્રુવો, ના પરમવંધવો ૨૦૨૫
આ પ્રમાણે સાધર્મિક વાત્સલ્યને કર્તવ્ય તરીકે નિશ્ચિત કરીને હવે સાધર્મિકવાત્સલ્ય જેવી રીતે કરવું જોઈએ તેવી રીતે દષ્ટાંત સહિત છ ગાથાઓથી કહે છે——
તેથી જે શ્રાવક માત્ર સમ્યગ્દર્શનને ધારણ કરનાર હોય તેને પણ સર્વ પ્રયત્નથી પરમબંધુના જેવો જાણવો, અર્થાત્ તેનું પરમબંધુની જેમ સર્વપ્રયત્નથી સાધર્મિકવાત્સલ્ય કરવું. (૨૦૨)
विवायं कलहं चेव, सव्वहा परिवज्जए ।
साहम्मिएहिं सद्धिं तु, जओ एयं वियाहियं ॥ २०३॥
સાધર્મિકોની સાથે વિવાદ, કલહ, મુઠ્ઠી વગેરેથી મારવું એ બધાનો ત્યાગ કરે. સુશ્રાવક સાધર્મિક સિવાય બીજાઓની સાથે પણ આ બધું ન કરે તો પછી સાધર્મિકોની સાથે તો સર્વથા ન કરે. કારણ કે પૂર્વાચાર્યોએ હવે પછીના ગાથામાં કહેવાશે તે કહ્યું છે.
વિવાદ એટલે રાજકુલમાં ફરિયાદ કરવી, અર્થાત્ કોર્ટમાં કેસ કરવો. (૨૦૩)
कि हड़ साहम्मियंमि कोवेण दंसणमयंमि ।
आसायणं तु सो कुण, निक्किवो लोगबंधूणं ॥ २०४ ॥
પૂર્વાચાર્યોએ જે કહ્યું છે તે કહે છે-
સમ્યગ્દર્શનયુક્ત સાધર્મિકને જે કોપથી મારે છે, નિર્દય તે અરિહંતોની આશાતના કરે છે. (૨૦૪) तं अत्थं तं च सामत्थं, तं विन्नाणं सुत्तमं ।
साहम्मियाण कज्जंमि, जं विच्वंति सुसावया ॥ २०५ ॥
તે જ અર્થ અતિશય પ્રધાન છે, તે જ સામર્થ્ય અતિશય પ્રધાન છે, તે જ વિજ્ઞાન અતિશય પ્રધાન છે કે જેને સુશ્રાવકો સાધર્મિકોના કાર્યમાં સફલ કરે છે.
અહીં અર્થ એટલે ધન-ધાન્યાદિનો સંગ્રહ. સામર્થ્ય એટલે મોટાઈ અથવા શરીર બળ. વિજ્ઞાન એટલે રાજકુલ આદિમાં વર્ણન કરવું કે રજુઆત કરવી વગેરેમાં હોંશિયારી. (૨૦૫)
अन्नन्नदेसाण समागयाणं, अन्नन्नजाईइ समुब्भवाणं ।
साहम्मियाणं गुणसुट्ठियाणं, तित्थंकराणं वयणेट्ठियाणं ॥ २०६ ॥