________________
1 302 )
પંદરમું ભોજન દ્વાર
(302)
શ્રાદ્ધદિનકૃત્ય નિષેધ છે. આયુર્વેદમાં કહ્યું છે કે
हृन्नाभिपद्मसंकोचश्चण्डरोचिरपायतः । अतो न भोक्तव्यं, सूक्ष्मजीवादनादपि ॥
“સૂર્ય અસ્ત થતાં હદયમળ અને નાભિકમળ બંને સંકોચાઈ જાય છે, અને સૂક્ષ્મ જીવો ભોજનમાં ખવાઈ જવા માટે રાત્રિભોજન કરવું નહિ.”
આજે પણ સારા વૈદ્ય-ડૉક્ટરો જૈનધર્મમાં બતાવેલા રાત્રિભોજનના ત્યાગની અને નવકારશીના પચ્ચખાણની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. રાત્રે ન ખાવાથી અને સૂર્યોદય બાદ બે ઘડી સુધી ન ખાવાથી હોજરીને ઘણો આરામ મળે છે. એથી ખાધેલો આહાર બરોબર પચી જાય છે.
આ રીતે રાત્રિભોજનમાં ઘણા દોષો હોવાથી અને રાત્રિભોજનના ત્યાગમાં ઘણા ગુણો હોવાથી શ્રાવકોએ રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ. પૂર્વે કુમારપાળ મહારાજા, વસ્તુપાળ-તેજપાળ-પેથડશાહ મંત્રી જેવા શ્રાવકો રાત્રિભોજન કરતા હતા. તેમાં પણ પેથડશાહ મંત્રીને તો સૂર્યાસ્તથી પહેલાં બે ઘડીથી આહાર-પાણી બંનેનો ત્યાગ હતો. તેમનો આ નિયમ એક પ્રસંગ ઉપરથી જાણી શકાય છે. તે પ્રસંગ આ પ્રમાણે છે
પેથડશાહ એકવાર શ્વેતાંબર જૈન સંઘ ગિરનાર તીર્થની યાત્રા કરવા માટે ગયો. જે દિવસે શ્વેતાંબર સંઘ ગિરનાર પહોંચ્યો તે જ દિવસે દિગંબર સંઘ પણ ત્યાં આવ્યો. એ બંને વચ્ચે તીર્થની માલિકી માટે વિવાદ થયો. શ્વેતાંબરોએ કહ્યું કે આ તીર્થ અમારું છે. દિગંબરોએ કહ્યું કે આ તીર્થ અમારું છે. ઘણી ચર્ચા થયા પછી છેવટે નક્કી થયું કે ઉછામણી બોલીને ઈદ્રમાળ પહેરવી. જે ઈદ્રમાળ પહેરે તેનું આ તીર્થ બને. ઉછામણી શરૂ થતાં વધતાં વધતાં પેથડશાહ ૫૬ ઘડી સુર્વણ બોલ્યા. પછી દિગંબર સંઘમાં કોઈ જ બોલ્યું નહિ, આથી પેથડશાહે ઈદ્રમાળા પહેરી અને ગિરનાર તીર્થ શ્વેતાંબરોનો છે એ નક્કી થયું.
પછી પેથડશાહે નિર્ણય કર્યો કે જ્યાં સુધી ઉછામણીનું દ્રવ્યન આવે ત્યાં સુધી મારે આહાર-પાણી લેવા નહિ. તુરત માંડવગઢ તરફ સાંઢણીઓ મોકલી. પૂર્વે રેલ્વે કે મોટર ગાડીઓ હતી નહિ. ગાડાં કે પશુઓ દ્વારા માલ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાતો હતો. બીજા દિવસે સાંજે સૂર્યાસ્તને બેઘડી બાકી હતી ત્યારે સુવર્ણઆવ્યું સુવર્ણ આવ્યું કે તુરત બધાએ ભેગા મળીને પેથડશાહને આહારપાણી વાપરવાનું કહ્યું. પણ પેથડશાહે આહારપાણી ન લીધા. તેમણે ખુલાસો કર્યો કે સૂર્યાસ્તને બે ઘડી વાર હોય ત્યાર પછી મારે આહાર–પાણીનો ત્યાગ છે.
કેટલાક પશુઓ અને પંખીઓ પણ રાતે ખાતા નથી. તો પછી મનુષ્યથી તો રાતે કેમ જ ખવાય ? આ વિષે એક મુનિએ ગુજરાતી કાવ્યમાં કહ્યું છે કે
ઉત્તમ પશુપંખી પણ રાતે, હાલે ભોજન ટાણો!
તમે તો માનવી નામ ધરાવો, કિમ સંતોષન આણી રે !! રાત્રિભોજનના ત્યાગીએ દિવસે પણ રાતે બનાવેલું ભોજન નવાપરવું જોઈએ. દિવસ અને રાતની અપેક્ષાએ ભોજનના ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે –
(૧) દિવસે બનાવેલું ભોજન રાતે ખાવું. (૨) રાતે બનાવેલું ભોજન રાતે ખાવું. (૩) રાતે બનાવેલું ભોજન દિવસે ખાવું.