________________
પંદરમું ભોજન દ્વાર
( 300 )
શ્રાદ્ધદિનકૃત્ય, (૧૪) રાત્રિભોજન:- રાત્રિભોજનને જૈનધર્મમાં બહુ જ મોટું પાપ ગણવામાં આવ્યું છે. રાત્રિભોજનનો જૈનશાસ્ત્રમાં જ નિષેધ છે એવું નથી. અન્યશાસ્ત્રમાં પણ રાત્રિભોજનનો નિષેધ છે. અન્ય ધર્મોમાં પણ કહ્યું છે કે
मृते स्वजनमात्रेऽपि, सूतकं जायते किल । अस्तंगते दिवानाथे, भोजनं क्रियते किमु ॥ સામાન્ય સ્વજનના મરણથી પણ સૂતક લાગે છે, તો સૂર્યના અસ્ત થવાથી ભોજન કેમ કરી
શકાય.?? કે
मद्यमांसाशनं रात्रौ, भोजनं कन्दभक्षणम् । ये कुर्वन्ति वृथा तेषां, तीर्थयात्रा जपस्तपः ॥
જેઓ મદિરા પીએ છે, માંસ ખાય છે, રાત્રિભોજન કરે છે અને કંદમૂળ ખાય છે, તેઓની તીર્થયાત્રા તથા તપ-જપ નિષ્ફળ થાય છે.”
મહાભારતના ૧૮મા પર્વમાં જણાવ્યું છે કેनोदकमपि पातव्यं, रात्रावत्र युधिष्ठिर । तपस्विना विशेषेण, गृहस्थेन विवेकिना ॥
“હેયુધિષ્ઠિર! વિવેકીગૃહસ્થ રાત્રે પાણી પણ પીવું જોઈએ, તપસ્વીએ તો વિશેષરૂપે આનું પાલન કરવું જોઈએ.”
મહાભારતમાં જ બીજા સ્થળે લખ્યું છે કેअस्तंगते दिवानाथे, आपो रुधिरमुच्यते । अन्नं मांससमं प्रोक्तं, मार्कण्डेयमहर्षिणा ।
સૂર્યનો અસ્ત થયા પછી પાણી લોહી સમાન છે, અને અન્ન માંસ સમાન છે, એમ માર્કન્ડેય ઋષિએ કહ્યું છે.
चत्वारो नरकद्वाराः, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव, सन्धानानन्तकायिके ।।
“નરકમાં જવાના ચાર દ્વાર છે. તેમાં પહેલું રાત્રિભોજન, બીજું પરસ્ત્રીગમન, ત્રીજું બોળ અથાણાનું ભક્ષણ અને ચોથું અનંતકાય (કંદમૂળ)નું ભક્ષણ.”
સ્કંધ પુરાણમાં કપાલમોચન સ્તોત્રમાં કહ્યું છે કેएकभक्ताशनान्नित्य-मग्निहोत्रफलं लभेत् । अनस्तभोजनान्नित्यं, तीर्थयात्राफलं लभेत् ॥
“હમેશા એકવાર ભોજન કરવાથી અગ્નિહોત્રનું અને રાત્રિભોજનના ત્યાગથી તીર્થયાત્રાનું ફળ મળે છે.”
બીજા કોઈ શાસ્ત્રમાં પણ કહ્યું છે કેनैवाहुतिर्न च स्नानं, न श्राद्धं देवताऽर्चनम् । दानं वा विहितं रात्रौ, भोजनं तु विशेषतः ॥
“રાત્રિએ યજ્ઞકર્મ, સ્નાન, શ્રાદ્ધભોજન, દેવપૂજા કે દાન કરાય નહિ અને રાત્રિભોજન તો સર્વથા કરાય નહિ.”
પુરાણ વગેરેમાં કહ્યું છે કેवासरे च रजन्यां च, यः खादन्नेव तिष्ठति । शृङ्ग-पुच्छ परिभ्रष्टः, स्पष्टं स पशुरेव हि ॥ . “દિવસકે રાત્રિનો ભેદ રાખ્યા વગર જે ખાધા જ કરે છે તે શિંગડા અને પૂંછડા વગરનો સ્પષ્ટ
પશુ જ છે.”