________________
શ્રાદ્ધદિનકૃત્ય
(279)
પંદરમું ભોજન દ્વાર वत्थन्नपाणासणखाइमेहिं, पुप्फेहिं पत्तेहि य पुप्फलेहिं । सुसावयाणं करणिजमेयं, कयं तु जम्हा भरहाहिवेणं ॥२०७॥
સૌરાષ્ટ્ર, મારવાડ, માલવ આદિ અન્ય અન્ય દેશોથી તીર્થયાત્રા માટે આવેલા, પોરવાલ, પલિવાલ આદિ વંશમાં ઉત્પન્ન થયેલા, અથવા બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ કુળમાં ઉત્પન્ન થયેલા, સભ્યત્વ અણુવ્રત વગેરે અને ક્ષમા વગેરે ગુણોમાં અતિશય રહેલા, અસ આગ્રહનો ત્યાગ કરીને જિનાજ્ઞાનું પાલન કરનારા શ્રાવકોનું વસ્ત્ર, અન્ન, પાન, અશન, ખાદિમ, પુષ્પો, પત્રો અને ફળોથી વાત્સલ્ય કરવું એ સુશ્રાવકોનું કર્તવ્ય છે. કારણ કે ભરતરાજાએ પણ સાંધર્મિક વાત્સલ્ય કર્યું હતું.
અહીં અન્નશબ્દથી દુકાળ વગેરેમાં ધાન્યથી વાત્સલ્ય કરવાનું સમજવું. ભરત મહારાજાએ કરેલું સાધર્મિક વાત્સલ્ય આ પ્રમાણે છે–
ભરત મહારાજાનું સાધર્મિક વાત્સલ્ય એકવાર ભરત ચક્રવર્તી દીક્ષિત બનેલા લઘુબંધુઓની ભક્તિ કરવા પાંચસો મોટાં ગાડાં ભરી આહાર મંગાવ્યો. લઘુબંધુઓને આહારનો લાભ આપવા વિનંતી કરી. આ વખતે પ્રભુએ કહ્યું: સાધુ માટે બનાવેલો આહાર સાધુઓને ન ખપે. આથી ભરત મહારાજાએ ઈન્દ્રને પૂછ્યું: અહીં લાવેલા આ આહારનું મારે શું કરવું? ઈન્દ્ર કહ્યું: વિશેષ ગુણવાન સાધર્મિકોને આપી દેવું. આથી ભરત મહારાજાએ એ આહારથી સાધર્મિકોની ભક્તિ કરી.
એક્વાર સાધર્મિક ભક્તિ કરવાની વિશેષ ભાવનાથતાં ભરત મહારાજાએ અયોધ્યામાં રહેલા સર્વશ્રાવકોને બોલાવીને કહ્યું: હસાધર્મિક બંધુઓ! તમારે હંમેશા ભોજન માટે મારે ઘેર પધારવું. કૃષિવગેરે કાર્યનકરતાં તમારે સ્વાધ્યાયમાં પરાયણ રહીને, નિરંતર અપૂર્વજ્ઞાનને ગ્રહણ કરવામાં તત્પર થવું. ભોજન કરીને મારી પાસે આવી દરરોજ તમારે આ પ્રમાણે બોલવું – નિતો મવાનું વર્તત મીતમન્નાહનમાં હન (તમે જીતાયેલા છો, ભય વૃદ્ધિ પામે છે, માટે ન હણો, નહણો.) ચકીનું એ વચન સ્વીકારી તેઓ હંમેશા ભરતરાજાને ઘરે જમવા લાગ્યા અને સ્વાધ્યાય કરવા લાગ્યા. દેવતાઓની જેમ રતિમાં મગ્ન થયેલા અને પ્રમાદી એવા ચક્રવર્તી નિતો મવાનું વગેરે શબ્દને સાંભળવાથી આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા–“અરે! હુંકષાયોથી જીતાએલો છું અને એ કષાયોથી જ ભય વૃદ્ધિ પામે છે, તેથી આત્માને હણો નહીં; એવી રીતે આ વિવેકીઓ મને નિત્ય સ્મરણ કરાવે છે; તો પણ અહો! મારું કેવું પ્રમાદીપણું અને કેવી વિષયલુબ્ધતા છે! ધર્મને વિષે મારું આ કેવું ઉદાસીનપણું! આ સંસારમાં મારે કેવો રાગ ! અને આ મારો મહાપુરુષને યોગ્ય એવો આચારનો કેવો વિપર્યય કહેવાય! આવા ચિંતવનથી સમુદ્રમાં ગંગાના પ્રવાહની જેમ એ પ્રમાદી રાજામાં ક્ષણવાર ધર્મધ્યાન પ્રવત્યું પરંતુ પાછા વારંવાર શબ્દાદિક ઈદ્રિયાઈમાં તે આસક્ત થવા લાગ્યા; કારણકે ભગફળકમને અન્યથા કરવાને કોઈ પણ સમર્થનથી.
એક વખત રસોડાના ઉપરીએ આવી મહારાજાને વિજ્ઞપ્તિ કરી કે ભોજન કરનારા ઘણા થવાથી આ શ્રાવક છે કે અન્ય છે? એમ જાણવામાં આવતું નથી.” તે સાંભળી ભરતરાજાએ આજ્ઞા આપી કે તમે પણ શ્રાવક છો, માટે આજથી તમારે પરીક્ષા કરી ભોજન આપવું. પછી તેઓ સર્વને પૂછવા લાગ્યા કે તમે કોણ છો?' જો તેઓ કહે કે “અમે શ્રાવક છીએ તો તમારામાં શ્રાવકનાં કેટલાં વ્રત છે?' એમ પૂછતાં. તેઓ કહેતા કે “અમારે નિરંતર પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત છે.” એવી રીતે પરીક્ષા કરેલા શ્રાવકોને તેઓ ભરતરાજાને બતાવવા લાગ્યા, એટલે મહારાજા જ્ઞાન, દર્શન અને ચારિત્રના ચિહ્નવાળી ત્રણ રેખાઓ કાંકિણી રત્નથી ઉત્તરાસંગની જેમ તેમની શુદ્ધિને માટે કરવા લાગ્યા. એમ દરેક છ છ મહિને નવીન શ્રાવકોની પરીક્ષા કરીને કાંકિણી રત્નથી તેઓને