________________
(
301
)
શ્રાદ્ધદિનકૃત્ય
પંદરમું ભોજન દ્વાર अहिंसा सत्यमस्तेयं, ब्रह्मचर्यमसङ्गता । मद्य-मांस-मधुत्यागो रात्रिभोजनवर्जनम् ॥
અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહતા એ પાંચનું પાલન કરવું જોઈએ, અને મદિરા, માંસ, મધ અને રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ.”
करोति विरतिं धन्यो, यः सदा निशि भोजनात् । सोऽर्धपुरुषायुषस्य, स्यादवश्यमुपोषितः ॥
જે ભાગ્યશાળી સદા રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે પોતાના આયુષ્યના અર્ધા ભાગના દિવસો સુધી ઉપવાસી બને છે. અર્થાત્ તેને આયુષ્યના અર્ધાભાગના દિવસો જેટલા ઉપવાસનું ફળ મળે છે.”
ये रात्रौ सर्वदाहारं, वर्जयन्ति सुमेधसः । तेषां पक्षोपवासस्य, फलं मासेन जायते ॥ “જેઓ સદા રાત્રિભોજનનો ત્યાગ કરે છે તેમને એક મહિનામાં પંદર ઉપવાસનું ફળ મળે
રાત્રિભોજનથી જીવ અન્યભવમાં ઘૂવડ, બિલાડા, ગીધ, સાપ, ગિરોળી વગેરે અવતારો પામે છે.
રાત્રિભોજન કેવો મહાન દોષ છે એ જાણવા રામાયણનો એક પ્રસંગ જાણવો જરૂરી છે. તે પ્રસંગ આ પ્રમાણે છે
* રાત્રિભોજન ત્યાગમાં વનમાળાનું દષ્ટાંત લક્ષ્મણ અને સીતાજીની સાથે શ્રી રામચંદ્રજી વનવાસના કાળમાં કુબેર નામના ગામ બહાર એક વડવૃક્ષ નીચે રાતવાસો રહ્યા હતા. કુબેરનગરના રાજા મહીધરને વનમાળા નામની સુંદર કન્યા હતી. લક્ષ્મણના પ્રભાવશાળી વ્યક્તિત્વથી તે તેના ઉપર અંત:કરણથી અનુરાગિણી બની હતી. પણ જ્યારે તેણે સાંભળ્યું કે લક્ષ્મણ તો વનવાસી થયા છે ત્યારે તેણે આત્મહત્યાનો નિર્ણય કર્યો, અને તે જ રીતે જે વનમાં રામ વગેરે રાતવાસો રહ્યા હતા તે જ વનમાં ત્યાં ગળે ફાંસો ખાવાની તે તૈયારી કરવા લાગી. જાગતા ચોકીપહેરો કરી રહેલા લક્ષ્મણે આ જોયું. તેની પાસે જઈને આત્મઘાતનું કારણ પૂછ્યું. વનમાળાએ પોતાની સત્યબીના (હકીક્ત) કહી. લક્ષ્મણે તુરંત તેનો ફાંસોતોડી ખાતરી આપી કે પોતે જ લક્ષ્મણ છે. ગાંધર્વવિવાહથી બંને ત્યાં ને ત્યાં પરણ્યા. આથી વનમાળાને આનંદ થયો. પછી લક્ષ્મણે વનમાળાને કહ્યું: હમણાં તું તારા પિતાને ત્યાં રહે. વનવાસ પૂર્ણ થતાં હું તને જલદી લઈ જઈશ. પણ વનમાળાને વિશ્વાસ ન આવ્યો. એને એમ થયું કે પછી કોણ જાણે ક્યારે આવે? લક્ષ્મણજીએ હું જલદી લઈ જઈશ, એમ ઘણું સમજાવ્યું. પણ વનમાળાને વિશ્વાસ ન આવ્યો. આથી લક્ષ્મણજીએ કહ્યું: જો હું વનવાસ પૂર્ણ થતાં તને જલદી લેવા ન આવે તો સ્ત્રી હત્યા કે ગોહત્યા વગેરે પાપ લાગે, અર્થાત્ આવા પાપનો ભાગીદાર થાઉં. ત્યારે વનમાળાએ કહ્યું: તમે એમ કહો કે વનવાસ પૂર્ણ થતાં હું તને જલદી લેવા ન આવે તો રાત્રિભોજન કરનારને જે પાપ લાગે તે પાપનો હું ભાગીદાર થાઉં. જો તમે આવી પ્રતિજ્ઞા કરો તો હું પિતાને ઘરે રહીને તમારી વાટ જોઈશ. નહિતો હવે તમને છોડીને ક્યાંય જવું નથી. લક્ષ્મણે પ્રતિજ્ઞા કરી એટલે વનમાળાને વિશ્વાસ થયો. પછી તે પિતાને ઘરે ગઈ. આનાથી એ સમજાય છે કે સ્ત્રી હત્યા વગેરેથી પણ રાત્રિભોજનના પાપને વનમાળાએ વધુ ગળ્યું હતું. આથી પાપભીરુ જીવે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ.
રાત્રિભોજનના ત્યાગથી શારીરિક લાભ રાત્રિભોજનના ત્યાગથી શારીરિક દષ્ટિએ પણ વિશેષ લાભ થાય છે. આથી જ આયુર્વેદમાં રાતે ખાવાનો