________________
પંદરમું ભોજન દ્વારા
(280)
શ્રાદ્ધદિનકૃત્ય. નિશાની કરતા હતા. ચિહ્નથી તેઓ ભોજન મેળવી ગિતો મવાનું ઇત્યાદિ પઠન ઊંચે સ્વરે કરવા લાગ્યા, તેથી તેઓ મદન એવા નામથી પ્રસિદ્ધ થયા. તેઓ પોતાના બાળકો સાધુઓને આપવા લાગ્યા. તેમાંથી કેટલાએક સ્વેચ્છાથી વિરક્ત થઈ વ્રત ગ્રહણ કરવા લાગ્યા અને પરિષહ સહન કરવાને અસમર્થ એવા કેટલાક શ્રાવકો થયા. કાંકિણી રત્નથી લાંછિત થયેલા તેઓને પણ નિરંતર ભોજન મળવા લાગ્યું. રાજાએ એ લોકોને ભોજન આપ્યું તેથી લોકો પણ તેમને જમાડવા લાગ્યા; કારણ કે પૂજિતે પૂજેલા સર્વથી પૂજાય છે. તેઓને સ્વાધ્યાય કરવા માટે ભરતે અરિહંતોની સ્તુતિ તથા મુનિ-શ્રાવકોના આચારોથી પવિત્ર એવા ચાર વેદ રચ્યા. સમય જતાં તેઓ માહનને બદલે બ્રાહ્મણ એવા નામથી પ્રસિદ્ધ બન્યા. કાંકિણીરત્નની રેખાઓ જનોઈ રૂપ થઈ. ભરત રાજાની ગાદીએ આવેલા સૂર્યયશા રાજાએ કાંકિણીરત્નના અભાવથી સુવર્ણની જનોઈ કરી. ત્યારબાદ મહાયશા વગેરે રાજાઓએ રૂપાની જનોઈ કરી. પછી સૂતરની જનોઈ થઈ. (૨૦૬-૨૦૧૭)
वजाउहस्स रामेणं, जहा वच्छल्लयं कयं । ससत्ति अणुरूवं तु, तहा वच्छल्लयं करे ॥२०८॥
કોઈને રાજાએ પકડ્યો હોય ઇત્યાદિ આપત્તિ આવી હોય તો એ આપત્તિમાંથી ઉદ્ધાર કરવારૂપ સાધર્મિક વાત્સલ્યને જ દષ્ટાંત સહિત કહે છે--
જેવી રીતે શ્રી રામચંદ્રજીએ વજાયુધ રાજાનું સાધર્મિક વાત્સલ્ય કર્યું હતું તે રીતે શ્રાવક પોતાની શક્તિ પ્રમાણે સાધર્મિક વાત્સલ્ય કરે.
સાધર્મિક ભક્તિમાં શ્રી રામચંદ્રજીનું દષ્ટાંત જે વખતે શ્રીરામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી અને શ્રી સીતાજી વનવાસ કરી રહ્યા હતા તે વખતનું આ દષ્ટાંત છે. એક વખતે એ ત્રણે જંગલમાં ચાલ્યા જતા હતા. ચાલતાં ચાલતાં શ્રી સીતાજી થાકી ગયા. આથી વિશ્રામ લેવા માટે એ ત્રણે એક વડની નીચે બેઠા. શ્રીરામચંદ્રજીએ ત્યાં ચારે બાજુ દષ્ટિ કરી. પછી તેમણે શ્રીલક્ષ્મણજીને કહ્યું : આ પ્રદેશ કોઈના ભયથી હમણાં જ ઉજ્જડ થઈ ગયો લાગે છે. કારણ કે આ વાડીઓ પાણીથી ભીની છે, ખેતરો શેરડીના સાંઠાઓથી ભરેલાં છે, ખળાંઓ અન્નથી ભરેલાં છે. એટલામાં કોઈ પુરુષત્યાંથી પસાર થયો. શ્રીરામચંદ્રજીએ તેને આ પ્રદેશ ઉજ્જડ થવાનું કારણ પૂછ્યું. તેણે કહ્યું: આ અવંતી દેશ છે. તેમાં અવંતી નગરી છે. અવંતિનગરીમાં સિહોદર નામનો રાજા રાજ્ય કરે છે. આ જ દેશમાં દશાંગપુર નગરમાં વાયુધ રાજા રાજ્ય કરે છે. તેનું બીજું નામ વજકર્ણ છે. તે રાજા સિંહોદર રાજાના તાબામાં છે.
વજાયુધ રાજાએ એક વખત જૈનમુનિના ઉપદેશથી જૈનધર્મનો સ્વીકાર કર્યો. આથી અરિહંતદેવ અને જૈન સુસાધુ સિવાય બીજા કોઈને હું નમીશ નહિ એવો અભિગ્રહર્યો. એક વખત સિંહોદર રાજાની પાસે જવાનો પ્રસંગે ઉપસ્થિત થયો. આથી તેને વિચાર આવ્યો કે મારે અરિહંતદેવ અને જૈન સાધુ સિવાય બીજા કોઈને નહિ નમવાનો નિયમ છે. સિંહોદર રાજાને મારે નમવું પડશે. જો નહિ નમીશ તો તે મારો વેરી થશે, અને મને હેરાન કરશે. આમ વિચારીને તેણે નિયમ ન ભાંગે અને સિંહોદર વૈરી પણ ન બને એવો ઉપાય શોધી કાઢ્યો. તેણે હાથની વીંટીમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની મણિમય પ્રતિમા જડાવી. પછી જ્યારે જ્યારે સિંહોદર રાજાની પાસે જાય ત્યારે ત્યારે સિહોદર રાજાની સામે નમસ્કાર કરતો હતો, પણ મનમાં લક્ષ્ય વીંટીમાં રહેલ પ્રતિમાજીનું રાખતો હતો. આથી ભાવથી જિનપ્રતિમાને જ નમસ્કાર થાય અને સિંહોદર રાજા સમજે કે આ મને નમસ્કાર કરે છે. વાયુધ રાજા આ રીતે પોતાના નિયમનું પાલન કરતો હતો.